SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજય-સંબંધ અને શ્રી અરવિંદ આપતું હોય એમ હંગલ વિચારે છે. પરંતુ શ્રી અરવિંદ રાજ્યને સાધન તરીકે લેખે છે. એના મતાનુસાર રાજય કદી સાધ્ય બની શકે નહિ. આ ઉપરાંત એકસફર્ડના આદર્શવાદીઓથી શ્રી અરવિંદને રાજ્યને ખ્યાલ જ પડે છે. ટી. એચ. પ્રીનના (૧૮૩૬-૧૮૮૨ ) મતાનુસાર રાજ્ય એ વ્યક્તિઓના સમૂહ તરીકે આકાર ધારણ કરે છે. આ વ્યકિતઓને પેતાનો અધિકાર હોય અને તે માટે નિશ્ચિત સંસ્થાઓ હોય એમ વિચારવામાં આવે છે. પ્રજાજનેની નિષ્ઠા અને હકક તેમજ અધિકારમાં સામાન્ય કલ્યાણને ખ્યાલ કટલે અંશે રહ્યા છે તેના પર તે આધારિત છે. ગ્રીન કહે છે કે “બળ નહિ પરંતુ સંકલ્પ એ રાજ્યને આધાર છે.” શ્રી અરવિંદ રાજ્ય અને નિરપેક્ષ હક કે અધિકાર વચ્ચે તાદામ; એમ વિચારતા નથી. બના બે સાંકવેટ (૧૮૪૮-૧૯૨૯) જેમણે હેગલ પછી નિરપેક્ષ આદર્શવાદ અંગે વિચાર્યું કે રાજ્યને તિક અને સામાજિક દષ્ટિએ વરિષ્ઠ માને છે. પરંતુ શ્રી અરવિંદ રાજકીય તત્ત્વ અને બિન-રાજકીય તત્વ વચ્ચે મહત્વને ભેદ દર્શાવે છે અને કહે છે કે સામાજિક મૂલ્ય એ રાજય જેવી રાજકીય સંસ્થા પર આધાર રાખતું નથી. અલબત્ત શ્રી અરવિંદ એમ માને છે કે કલા, ધર્મ અને તત્વજ્ઞાન એ સામાજિક મૂલ્યને વિસ્તૃતીકરણ અને વિકાસમાં મહત્વને ભાગ ભજવે છે. આંતરિક સભાનતા અને ચેતના એ ધર્મ અને તત્ત્વજ્ઞાન દ્વારા પરમ કક્ષાએ પહોંચે છે. શ્રી અરવિંદના મતાનુસાર અતિમનસની ચેતના ધર્મથી પણ પર જાય છે અને સમન્વયામક આધ્યાત્મિક ચેતના સાથે એ એકરૂપતા સાધે છે. પશ્ચિમના આદર્શવાદી ચિતકોથી જ શ્રી અરવિંદનું દષ્ટિબિંદુ વધુ વ્યાવહારિક અને વ્યક્તિની ચેતનાને વેગની પદ્ધતિ દ્વારા પરિવર્તનશીલ કરનારું છે. આધ્યાત્મિક આદર્શવાદ દ્વારા શ્રી અરવિંદ સમાજમાં પરિવર્તન લાવવા ઇરછે છે ત્યારે હેગલ નેતિક સુધારણા દ્વારા સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં સુધારે ચા લાવવાની હિમાયત કરે છે. આ મૂળભૂત તફાવતને લીધે જ મન આદર્શવાદીઓ રાજ્યને વ્યક્તિના અધિકારોના ઉગમ તરીકે વિચારે છે. શ્રી અરવિંદ એમ માને છે કે વ્યક્તિગત અધિકારે રાજયના સ્વરૂપમાંથી નિષ્પન્ન થતા નથી. પરંતુ તેને ઉગમ મનેવૈજ્ઞાનિક છે. મનુષ્યના સ્વભાવ અને સ્વધર્મને અનુસરીને તેની પરિસ્થિતિ અને સમાજલક્ષી બંધારણમાં એ ઉગમ રહ્યો છે. પાશ્વત્ય આદર્શવાદી ચિંતનમાં સામાન્ય સંકલ્પ (General will ) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યા હતા. રાજ્ય આવા સામાન્ય સંકલ્પનું મૂર્તિમંત સ્વરૂપ છે એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. શ્રી અરવિંદ પિતાના રાજકીય ચિંતનમાં આવો કોઈ સામાન્ય સંકલ્પ વિચારતા નથી. અલબત્ત, એ સમૂહના મન વિશે વિચારે છે પરંતુ મેકડ્રગલ (૧૮૭૧-૧૯૩૮) અને ડરખાઈમની જેમ કોઈ સમાજને મન છે એવું એ વિચારતા નથી. સમુહ એ વ્યક્તિના મનને સમૂહ છે એમ ડરેખાઈમ વિચારે છે. પરંતુ શ્રી અરવિંદ સમૂહને આધ્યાત્મિક સત્વનું સ્વરૂપ આપે છે ત્યારે રાજ્યને એ યાંત્રિક સાધન તરીકે વિચારે છે. રાજ્યનું વિલીનીકરણ (Ananchism : પાશ્ચાત્ય રાજકીય આદર્શવાદ અને શ્રી અરવિંદના રાજકીય દષ્ટિબિંદુ વચ્ચે મુખ્ય ભેદ એ છે કે શ્રી અરવિંદના ચિંતનમાં રાજ્યના વિલીનીકરણને મુદ્દો વર્ચસ્વ ધરાવે છે. હેગલ, મીન અને સાંકટ પિતાને રાજકીય ચિનનમાં રાજયના વિલનીકરણને મહત્વ આપતા નથી For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy