SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસતકુમાર મ. ભટ્ટ પ્રકારના પાઠમાંથી મૂળ પ્રન્થકાર (જ) લખ્યું હોય એવા મૂળ પાઠને (Original text)ને શોધી ક્રાઢો, અનુમાનો; અને કાલાન્તરે પ્રવેશેલાં હોય એવાં પાઠાન્તરને પાદટીપમાં ચોક્કસ પદ્ધતિએ સંગૃહીત કરવાં-એનું નામ “સમીક્ષિત પાઠ સંપાદન ” છેઆવા સમીક્ષિત પાઠસંપાદનમાં ચોકકસ પદ્ધતિએ પ્રક્ષેપ શોધી કાઢી તેમને અસ્વીકાર કરો, તથા ખંડિત અંશેનું શક્ય હોય ત્યાં સુધી સહાયક સામગ્રી વગેરેને આધારે પુનર્ગઠન (reconstruction) કરવાનું કામ પણ હાથ ધરાય છે આમ ઉપર નિર્દોર્યું તેમ પાઠસમીક્ષાનું હાર્દ એ વાતમાં છે કે હસ્તલિખિત પ્રતે (manuscripts ) પારફુલિપિઓમાં સંક્રમિત થયેલા વૈવિધ્યપૂર્ણ શ્રદ્ધાશુદ્ધ પાઠમાંથી મૂળગ્રન્થકારને અભિપ્રેત હોય એવા પાઠનું સંશોધન અને પ્રતિષ્ઠાપન. પરંતુ સંસ્કૃત ગ્રન્થના સન્દર્ભે જ્યારે આવી પાસમીક્ષા હાથ ધરવામાં આવે ત્યારે તે બહુવિધ સમસ્યાઓથી પ્રસ્ત છેએ વાતથી પણ આપણે પહેલા સભાન થવાની જરૂર છે. જેમ કે, (૪) રામાયણ-મહાભારત જેવા લોકપ્રિય આર્ષ મહાકાવ્ય (epics) અને પુરાણેને પાઠ યુગે યુગે અને જુદા જુદા પ્રાન્તોમાં સતત ઉપખંહણ પામતા ગયા છે. ( દા. ત. “જય માંથી ભારત', અને “ભારત માંથી “મહાભારત' થયું-એમ મહાભારતના ત્રણ સંસ્કરણે થયાનું કહેવાય છે.) આથી જે કૃતિઓને પાઠ સતત વિકસતો રહ્યો છે તેને “મૂળપાઠ” કર્યો હશે ? તેને નિર્ણય થઈ શકે એમ જ નથી. આવી જ સ્થિતિ પુરારાના પાઠને પણ લાગુ પડે છે. બી. વી. એસ. સુકથંકરજી લખે છે કે-Ours is a problem of textual dynamics. rather than in textual statics પ્રાચીનતમ ગણાતા ‘મસ્યપુરાણવિશે એમ પણ કહેવાય છે કે તે પહેલાં-મૂળમાં-એવપુરાણ હતું, અને પાછળથી તેને વૈષ્ણવપુરાણું બનાવાયું છે. આમ સતત વિકસતી અને બદલાતી રહેલી પાઠપરંપરાઓવાળી કૃતિઓને કયે અંશ કઈ સદીમાં ઉમેરાયો હશે ? વગેરે અનેક પ્રશ્ન જાળ આ કૃતિઓ સાથે વીંટળાઈને પડી છે. (8) સત્રશૈલીમાં રચાયેલા ગ્રા, જેવા કે – ૧. પાણિનિએ રચેલું “ અષ્ટાધ્યાયી ' વ્યાકરણ અને ગૌતમ ઋષિ પ્રણીત ન્યાયસૂત્રોને પાઠ પણ કાળક્રમે બદલાતો રહ્યો છે, અથવા તેમાં 1 Textual Criticism, a goneral term given to the skilled and mothodical application of human judgement to the settlement of toxts. By a "text" is to be understood a document written in a language known, more or less, to the inquirer, and assumed to have a meaning wbich has been or can be ascertained. The aim of the textual critic' may then be defined as the restoration of the text, as far as possible, to its original form, if by original form we understand the form intended by its a athor. Postgate J. P., the Encyclopedia of Britannica, Vol. 22, pp. 6-11, 2 Sukhathankar V. S., Prolegomena 10 Mahabharata Adiparvam, BORI, Pune, 1933, p. lxxvii. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy