________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય દ્વારા સંવાદિતા
કથા એમાં નાયક બન્યા, પંચતંત્રના જેવી પ્રાણીકથાઓ મનુષ્યના વર્તનનાં ઉદાહરારૂપે આવી, ૨૪ વિસ્તૃત કાવ્ય જેવાં ઉપાખ્યાને અરણ્યનિવાસના નિષ્ક્રિય પણ દીર્ધ કાળને ભરી દેવા ઉમેરાયાં, ૨૫ અવતાર કથાઓ કથાનકને નૈતિક સ્તરે વિસ્તારવાર ૧ અને ઉપનિષદોના જેવી કથાઓ કથાનકને આધ્યાત્મિક સ્તરે ૨૭ ઊંચે લઈ જવા પ્રયોજાઈ. એમ કથાપ્રકારના વિરાટ વિવિધ્યને સમાવી લેવા માટે પ્રયોજનોનું પણું વૈવિધ્ય મહાભારતમાં સધાયું. એ માટે મૂળના વિસ્તીર્ણ અને સંકુલ ધટનાપટમાં પૂરતો અવકાશ પડ્યું હતું, અને તેથી મહાભારત અત્યંત વિશાળ કથાસંગ્રહ બનવા છતાં એ એકવિધ નથી બન્યું. કથાનકોની અનેક તરાહો, અનેક ભાત એમાં જળવાઈ છે, અને બધી કથાઓ મૂળ કથાનક સાથે સંવાદિતાપૂર્વક સમાવેશ પામી છે.
એક વિશાળ કથાનકમાં અનેક પાત્રો હોય, અનેક ઘટનાઓ હોય અને એવા દરેક પાત્ર સાથે, દરેક પ્રસંગમાં તેને અનુરૂપ કથાઓ સમાવિષ્ટ કરાવવાની અનુકૂળતા હોય; તેથી ભારતયુદ્ધમાં જે આખા આર્યાવર્તની પ્રતિાંનધિ રાજાઓ આ કે તે પક્ષે હતા, તે ભારતસંહિતામાં પણ ભારતના દરેક પ્રદેશે પિતાની કથા ઉમેરી છે; તેથી જ, વિશાળ ભારત જેવો જ મહાભારત એ ગ્રંથ બને છે. તેમ છતાં ય એ સમગ્ર કથાભંડાર એની સમગ્ર વિપુલતા સાથે, એની વિવિધતા સાથે, પ્રજનેનાં વૈવિધ્ય દ્વારા એક જ કથાનકમાં નિર્વિરોધ પણે, વિરોધ હેય તે તેના ત્યાગ દ્વારા, સંવાદિતાપૂર્વક સમાવેશ પામી શકે છે. માત્ર Unity in Diversity નહીં પણ Harmony in Diversity, in a very varied Diversity નું આવું ઉદાહરણ આખા વિશ્વમાં એક છે મહાભારતમાં, બીજ' ભારતમાં
અને ત્રીજ' છે શ્રીમદભગવદગીતામાં. આમ તે ગીતાને વિવિધ દર્શનના સમન્વયને મંથ કહેવો પડે. પણ મહાભારતમાં એને સમાવેશ જે સ્થાને થયું છે તેમાં ઉપર કરેલા પ્રયજનના ઔચિત્ય અને વૈવિધ્યના વિચારનું સચોટ સમર્થન મળે છે. અજનના જીવનની યુદ્ધાભની પળે એના મનમાં ઉઠેલી મૂંઝવણની પળ કરતાં મોટી કટોકટીભરી ક્ષણ કઈ હશે ? અને એ ક્ષણમાં ઉદભવેલા પ્રશ્નોનું સંપૂર્ણ સમાધાન ભગવદ્દગીતામાં છે, તેથી ગીતા મહાભારતને એક અંશ હોવા છતાં આપણે એને સ્વતંત્ર મંથ તરીકે સ્વીકાર કર્યો છે અને એ ગ્રંથમાં
૨૩ જુએ વનપર્વ ૧૭૩-૭૮ (યુધિષિર-નહુષ-સંવાદ, અજગરપર્વ ), ર૫-૯૮ (ચક્ષ-યુધિષ્ઠિર-સંવાદ, આરણેય પર્વ).
૨૪ દા. ત. સભાપર્વ ૩૮, ૨૮-૪૦ (દંભી હંસની કથા ભીમના વર્તનના ઉદાહરણ તરીકે )
૨૫ જુઓ વન૫૧ ૫-૭૮ (નપાખ્યાન), ૮૦-૧૫૩(તીર્થયાત્રાપવું, જેમાં અનેક તીર્થોની કથાઓ સમાવિષ્ટ છે), ૧૭૮-૨૨૧ (માર્કડેય સમાસ્કા--પર્વ), ૨૫૮-૨૭૫ (રામપાખ્યાન, ૨૭૭-૨૮ક (સાવિત્રી-પાખ્યાન ) વગેરે.
29 Sukthankar V. S., On the Meaning of the Mahabharata, Bombay, 1957. Lecture III, pp. 61-90.
20 ibid. Lecture IV, pp. 91-124.
For Private and Personal Use Only