SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સાહિત્યની વિભાવના 11 વ્યંગવાણીમાં, ટાગાર અને મહાદેવીની મધુર પણ મર્મ વાણીમાં રહસ્યમયતા કેવી ભરી છે એ તે સર્વવિદિત છે. ભારતીય પ્રાએ સ્થૂળ ભવબધના અને જન્મજન્માંતરના ફેરામાંથી મુક્તિ પામવાની કામના હંમેશાં સેવી છે. એ કારણે સૃષ્ટિમાં પ્રવર્તતા કર્યાંના સાભોમ નિયમમાં અને નીતિના સામ્રાજ્યમાં વિશ્વાસ રાખ્યા છે. જીવનના ચાર પુરુષાર્થાની યોજના વિચારી છે. નિષ્કામ ભાવ અને નિરાસક્ત દષ્ટિની હિમાયત કરી છે. અનાસક્તિ યાગના મહિમા કર્યો છે. અષ્ટાંગ માર્ગોંની સહાય વડે દુ:ખમાંથી મુક્તિના માર્ગ ચીંધ્યા છે. વિવેકજ્ઞાન વડે જીવન્મુક્તિ અને શરીરનાશ બાદ અવિનાશી દુ:ખત્રયના લેપ વડે વિવેકમુક્તિને ખ્યાલ સ્વીકાર્યા છે. વાસનામેાક્ષ અને સર્વાંગી મુક્તના ખ્યાલે મુખ્ય ગણ્યા હોવાથી વેદોમાં ભારતીય કવિએ પ્રાથ્યુ છે ઃ *આ નો મજ્જાઃ તવો યન્તુ વિશ્વત: '. એ પ્રાર્થનાના ભાતીગળ આવિર્ભાવા એટલે કવિવર ટાગોરની કાવ્યરચનાઓ. મુક્તિના આ ભાવ મેધાણી, નિરાલા, સુબ્રહ્મણ્યમ ભારતી, બંકિમચંદ્ર ચેટરજી, કાજી નઝરુલ ઇસ્લામ વલ્લાતાળ, ચકબસ્ત અને અબિકા ચૌધરીમાં એક રૂપે તે શ્રી અરવિંદ, ધર્મવીર ભારતી, નીરજ વગેરેમાં ખીન્ન રૂપે વ્યક્ત થયા છે, હું જ રહું વિલસી સહુ સંગ, હું જ રહું અવશેષે ' એ સર્વેદના ભારતીય સાહિત્યની એક મુખ્ય સંવેદના છે. ભારતીય સાહિત્યમાં અભિવ્યકત થયેલી મુખ્ય સંવેદનાએ! જોયા પછી ભારતીય સમસ્યાઆ અને એમનું ભારતીય સાહિત્યમાં કેવું પ્રતિનિધાન થયું છે એ જોઇ એ, સારાય વિશ્વમાં ભારતીય સમાજની એક વિશિષ્ટતા છે, તે છે તિપ્રથા અને કુટુંબસ'સ્થા. દહેશતના માર્યા જંગલી જાનવરે ટાળું બનાવીને પોતાની સુરક્ષાના વ્યુહ તૈયાર કરે છે, તેમ ભારતીય લોકસમાજે પણ જાતિ, ભાષા અને ધર્મની વ્યુહરચના કરી છે. કોઈ કાળે ટકી રહેવા માટે એ જરૂરી હશે. પણ એમાંથી જે જ્ઞાતિવ્યવસ્થા ઊભી થઈ તેણે ભારતીય જનજીવનમાં કેટલીક સમસ્યાએ પણ ઊભી કરી છે. જ્ઞાતિના ધારાધોરણો અને પચ-ફેસલાઓના સ્વીકાર એની લાચારી બનો રહ્યાં છે. જીવ મળી ગયા હોવા છતાં જ્ઞાતિભન્નતાને કારણે જીવનમાં જોડાઈ ન શકાતાં દુભાતા, હિજરાતા, સિઝાતા મળેલા જીવ'ની ટ્રેજેડી સમાજ નામના નિષેધપવતને કારણે છે. સામાજિક રૂઢિંબધનાને કારણે પરણી ન શકતા, રહે‘સાતા અને કરમાતા ભિન્ન જ્ઞાતિ યુવાન હૈયાંઓની સમસ્યાએ ભારતની તમામ ભાષાના સાહિત્યમાં નિરૂપાયેલી જોવા મળશે. એ જ રીતે સયુક્ત કુટુ બવ્યવસ્થાને કારણે રીબાતા—રૂ ંધાતા કુળવધૂના જીવનની જે દાસ્તાન ગોવર્ધનરામની * સરસ્વતીચં’દ્ર ' નવલકથાના ખીન્ન ભાગ · ગુણુસુંદરીનું કુટુંબજાળ 'માં છે તેવી અન્ય ભારતીય ભાષાના સાહિત્યમાં પણુ વાંચવા મળશે જ. ભારતીય સમાજમાં છેક જન્મથી માંડી મૃત્યુ સુધી વિવિધ ક્રાળ અને અવસ્થામાં સ્ત્રીને જે અન્યાય, અપમાન, સિતમ, શોષણ, વચનાને ભાગ બનવું પડે છે, દહેજ, તિરસ્કૃતિ, છૂટાછેડા, છેડતી, બળાત્કાર વગેરે સમસ્યાએ વેઠવી પડે છે, આવી યાતના—વિટંબણુામાં જે રીતે સબૂરી અને લાચારી દાખવી ટકી રહેવા મથવું પડે છે એ બધી ઘેરી સમસ્યાએ છે. આ સમસ્યાએનું અત્યંત હૃદયવિદારક ચિત્રણ ભારતીય સાહિત્યની ‘ સાત પગલાં આકાશમાં ’, ‘ થયક ', પ્રથમ પ્રતિશ્રુતિ ’, ‘ અમૃતસ્ય પુત્રી ’, સજા ' વગેરે કૃતિમાં તેના મળે છે. એક યા બીજા કારણે તૂટતાં ધરની સમસ્યા પશુ દારુલ્યુ છે. તેનુ - સ્વા ૩ For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy