SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ આપણે આત્મા કહીએ તો ચાલે, તે તેના બધા અપરાધ કરતાં મહાન છે. મારી સાહિત્યકૃતિઓમાં તેનું હું અપમાન નહીં કરું એ જ મારી ઈચ્છા છે.' સાધારણ કે પામર જણાતી વ્યક્તિઓમાં પણ ક્યાંક કોઈ ઉત્તમાંશ હોય, એવાં ગૂઢ સદ્ગુ માટે પણ તેઓને આદરણીય ગણ્યા છે. નિતાંત પતિત વ્યક્તિમાં પણ ક્યાંક 3 ડે અખૂટ સૌજન્ય હોવાની વાત સ્વીકારી છે. ખલનશીલ માનવીની ભીતર જે મનુષ્યત્વ રહ્યું હોય છે તેને પ્રમાણવાને ભારતીય સાહિત્યકારે સદા સર્વદા પ્રયત્ન કર્યો છે. “મનુષ્ય પાપ ના હૈ, ન પુષ્પ પર , થટ્ટ સિર્ફ થી રક્ષા , જો પાના પતા હૈ” એવું જીવન સત્ય પ્રગટ કરવા ભગવતીચરણ વર્માએ ‘ચિત્રલેખા' નવલકથા લખી છે. શરદચંદ્ર ચેટર્જી, વિભૂતિભૂષણ બેનર્જી, પ્રેમચંદજી, વિ. સ. ખાડેકર, કારણ મહાન્તી વગેરેની કથાસૃષ્ટિમાં આ સંવેદનાઓનું થયેલું નિરૂપણ ઉદાહત કરવા જેવું છે. તે રવીન્દ્રનાથ ટાગોર અને કનૈયાલાલ મુનશી એ માનવમાં રહેલા મહામાનવનું ચિત્ર ઉપસાવવાને પુરુષાર્થ કર્યો છે. “હું માનવી માનવ થાઉં તે ધણું ” અને “ વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની ' એ ભારતીય જનતાની મૂળભૂત સંવેદના ( prime sensibility) છે. ભારતીય પ્રજાની માનસિકતામાં આધ્યાત્મિકતા, રહસ્યાત્મકતા અને આંતરદષ્ટિપરક આત્મિકતા ઓતપ્રોત છે. ભારતીય પ્રજા મૂળભૂત રીતે ધર્મભાવનાવાળી, શુભ, શિવ અને મંગલના તવોમાં આસ્થા રાખનારી પ્રજા છે. એને મન ધર્મ એટલે સંપ્રદાય, પંથ કે ફિરસ્કાઓ નહીં, પણ પિતાને ધારણ કરનાર આંતરિક સંબલ એટલે ધર્મ. ધર્મ એટલે ધર્માચરણ. સંસારનાં શુભ, શિવ અને મંગલને અનુકૂળ રીતે આંતરભાવને વ્યક્ત કરવો એનું નામ ધર્મભાવના. આવી ધર્મભાવના દાખવી જેમણે જીવનભર ધર્માચરણ કર્યું એ શ્રી રામ, યુધિષ્ઠિર, રાજા હરિશ્ચંદ્ર વગેરેએ ભારતીય પ્રજાના ચિત્તમાં પોતાનું કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું છે. એક ઉદ્ધત અને ઉછુંબલ રાજસત્તાએ એક સતીનાં શીલ અને સ્વમાનનું અપમાન કર્યું અને ધર્મની ગ્લાનિ થઈ ત્યારે ધર્મની પુનઃ સંસ્થાપના માટે કુરુક્ષેત્રનું યુદ્ધ ખેલાયું અને શ્રીકૃણે હાથમાં ધુરા અને શમ સંભાળ્યાં. “ધમેં જય અને પાપે ક્ષય' એ સરેરાશ ભારતવાસીની માન્યતા છે. આ ધર્મનું તત્ત્વ અકળ અને આછાદિત છે, ગૂઢ અને ગુહ છે. એટલે ગૂઢ અને ગવ વિદ્યા તરફ અને જીવને, જગત, જીવ અને શિવની અકળ સ્થિતિગતિ અંગે એક જાતના રહસ્યાત્મક વલણ તરફ ભારતીય પ્રજામાનસને ઝોક છે. આથી જમા સુધી સચરાચર વ્યાપ્ત એક શ્રીમત બર્જિત અને વિભૂતિમત ચેતના તરફ એની દષ્ટ છે. એની ભાળ, સ્થૂળ ચર્મચક્ષુથી, આ પરિદશ્યમાન ભૌતિક જગતમાં નહીં, પણ આંતરદષ્ટિપક દિવ્યચક્ષુ વડે આત્મલકમાં મળે એની એને પતીજ છે. એટલે જ્ઞાન, ભકિત, યોગ અને કર્મ એ ચાર માર્ગો વડે ત્યાં પહોંચવાની તેણે કલ્પના કરેલી છે. શંકરદેવ, ચંડીદાસ, સૂરદાસ, તુલસીદાસ, પુરંદરદાસ, બલરામદાસ, ત્યાગરાજ, તુકારામ, નરસિંહ, મીરાં, અwા, લલ, અંડાઈ, આવીવાર, કાન્હા પાત્ર જેવાં ભારતીય સંતની ઉજજવળ વાણમાં આ સંવેદનાઓ હદયસ્પર્શી રૂપમાં પ્રગટી છે. તમિલ ભાષાને “સંગમ સાહિત્ય', કન્નડ ભાષાનું વચન સાહિત્ય', ઈતર પ્રાંતની ભાષાઓનું “ભજનસાહિત્ય ', હારા અને મુસ્લિમોનું “ગિનાન અને નસી અસાહિત્ય' આ ભાવસંવેદનાથી છલછલ છે, કબીરની અવળવાણુમાં, અખે, દાક, ભાસર, ભીમ અને વમનની For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy