________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
સંસ્કૃત–પ્રન્થાના સનદર્ભે પાઠસમીક્ષા
શાસ્ત્રને પ્રવૃત્તિવિક૯૫"
સન્તકુમાર મ ભટ્ટ*
યુરોપમાં પ્રશિષ્ટ ભાષાશાસ્ત્રીઓએ ગ્રીક, લેટિન વગેરે ભાષામાં રચાયેલા પ્રશિષ્ટ ગ્રન્થની પાઈ સમીક્ષા (અર્થાત્ સમક્ષિત પાઠ સંપાદન) કરવા માટે પાઠસમીક્ષા-શાસ્ત્ર/પદ્ધતિને વિકસાવી હતી. આમાંથી પ્રેરણું લઈને, આપણું સંસ્કૃત પ્રત્યેની પાઠસમીક્ષા કરવાનું કાર્ય ઇ. સ. ૧૯૧૯ની આસપાસ ભારતમાં ભારતીય વિદ્વાન દ્વારા શરૂ થયું છે. આ પ્રવૃત્તિના આરંભે શકવર્તી ગણી શકાય એવી “મહાભારત ”ના આદિપર્વની સમીક્ષિત આવૃત્તિ પ્રોફે. શ્રી વી. એસ. સુકથંકર સાહેબે ભારડારકર એરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, (BORI) પૂના દ્વારા ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત કરી. પરંતુ આ પ્રવૃત્તિને જોઈએ એટલે વેગ હજી મળ્યું નથી, તથા પાદસમીક્ષા એટલે શું? એની મૂલગામી સમજ પણ બહુ પ્રચારમાં આવી નથી. બીજી તરફ સંસ્કૃત પાઠયગ્રાની પાઠસમીક્ષા જે બહુવિધ સમસ્યાઓથી ગ્રસ્ત છે, તથા ઉદારતાવાદી અને રૂઢિવાદી દૃષ્ટિકોણવાળી પાઠસમીક્ષા કયારે, કેટલા અંશે અમલમાં મૂકવી? તે વિષે પણ વિવેકની આવશ્યકતા છે. પ્રસ્તુત લેખમાં એની સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે.
પાઠસમીક્ષા (Textual Criticism) અથવા તો સમીક્ષિત પાઠ સંપાદન (Critical Text-Editing)ને ખ્યાલ અને કાર્યક્ષેત્ર આરંભે સ્પષ્ટ કરી લેવા જોઈએ. કોઈ પણ (સંસ્કૃત) મન્થને પાઠ (Text) પ્રાંતલિપિઓની પ્રતિલિપિમાં સંક્રમિત થતા થતે આજે મળતી હસ્તલિખિત પ્રતેમાં જે ઊતરી આવ્યો હોય છે, તે પ્રતિલિપિ કરનાર લહિયાઓના અનેક પ્રકારના પ્રમાદને કારણે સ્વેચ્છાએ કે અનિચ્છાએ તથા અકસ્માતને કારણે વિકૃત, અશુદ્ધ કે ખંડિત થયેલ હોય છે. આથી હસ્તલિખિત પ્રતોમાં જળવાઈ રહેલા એ એક જ કૃતિના વિવિધ
“સ્વાદયાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૧૩૫-૧૬.
* અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત - સંત પા ઠસમીક્ષા ” વિષયક રાજ્યસ્તરીય પરિસંવાદ (તા. ૮-૧૦ માર્ચ, ૧૯૯૭)માં રજૂ કરેલા લેખ.
+ અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
For Private and Personal Use Only