SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસંત મિ. પરીખ અવાસીઓને પણ પરિભાષાના ભારથી આક્રાન્ત ટીકાઓ દુર્બોધ લાગે છે. આમ હેવાથી સમયાંતરે આવા ટીકાગ્રન્થને અભ્યાસ પ્રમાણમાં મંદ પડતો ગયો. એ ગ્રન્થા જે તે પરંપરામાં સિદ્ધહસ્ત ગુરુઓ પાસે જ ભણવા પડે તેવી સ્થિતિ નિર્મિત થઈ. અને એવા સમયે પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ આવી. પશ્ચિમી વિદ્વાને અને તેમના અભિગમના પ્રભાવ નીચે ભારતમાં પણ ભારતીય દર્શનનું જ્ઞાન મહદંશે અંગ્રેજીમાં લખાએલા ગ્રન્થના આધારે મેળવવાનું વલણું વધતું ચાલ્યું. ફલનઃ મૂળ ગ્રન્થ અને તેમની ટીકાઓના અભ્યાસ પ્રત્યેને ઉત્સાહ મંદ પડતે ગયે. સભાગે વર્તમાન સમયમાં એ પરંપરાને નવચેતન આપવાના સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ ટીકાઓનાં આ વિપુલ સાહિત્યનું અધ્યયન સ્પષ્ટ કરે છે કે ભારતીય મનીષીઓનું ચિંતન, ગગનને આંબવા જેટલી છલાંગ લગાવી શકે છે અને ગમે તેવા વિરોધી વિચાર પણ આ દેશમાં મુક્તપણે અભિવ્યક્ત થઈ શકે છે. માત્ર વિચાર સ્વાતંત્ર્ય જ નહીં પણ પ્રતિપક્ષી પ્રત્યે પણ સમાદર એ ભારતીય સંસ્કૃતિનું એક ઉમદા લક્ષણ છે એ સત્યને પરિચય સમગ્ર જગતને પણ તેનાથી થયો છે. એ એક મહાન સિદ્ધિ છે. - * કેટલીક મર્યાદાઓ હોવા છતાં પણ ભાખ્યો અને ટીકાઓ આ જ સંસ્કૃત ભાષામાં સચવાઈ રહેલા ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાને ટકાવી રાખે છે. એટલું જ નહીં પણ રસ, વિવેચન અને શાસ્ત્રીય ચિંતન વગેરેની સક્ષમ પદ્ધતિઓ પણ આપી છે. અને સાચી વાત તે એ છે કે આ ટીકા સાહિત્યના અભાવમાં સત્યના સહસ્ત્રદળ કમળ સુધી પહોંચવાનો માર્ગ આપણને કયાંથી પ્રાપ્ત થાત ! For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy