SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શજે નાણાવટી પાછાં બંને. આમ આખા નાટકમાં કવિ પુરુષ અને સ્ત્રી, પુરુષ અને પ્રકૃતિના સંદર્ભમાં વારાફરતી યુગલ અને એકાકી અને અંતે યુગલ અવસ્થાને એક અદભુત લય રચી આપે છે. એવા લયનાં અનેક આવર્ત પછી જ અખંડ સાયુજ્યની સંવાદિતા સિદ્ધ થઈ શકે. લયમાં સંવાદિતા, લય દ્વારા સંવાદિતાનું આ સહજ દેખાય તેવું ઉદાહરણ. આપણા વિશાળ અને વિવિધ્યપૂર્ણ લોકસાહિત્યને–લે કકથાઓના ભંડારને પણ કશીક સંવાદિતાપૂર્વક સંયહવાના પ્રયાસો થયા છે. બોદ્ધ જાતકકથાઓ, દાખલા તરીકે, અનેક પ્રકારની કથાઓને બોધિસત્તની અવસ્થામાં રહેલા અને વિવિધ પારમિતાઓને ક્રમે ક્રમે વિકસાવતા-સિદ્ધ કરતા જતા બુદ્ધના પૂર્વ જન્મોની કથારૂપે રજૂ કરાઈ છે. કથાઓને સાંકળવાની ટેકનીક સાદી છે. પહેલાં કથા વવાય અને એમાંને બોધ ગાથામાં કહ્યા પછી અંતે ભગવાન બુદ્ધ કથાનાં પાત્રોનાં identifications આપે. ૧૦ લગભગ બધામાં કથાનો નાયક પૂર્વાવતારના બુદ્ધ પોતે હાય. આ પ્રયુકિતમાં બધી કથાઓને એકસૂત્રે સાંકળવાનો પ્રયાસ અવશ્ય છે, પણ એ પ્રયુક્તિની એકવિધતા-monotony કઠે છે. અને એ એકવિધતા જ કથાસંગ્રહના સ્વરૂપની સંવાદિતાની આડે આવે છે. આપણા બે ઈતિહાસમંથે-રામાયણ અને મહાભારત–માં પણ કથાઓના સંગ્રહને આ પ્રયાસ દેખાય છે. રામાયણમાં તે વચ્ચે વાલમીકિની કથા સચવાઈ છે અને આગળ-પાછળ, કાવ્યની બંને બાજુએ ઉપકથાઓ ઉમેરાઈ છે. જાણે વચ્ચે કાવ્યપુરુષ બેઠે છે, અને બે બાજુ બે બાહુઓમાં એણે કથાસમૂહે જાળવી રાખ્યા છે. પણ સૌથી વિશિષ્ટ સંપ્રહપ્રકાર છે મહાભારતને. વાલ્મીકિ જેમ સમાધિમાં બેઠા પછી એમના આખા શરીર પર જીવજંતુઓ-કીટકોએ વહેમીક ( = રાફડા) બાંધ્યા તેમ ભારતસંહિતાની વિશાળ જીવનપટને આવરી લેતી અનેકવિધ પાત્રોવાળી સંકુલ ઘટનાઓથી રચાયેલી મહાકથાના અંગેઅંગે અનેક કથાઓ પ્રક્ષેપાઈ, વળગી, અને મહાભારત અનેકવિધ કથાઓને રાફડો બન્યું. છતાં મહાભારતની વિશેષતા એ છે કે એમાં વિવિધ પ્રકારની કથા એનાં સ્વરૂપવૈવિધ્ય જળવાયાં. કેમકે જાતકની જેમ બધી જ કથાઓને એક જ પ્રજન દ્વારા સાંકળવાને બદલે મહાભારતમાં પ્રજનની પણ વિવિધતા સધાઈ. વીરનાયકોના સ્વભાવ સાથે તેમના સ્વભાવને અનુરૂપ કથાઓ સંકળાઈ : અજનને ભાગે પ્રણયકથાઓ આવી, ભીમને ફાળે બધી રાક્ષસકથાઓ આવી, ધર્મ રાજ યુધિષ્ઠિર ધર્મ-સંવાદની ૨૦ દાત. જાતક નં. ૩. રિવામિનાતને અંતભાગઃ 'तदा वालवाणिजो देवदतों अहोसि । पण्डितवाणिजो अहं एक अहोसि'ति देसनं मिठापेसि । ૨૧ જુએ આદિપ ૨૦૬ (લપી સાથે વિવાહ), ૨૦૦ (ચિત્રાંગદા સાથે વિવાહ), ૨૧૧-૨ (સુભદ્રાહરણ). આ ૨૨ જુઓ અદિ૫ ૧૩૯–૪૨ (હિડિમ્બવધ), ૧૪-૫૨ (બકાસુરવધ ), વન ૧૧ (કિંમરવધ ), ૧૫૪ (જયસુરવધ), વિરાટપર્વ-૧૨ (મતવધ) ઇત્યાદિ. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy