SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ યશપાલનુ મહરાજપરાજય-એક રૂપકાત્મક નાટક Marwar ". Bll Hl. l $4141 (Moharājaparājaya of Yaśaḥpāla, ed. by Muni Chaturavijayaji, with Introduction & Appendices by C. D. Dalal, Gaekwad's Oriental Series, Central Library, Baroda, 1918, Intro. P. V.) 24GT Merye નજીકને થરાદ ગામને ઉલેખ માને છે. પ્રો. નાંદી (સંસ્કૃત નાટકોને પરિચય, પૃ. ૩૯૫) એ જ પ્રમાણે નોંધ છે. જો કે થારાપદ્રનું શબ્દશઃ સામ્ય થરા સાથે છે. બીજી થારાપદ્રનું વિશેષણ “મમveત્રનામુવમાનવત્રા' એવું હોવાથી એને મરુમડલ સાથે વિશેષ સંબંધ છે તે ચિતનીય છે. ટેકમાં મોઢ જ્ઞાતિના કવિ યશપાલે લગભગ ઈ. સ. ૧૧ ૭૨-૧૧૭૬માં લખેલું પ્રસ્તુત નાટક થારાપદ્રપુરમાં પ્રથમ ભજવવામાં આવ્યું હતું કથાવસ્તુને સાર– પાંચ અંકોને પ્રસ્તુત રૂપકાત્મક નાટકનું મુખ્ય કથાવસ્તુ રાજા કુમારપાલને કૃપાસુંદરી સાથે પ્રણય અને એની સાથેના વિવાહ બાદ જૈનધર્મના અંગીકાર દ્વારા મહારાજાને પરાજય કરવાને છે. ઋષભદેવ, પાર્શ્વનાથ, અને મહાવીર એ ત્રણેય તીર્થકરીને પ્રથમ ત્રણ નાન્દી લોકોમાં પ્રણામ સાથે નાટકની પ્રસ્તાવનાને પ્રારંભ થાય છે. સૂત્રધાર અને નટીના સંવાદ દ્વારા નાટકના કર્તા અને વિષયવસ્તુ વિશે પ્રેક્ષકોને અવગત કરાવવામાં આવે છે. કુમારવિહારમાં મહાવીરની પ્રતિમાની સ્થાપનાના મોત્સવના ભાગરૂપે પ્રસ્તુત નાટક રજુ કરવામાં આવે છે. પ્રથમ અંકમાં રાજા કુમારપાલ અને વિદૂષક વચ્ચે રમુજી સંવાદ ખૂબ જ રસપ્રદ છે. મહારાજા વિશે જા યુવા મોકલેલે ગુપ્તચર જ્ઞાનદર્પણ મુનિશથી શત્રુની છાવણીમાં ખૂબ જ તકલીફથી પ્રવેશ મેળવે છે. ત્યાં એણે જાણ્યું કે વિવેકચન્દ્રની રાજધાની જનમવૃત્તિને મેહરાએ ઘેરી લીધી. ખૂબ મોટા યુદ્ધમાં મહારાજાને વિજય થવાથી વિવેકચન્દ્રરાજ પત્ની શાંતિ અને પુત્રી કૃપાસુંદરી સાથે ત્યાંથી પલાયન થયા. કૃપસુંદરીનું નામ સાંભળતાં જ કોઈ અગમ્ય કારણસર રાજને આહલાદક અનુભવ થાય છે અને તેઓને પોતાના રાજ્યમાં આશ્રય આપવાનો વિચાર આવે છે. બીજી તરફ જ્ઞાનદ પણ કીતિમંજરીની વાત જણાવે છે. શ્રી કુમારપાલ રાજ એના પ્રત્યે ઉદાસીન હતા તેથી તે હતાશાના સાગરમાં ડૂબી ગઈ પણ તેને બચાવી લેવામાં આવતાં એને તપસ્વિનીના વેશ સ્વીકાર્યો. અંતે મહારાજાને આશ્રય લઈ એના પાસેથી પ્રતિજ્ઞા લેવડાવી કે એક તે મહરાજ પિતે નહીં રહે અથવા તે કુમારપાલને યુદ્ધભૂમી પર નષ્ટ કરશે. રાજ કુમારપાલ પછી મેહરા જાને પરાજિત કરવાને નિશ્ચય કરે છે. મધ્યાહ ન સમય થવાથી પૂજાને સમય થતાં રાજા અને જ્ઞાનદર્પણ ગુપ્તચર બને રંગભૂમી છોડે છે. બીજા અંકમાં પ્રથમ વિકભકમાં મંત્રી પુરયકેતુ દ્વારા એની કાર્યદક્ષતાને પરિચય થાય છે. તેણે રાજાને મેહરાના વિશે જણાવી, એને શત્રુ ઉપર આક્રમણ કરાવા ઉઘ ત કરવાને સફળ પ્રયત્ન કર્યો છે. એના ગુરૂપદેશ નામક જર્યોતિષીમિત્રે આગાહી કરી છે કે રાજા કુમારપાલ સ્વા ૦ ૧૫ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy