________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંત મિ. પરીખ
વાર્તિક મૂળ ગ્રંથમાં જેમને નિર્દેશ થયો છે તે પદોના અર્થને તે સ્પષ્ટ કરે જ, પણ સાથે સાથે જે સ્પષ્ટ કહેવાયું નથી, પણ અયાહત છે તેને પણ સમજાવે છે, અને જે દુરહ કે અધરું છે તેને સરળતાથી રજુ કરે છે જે ભાષ્ય અને વાર્તિક ઉપરાંત વૃત્તઓ, ટીકાઓ વગેરે પણ લખાયાં છે અને તેમનું ક્ષેત્ર તે કાવ્ય, શાસ્ત્ર, ભાષ્ય અને વાર્તિક વગેરે સુધી વિસ્તર્યું છે.
સૂત્ર પરના ભાષ્યનું સ્થાન પ્રાયઃ મૂળ ચન્હ જેટલું જ મહત્ત્વનું છે. કેટલાંક ભાગે તો એમની વિસ્તૃત સમજૂતિ, સર્વગ્રાહી ચર્ચા-વિચારણા અને મધુર શૈલીથી મૂળ ગ્રંથ કરતાં પણ વિશેષ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમાં વ્યાકરણ શાસ્ત્રનું પાતંજલ મહાભાષ્ય, જૈમનીના મીમાંસા સૂત્ર પરનું શબરભાષ્ય, શિષક સૂત્રો પરનું પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયસૂત્ર પરનું વાત્સ્યાયન ભાષ્ય, અને પ્રસ્થાનત્રયી પરના શાંકરભાષ્યો ધ્યાનાર્હ છે.
ભાણ, વાર્તિક કે ટીકા વગેરેની નિરૂપણ પદ્ધતિમાં કદાચ ભેદ હશે પણ સમય જતાં વૃત્તિઓ કે ટીકાઓ પણ માત્ર શબ્દાર્થ સમજાવવા પૂરતી જ સીમિત ન રહી. તેમનામાં પણું ભાષ્યની જેમ વિસ્તૃત છ વટ, તથા પૂર્વપક્ષ-સિદ્ધાંતપક્ષની પદ્ધતિએ ચર્ચા વિચારણા થતી જોઈ શકાય છે.
આ ભાષ્ય કે ટીકાઓએ મૂળગ્રંથ અને વાચક વચ્ચે સેતુબંધનું મહત્વનું કાર્ય કર્યું છે. મળના પદોને સમજાવવા ઉપરાંત પણ એમ અનેક રીતે એમની ઉપાદેયતા સિદ્ધ કરી છે તે જોઈએ.
કાવ્યગ્રંથેમાં કલેષગૂઢતા કે ચિત્ર કાવ્યોના એક કે બે જ અક્ષરો દ્વારા રચાતા વિવિધ બંધના અર્થને પામવામાં આ ટીકાઓ મોટો આધાર બની રહે છે.૪ આવા કલેકાથ સમજાવવા ઉપરાંત આ ટીકાઓ કયારેક જે તે લેકના છંદ, અલંકાર વગેરે પણ દર્શાવે છે. નાટક હોય તો તેમાં રહેલી પંચસંધિ વગેરે પણું સ્પષ્ટ કરી આપે છે. છંદ, અલંકાર, સંધિ વગેરેના શાસ્ત્રીય લક્ષણે આપે છે. કાવ્યશાસ્ત્રીય સિદ્ધાન્તો કે વ્યાકરણશાસ્ત્રના અવતરણે પણ
२ उक्तानुक्तदुरुक्तार्थव्यक्तिकारि तु वार्तिकम् । ૩ સર. સત્ત: સન્નિવેષના શિશુ ૨.?? ૪ ઉદા. શ્રીહર્ષના નષધચરિતમાં દમયંતીસ્વયંવર પ્રસંગે નલ રાજાનું વર્ણન કરતે બ્લેક
देवः पतिविदुषि ! नैषधराजगत्या निर्णीयते न किमु न वियते भवत्या । नायं नलः खलु तवातिमहानलाभो
यद्येनमुज्झसि बरः कतरः परस्ते । १३-३४ ચાર દેવો પણ નળનું રૂપ ધરી આવ્યા હતા અને આ સાચે પાંચમે નળ. એટલે આ શ્લોકમાં શ્લેષથી એવુ વર્ણન કરવામાં આવ્યું છે કે તે ઈન્દ્ર, વાહન, યમ, વરણું અને નળ એ પાંચેયને લાગુ પડે. ટીકાઓની સહાયથી જ આ પાંચ અર્થો સમજી શકાય છે.
For Private and Personal Use Only