________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય અને વિજ્ઞાન મૂક્યતન
અને આત્મતત્વનું મહત્વનું “કરણ' છે. એક તરફ એ બાહ૫ જગત સાથે સંબંધ રાખે છે તે બીજી તરફ એ આત્મતત્વ સાથે આંતરિક રીતે સંબંધિત છે. મન વાસ્તવિક રીતે “સાધન' છે છતાં તે મૂલ્યગામી બનવાની ક્ષમતા ધરાવે છે કારણ કે એ ' ક્રિયાલક્ષી' છે. તેમાં “રાજસતસ્વ” પણ રહ્યું છે. એ સત્વ તેમજ તમસ બંનેમાં ભાગ લે છે.
જેનદન: મનેવિજ્ઞાન : સામાન્ય રીતે આસ્તિક અને નાસ્તિક દર્શનમાં આ એક એકવાકયતા છે કે તેમાં મનની “ સક્રિયતાને સ્વીકારવામાં આવી છે એટલું જ નહિ પરંતુ ' ઇન્દ્રિય” અમુક અંશે “પ્રાયકારી” છે એમ પણ ગૃહીત કરવામાં આવ્યું છે. સવિશેષ દશ્ય અને શ્રાવ્ય ઇન્દ્રિય અંગે સામાન્યતઃ એમ સ્વીકારવામાં આવ્યું છે કે એ “બહાર' જાય છે અને પોતાના વિષયને ગ્રહણ કરી લે છે. આ સંદર્ભમાં જૈનદર્શન “ દ્રવ્ય-ઇન્દ્રિય” અને
ભાવેન્દ્રિય ' વચ્ચે જે ભેદ દર્શાવે છે તે નોંધપાત્ર છે. પક્ષીઓમાં ઘુવડ રાત્રિના પણ ચક્કસપણે જોઈ શકે છે અને પિતાના વિષયને પકડી પાડે છે. કુતરાઓમાં ગંધસંવેદનનું વિશેષ જ્ઞાન હોય છે. એ તો દર્શાવે છે કે ઇન્દ્રિયજ્ઞાન કેવળ તેના ગોલોક પૂરતું જ મર્યાદિત રહેતું નથી પરંતુ એ બહાર જાય છે અને પ્રદત્તોને ગ્રહણ કરી લે છે.
સંસ્કાર અને મન : ભારતીય અને વિજ્ઞાનમાં ઇન્દ્રિયસંસ્કારને ખ્યાલ સવિશેષ પ્રતિપાદિત થયો છે. અહીં સંસ્કારને અર્થ કેવળ નૈતિક સંસ્કાર એમ થતું નથી. સંસ્કાર એ મગજ અને ચિત્ત પર અંકિત થતી અચેતન ગ્બી છે. સંસ્કારના ખ્યાલ તારા અચેતન, બાતલક્ષી અને પૂર્વના વ્યાપારને ધ્યાનમાં લઈ શકાય છે અને તેનું નિર્ધારણ વર્તમાન અનુભવ અને ઘડતરમાં કેટલે દરજજે થાય છે તે સમજી શકાય છે. સંસ્કાર એ માનવચિત્તની મૂળભૂત જન્મદત્ત “વૃત્ત' (Instinct) સ્પષ્ટ કરે છે. જે રીતે સ્મૃતિને આધાર મગજની “કેડી' પર છે એ રીતે ઇન્દ્રિયજન્ય સંસકાર જે અંશે બલવત્તર હોય છે તે અંશે ક્રિયા અને પુરુષાર્થ સબળ રૂપે ધારણ કરે છે. કેળવણી, પુરુષાર્થ અને માવજત સંસ્કારને યોગ્ય દિશાએ પર્યાપ્ત રીતે વાળે છે પરંતુ છૂપા બીજની માફક એ અંતનિહિત રહે છે.
મન એ જાગૃત, સુષુપ્ત અને અજાગ્રત એમ ત્રણ પ્રકારનું છે. તેથી પંચેન્દ્રિ સાથે સહકાર મેળવીને એ બાહ્ય જગતનું સંમિશ્રિત જ્ઞાન પ્રાપ્ત કરે છે. તંત્રશાસ્ત્ર પણ શરીરમાં વિશેષ ચક્રો રહ્યાં છે અને તેને યોગ્ય રીતે ખીલવવાથી તેની શક્તિ મન અને બુદ્ધિના વિકાસ માટે ઉપયોગમાં લાવી શકાય છે તેમ માને છે. બે આંખનાં ભવાની વચ્ચે, કંઠમાં, હદયમાં. કરોડરજજની નીચેથી ઉપર સુધી ઈડા, પિંગલા અને સુષુણ્ણા નાડી રહ્યાં છે. આ ચક્રો પર યોગ્ય રીતે ધ્યાન કરવાથી તેમાં રહેલી સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે અને મસ્તિષ્કના સહચાર ચક્રને શિયાન્વિત કરે છે. માંડૂક્ય ઉપનિષદમાં “તુરીયા' અવસ્થાને ઉલેખ અને વર્ણન કરવામાં આવ્યાં છે. પતંજલિના યોગસૂત્રમાં સુષુણુ નાડી વિશે અને તેને જાગૃત કરવાના સાધને વિશે કહેવામાં આવ્યું છે. શૈતન્ય કે ચેતન અવસ્થા શુદ્ધ છેડી શકે છે એ પ્રદત્ત ભારતીય મનોવિજ્ઞાન આવકારે છે અને તેને ચરિતાર્થ કરવા સાધન તથા સાધનશદિને વિશિષ્ટ માર્ગ પ્રતિપાદિત કરે છે.
For Private and Personal Use Only