________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
હરસિદ્ધ જેથી -
(Ananchism), અધ્યાત્મવાદ અને વ્યક્તિની આમલક્ષિતા આવા વલણને વિરોધ કરે છે. રાજ્ય એ સ્વયંસાધ્ય નથી. લોકોના વિકાસ માટે શકય તેટલે તેને આછે ઉપયોગ કરે જોઈએ. રાજ્ય વિશેના શ્રી અરવિંદના આવા ખ્યાલમાંથી તેની કેટલીક મર્યાદાઓ ઉત્પન્ન થાય છે. શ્રી અરવિદ એમ વિચારે છે કે રાજ્યનું કાર્ય વિનેને દૂર કરવાનું, અન્યાયન ફેલાવે એવા કારણેને દાબી દેવાનું છે. પરંતુ મનુષ્યને જે સ્વતંત્ર બનાવે એમાં દખલગીરી કરવી કે હાનિ પહેચાડવી એ તેનું કાર્ય નથી. તેથી રાષ્ટ્રીય શિક્ષણ. રાષ્ટ્રીય ધર્મ કે રાષ્ટ્રીય સંસ્કૃતિ સ્થાપવા એ દેશમાં સંભવિત છે. પરંતુ રાજ્યનું શિક્ષણ” કે “ રાજ્યને ધર્મ ” એ હાસ્યાસ્પદ બાબત છે. હરબર્ટ સ્પેન્સર પણ એવું માને છે કે રાજ્ય દ્વારા શિક્ષણ કે રાજ્યનું દેવળ સ્થાપવું એ ગ્ય નથી. આમ છતાં શ્રી અરવિંદ વ્યક્તિ પરક અર્થશાસ્ત્રી નથી. જ્યારે શ્રી અરવિદ અન્યાયને દૂર કરવા વિશે કહે છે અને વ્યક્તિના આત્મવિકાસ માટે હિમાયત કરે છે ત્યારે એ વિધાયક
સ્વતંત્રતા વિશે પ્રતિપાદન કરતા હોય એવું જણાય છે. એ સમાજવાદનો સિદ્ધાંત સ્થાપિત કરવા રજૂઆત કરતા હોય એમ લાગે છે.
આમ છતાં રાજ્યનું શ્રેય કોઈ આર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને પ્રતિપાદિત કરવાનું નથી. જેમ એરિસ્ટોટલ સગુણની પરાકાષ્ટા રાજ્યમાં અંક્તિ થાય એ માટે પ્રયાસ કરે છે તેમ શ્રી અરવિંદ મનુષ્યની આધ્યાત્મિકતા પાંગરે અને મનુષ્ય સર્જનશીલ થાય એની હિમાયતું કરે . શ્રી અરવિ દે રાજય વિશે જે સિદ્ધાંત આપે છે એ જર્મનીના આદર્શવાદ (IDEALISM) સાથે સામ્ય ધરાવે છે. યંત્રવાદને વિરોધ, આધ્યાત્મિક હાર્દને આવકાર, સામૂહિક તત્ત્વ તેમજ માનવ ઇતિહાસમાં આમતત્વની સામેલગીરીના વિચારનું મહત્વ એ મુદ્દાઓ બન્નેનાં સિદ્ધાંતમાં સમાન છે. અલબત્ત એ બે વચ્ચે મહત્વના ભેદ પણ રહ્યા છે.
હેગલના આદર્શવાદમાં વ્યક્તિને તાર્કિક કે સંકલ્પપરક સ્વતત્ત્વ તરીકે લેખવામાં આવી છે. તેમાં વ્યક્તિ દિવ્ય છે કે પારગામી છે તેને ઉલ્લેખ નથી. આ ઉપરાંત હેમલના મતાનુસાર વ્યક્તિની નીતિમત્તા એ જ તેની આંતરિક પરાકાષ્ઠા છે અને તેની પરમ સ્વતંત્રતા છે એમ માનવામાં આવ્યું છે. પરંતુ શ્રી અરવિંદના મતાનુસાર વ્યક્તિની આધ્યાત્મિકતા એ નૈતિક પુરુષાર્થથી ભિન્ન છે, અને એ સામાજિક સંસ્થાથી પર રહી છે. ફિક્સ અને હેગલ દ્વારા રાજ્યને દેવને દરજજો આપવામાં આવ્યું છે ત્યારે શ્રી અરવિંદ રાજ્યને યંત્ર તરીકે લેખે છે. ટાગોર પણ રાષ્ટ્રના ખ્યાલથી વિરુદ્ધ છે અને લેકો (People)ની તરફેણ કરે છે. હેગલ રાષ્ટ્ર-રાજયને સમાન લેખે છે અને દેવતત્વના ગુણ તેને વિધેયિત કરે છે. આ ઉપરાંત હેગલ એમ માને છે કે રાષ્ટ્ર અને રાજ્ય એ રાજકીય એકમની પરાકાષ્ઠા છે અને એ જગત આમાની પ્રગતિને ઉગ્ય સ્વરૂપની લેખે છે. આ ઉપરાંત તકના ( Reason) સ્વરૂપ વિશે બન્ને ચિંતકો વચ્ચે મહત્વને ભેદ રહ્યો છે. શ્રી અરવિંદ માને છે કે રાજ્ય એ આગના સ્તરમાંથી તાર્કિક સ્તર વચ્ચેના સંક્રાન્તિ કાળનું પ્રાંતિક સ્વરૂપ છે. અહીં તર્કનો અર્થ સ્વલક્ષી, વિલેષણાત્મક અને અવયવલક્ષી વિચાર છે. અહીં સર્વદેશી કે પારગામી તકને ઉલ્લેખ નથી. ત્યારે હંગલના ચિંતનમાં રાજ્ય એ તર્કનું બંધારણલક્ષી સ્વરૂપ છે, અને તે મૂર્તિમંત વિચાર હેય એમ લેખવામાં આવ્યું છે. હેગલના ચિંતનમાં સર્વદેશી ચિત્તની સભાનતાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમ હેગલના મતાનુસાર રાજ્ય એ સર્વદેશી ચિત્તની ઉત્પત્તિ છે. રાજ્ય એ વ્યક્તિની સ્વતંત્રતાને વેગ
For Private and Personal Use Only