________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२२
નરેશ વેદ
ચિત્રણ “ગૃહદાહ', “ ગૃહભંગ ', “પેક મેડલુ ', “સાંજઈ બેદી ', “ યાત્રાને અંત” વગેરે કૃતિઓમાં છે. ભારતીય સમાજમાં નારીની માફક બીજે દમિત–પીડિત વર્ગ છે દલિતને. ઊંચનીચ વર્ણ અને પૃશ્ય-અસ્પૃશ્યના ખ્યાલને કારણે હરિજન-ગિરીજન-આદિવાસી પછાત જાતિઓએ વર્ષો સુધી આ દેશમાં જે દુઃખદર્દ, પીડા અને યંત્રણા ભગવ્યાં છે, એ કારણે એમનાં જે આજંદ અને આક્રોશ છે તે ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષાઓના દલિત-સાહિત્યમાં, બંગાળના હંગ્રી જનરેશનના, કર્ણાટકના દિગમ્બરેના, તામિલનાડુના વ્યાધ્રોના અને આંધ્રપ્રદેશના નકસલવાદીઓના સાહિત્યમાં વ્યક્ત થયાં છે. દયા પવારની “ઉપર ', શિવાજીરાવ સાવંતની “મૃત્યુંજય ', મહાકતા દેવીની “હજાર ચુરાશિરમા' અને અન્ય રચનાઓ આવી સમસ્યાઓનું વેધક નિરૂપ કરતી ભારતીય રચનાઓ છે. વર્ણપ્રથા અને કોમજાતિના ખ્યાલને કારણે બ્રાહ્મણે, શદ્રો, ખ્રિસ્તીઓ, મુસ્લિમ જેવી વિવિધ કોમ અને જાતિઓ જે સમસ્યાઓને સામને કરી રહી છે એને ઘેરો ચિતાર “ બ્રાહ્મણીકમ', 'પરિષ્કારપની', “પરા ', ' આધા ગૌવ', “મિહિર જિરી', “કડિયરસ' જેવી ભારતીય રચનાઓમાં મળે છે. ગંદા વસવાટમાં અભાવમસ્ત લાચાર જીવન જિવતાં લોકોનાં જીવનપ્રશ્નોનું અંકન “માહિમચી ખાડી ', “વરુણ કે બેટે', “એમીન ', “એમાના ડુડી', “તેદો', “તેટ્ટિયુટે મકન', “અછૂત ', “હરિજન', “હરિદાસી', દેવદાસી' વગેરે રચનાઓમાં થયું છે. ભારતની વસતીને મોટે ભાગ ગામડાઓમાં વસે છે. ત્યાંના લોકોની સમસ્યાઓનું રૂપ ભારતીય સાહિત્યમાં વિવિધ ભાષાઓમાં સમાનરૂપે આલેખાયું છે. જેમ કે, પ્રામજીવનને અસર કરતી કુદરતી આપત્તિઓ, જમીનદાર-દેવાદારના પ્રશ્નો, ખેડૂતનાં શારીરિક-માર્થિક શોષણ, ગ્રામજીવનને દુષિત કરતું રાજકારણ, ગ્રામજીવનમાં મૂડીવાદી ઘટકો અને એકમોની ભૌતિક અને વૈચારિક સ્તરે થતી ઘૂસણખેરી વગેરે સમસ્યાઓનું યથાર્થ ચિત્ર, “માનવીની ભજઈ', “લીલુડી ધરતી', “ગોદાન', “ રાગ દરબારી ', ગણદેવતા , મેલા આંચલ ', “પ્રામાયણ’, ‘મરાની મરિણુગ ', ‘ગારંબીયા બાપુ', “ લેક-દુશ્મન', ખેત જાગે ', “નદાઈ', “પદબલિ ', “ધી વિલેજ', “કાનાપુરા ', “સરાઈ', “ઉકા', ચેલારા દેવુલુ' વગેરે રચનાઓમાં ઉપસ્યું છે. બેકારી અને ગરીબીની સમસ્યા–તેને વ્યક્તિ, કૌટુંબિક સંબંધે, ગુન્હાખોરી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પડતો પ્રભાવ તેની કેટલીક લાક્ષણિક્તાઓ સાથે ભારતીય સાહિત્યમાં નિરૂપાયો છે. આવી સમસ્યાઓ નિરૂપતી ભારતીય રચનાઓમાં ધ્યાન ખેંચતી કેટલીક આ છે : “ચક્ર', 'જહાજકા પંછી', “ગલી આગે મુડતી હૈ', “શબ્દાનલ', મુલા પડુલુ', “ સમ્રાટ દૂ', “ પ્રતિદી', “જન અરણ્ય'. હિંદુસ્તાન-પાકિસ્તાન રૂપે દેશનું જે વિભાજન થયું એ ધટના ભારતીય પ્રજા માટે એક અત્યંત વિભકારક, દુઃખદ અને કમનસીબ ઘટના હતી. એને કારણે જે સમસ્યાઓ ઊભી થઈ હતીજેવી ડે-કોમી રમખાણ, ભયતરત હિજરત, ઉન્મલિત નિર્વાસિતે તેમની બીક, વેદના અને વ્યથા, તેમને પુનર્વસવાટના પ્રશ્નો યથાર્થ ધરાતલ પર ‘તમસ ', ‘જુઠા સચ ', “દો દાનવા ', • આઝાદી ', “ટ્રેઈન તુ પાકિસ્તાન ” “સુનીતા', ‘ ગદ્દાર', “ ઔર ઇન્સાન મર ગયા ', “ રકતર બદલે રક્તા” વગેરે કૃતિઓમાં નિરૂપાયા છે. દેશમાં આઝાદી બાદ જે સમસ્યાઓ વકરી છે, જેવી કે, સામાજિક રાજકીય અને અમલદારી સ્તરને ભ્રષ્ટાચાર, રાજકારણનું અપરાધીકરણ, વાયનું વ્યાપારીકરણ, પેલીસતંત્રની નિષ્ફરતા, નિષ્ફળતા અને કરતા, સત્તા હાંસલ કરવા
For Private and Personal Use Only