SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય દ્વારા સંપાદિતા ૧૦૯ ગણત-અંગરૂપ બન્યા છે તેથી પરસ્પર વિરોધી છતાં અહીં એક સાથે મૂકીને સંવાદિતાપૂર્વક નિરૂપી શકાય છે. વિરોધત્યાગ દ્વારા સંવાદિતાની આવી બીજી પણ કેટલીક અવસ્થાએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આલેખાઈ છે. સાહિત્યશાસ્ત્ર કરતાં સાહિત્યકૃતિની વાત જરૂર વધારે રસપ્રદ બને. કાલિદાસને જ લઇએ. એને આપણે સંવાદિતાને કવિ જ કહ્યો છે. સંવાદિતાનાં કેટલાં બધાં સ્વરૂપ એના ગ્રંથમાં પ્રકટે છે. રઘુવંશમાં રઘુ દિગ્વજય કરવા નીકળે છે ત્યારે જે ક્રમમાં એ પ્રદેશને છતને જાય છે તે જ તે સમજાય કે ભારતના પૂર્વ છેડેથી શરૂ કરીને સમુદ્રને કાંઠે કાંઠે આગળ વધતા એ ભારતની પ્રદક્ષિણા જ કરે છે. બાકી હતું તે ઈન્દુમતીને સ્વયંવરમાં આવેલા આર્યાવર્તન મધ્યવર્તી રાજાઓનાં૧૮ સમૃદ્ધિગૌરવનું વર્ણન કરતી વખતે સુનંદા પૂરું કરી આપે છે. હજુ આ ભૂ-યાત્રા અને ભારતની સમૃદ્ધિનું સૌંદર્યવર્ણન અપર્યાપ્ત હેય તેમ કાલિદાસ રાવણવધલંકાવિજય પછી સીતા સાથે આકાશમાર્ગે પુષ્પક વિમાનમાં આવતા રામના મુખેદ દક્ષિણ લંકાથી લગભગ ભારતના ઉત્તર છેડે અયોધ્યા સુધીના પ્રદેશને વિહંગમ દષ્ટિએ વર્ણવે છે એમાં સમમ ભારતની ભાવાત્મક-આધ્યાત્મિક સંવાદિતાનું અદ્ભુત દર્શન દેખાય છે. શાકુન્તલમાં વળી સંવિધાનની રચનાની જદી જ સંવાદિતાઓ પ્રગટ થાય છે. શાકન્તલના આરંભ, મધ્ય અને અંતમાં ઋષિઓની ઉપસ્થિતિ છે. શુંગાર અને હાસ્યને આપણે પરસ્પર પૂરક-અનુકુળ માન્યા હોવા છતાં કાલિદાસ શકુન્તલા અને વિદૂષકને કયાંય ભેગા થવા દેતા નથી, પ્રયત્નપૂર્વક જમાં જ રાખે છે. આશ્રમનાં સ્થાને પહેલા અંકમાં જે ક્રમે નિર્દેશ છે તેનાથી બરાબર ઉલટા ક્રમમાં ચોથા અંકમાં નિર્દેશ છે, અને પાછો સાતમા અંકમાં એ જ ક્રમે સમાંતર પાત્રો-સ્થાનેને નિર્દેશ છે. વચ્ચેના ચેથા અંકની બે બાજુએ અંકો પરસ્પર વિરુદ્ધ ભાવને નિરૂપતા જણાય છે, આખાયે નાટકમાં એક ચક્રનેમિક્રમ જેવી વર્તુલાકાર કાર્યગતિ–ભાવગતિ અનુભવાય છે. પણ સૌથી મહત્ત્વને લય તે અંકવાર પાત્રપ્રવેશને છે. પહેલા અંકમાં રાજા અને શકુન્તલા બંને ઉપસ્થિત છે; બીજામાં માત્ર રાજા જ છે, શકુન્તલાનું સ્મરણ છે, શકુન્તલા નથી; ત્રીજામાં પાછાં રાજા અને શકુન્તલા બંને તીવ્ર પ્રણયાતુર અવસ્થામાં મળે છે; ચેથામાં માત્ર શકુન્તલા જ છે, રાજા નથી; પાંચમા અંકમાં પાછાં રાજા અને શકુન્તલા સામસામે આવે છે, પણ કઠેર વિરછેદની અવસ્થામાં છટ્ટામાં પાછા રાજા એકલા છે, શકુન્તલાને વિરહ છે, શકુન્તલા નથી; સાતમામાં વળી રાજા અને શકુન્તલા હવે છૂટા ન પડાય એ રીતે મળે છે. પહેલામાં પુરુષ અને સ્ત્રી, બીજામાં માત્ર પુરુષ; વળી ત્રીજામાં પુરુષ અને સ્ત્રી, ચોથામાં અને નાટયના કેન્દ્રમાં માત્ર સ્ત્રી; પાંચમામાં પાછો પુરુષ અને સ્ત્રી, છઠ્ઠામાં માત્ર પુરુષ, સાતમામાં ૧૬ એજન. ૨. ૫. વૃત્તિ. ૧૭ રઘુવંરા-સર્ગ ૪. ૧૮ રઘુરા-સગ ૬. ૧૯ રઘુવંશમ્ સર્ગઃ ૧૩. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy