________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જેથી
આ યોગ અને મનનું સ્વરૂપ: મને અને શરીર વચ્ચેના સંબંધ અંગે ઉપનિષદે, ભગવદ્દગીતા, તંત્રશાસ્ત્ર, દર્શને અને આધુનિક રાજયોગ, ભક્તિયોગ, શ્રી અરવિંદને ગ્રંથ “યોગને સમન્વય” “શિષ્યોને લખાયેલા પત્રો', સમકાલીન સંતમહાત્માઓનાં લખાણો અને રામકૃષ્ણ પરમહંસ, રમણ મહષિનાં જીવન-કથનમાં વિશદરૂપે નિરૂપણ થયું છે. શરીર ભૌતિક હોવાથી મન પણ ભૌતિક પ્રભાવ હેઠળ રહે છે. આમ છતાં મનને સત્ત્વગુણવતન્યને વિશિષ્ટ પ્રકાશ અને ગુણ ઝીલે છે અને મનને પરિશુદ્ધ કરે છે. શ્રી અરવિંદ વેગને સમન્વય'ના જામ '૧માં મનના ત્રણ પ્રકારે દર્શાવે છે. (૧) શુદ્ધ મન (૨) પ્રાણલક્ષી મન અને (૩) બહિર્લક્ષી (Externalising) મન છે. શુદ્ધ મન તાત્વિક, મને વૈજ્ઞાનિક, સાહિત્યિક, વૈજ્ઞાનિક અને જ્ઞાનલક્ષી વ્યાપારને આલેખિત કરે છે. પ્રાણલક્ષી મન ઈચ્છા, વાસના, મહત્ત્વાકાંક્ષા અને પ્રાણલક્ષી સહજવૃત્તિઓના સંસ્કારોને વ્યવહારમાં મુકે છે. મનુષ્યની રોજબરોજની ઇચ્છાઓને આ પ્રકારનું મન પ્રયોજિત કરે છે. બહિર્લક્ષી મન ઇન્દ્રિયોને બહારના વિષય તરફ દોરી જાય છે. બહારના વિષયના ગુણોનું જ્ઞાન આ મન દ્વારા પ્રાપ્ત થાય છે અને મન તેને મૃત તથા બુદ્ધિમાં અંકિત કરે છે.' બહિર્મુખી મન ઈન્દ્રિયોની માફક બાહ્ય વિષય પ્રતિ દોરાય છે અને તેના ગુણોને પોતાનામાં કાં તે આવકારે છે અથવા જરૂર પડે છે તેને ત્યાગ પણ કરે છે. મન જડ હોવા છતાં રૌતન્ય સાથેના સંબંધને લીધે એ સભાનતા અને જાગૃતિનાં લક્ષણ પ્રાપ્ત કરે છે. સ્મૃતિ જે અંશે મગજને ભાગ છે અને તે હવે જરૂરી છે તે અંશે એ ભૌતિક છે. આમ છતાં ભારતીય મનેવિજ્ઞાન પૂર્વ અને પુનર્જનમમાં માને છે તેથી એ ચેતન આત્મતત્વ સાથે સંકળાયેલ છે. શ્રી અરવિંદ જ્ઞાનતંત્રમાં સ્મૃતિ પર વિશેષ પ્રકાશ ફેકે છે અને ચૈતસિક સ્મૃતિને પણ વ્યક્તિના સુપ્ત અને જાગૃત જ્ઞાનમાં સ્થાન આપે છે. સ્મૃતિને સમયના વાસ્તવિક ક્રમ સાથે સંબંધ આવે છે. તે આનુભવિક રીતન્ય (Empirical consciousness) ભાગ છે. તેમાં કૅત રહ્યું છે. પરંતુ દંતરૂપી ચૈતન્યની પાર્શ્વભૂમિકામાં અદ્વૈત અને એકમરૂપી ચેતના રહી છે. સ્મૃતિ ફક્ત યાંત્રિક સંગ્રાહકનું કાર્ય કરતી નથી પરંતુ એ સભાન અને જાગૃત પ્રક્રિયા છે.
ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આત્મતત્વના ચિતન વિશે આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. આત્મતત્વ સ્વયં આત્મતત્વને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એ જ તેને મિત્ર છે, એ જ તેને દુશ્મન છે. તેનાથી જ તેના સ્વરૂપને ચરિતાર્થ કરવામાં આવે છે. આ આત્મતત્વ કેવળ અદ્વૈત છે એવું સામાન્યત: માનવામાં આવે છે. પરંતુ તેને “પુરુષ', પરમ-આત્મા” “ નિરવયવ” અને “અનુમન્તા', “સાક્ષી” અને “અંતયામિ' એમ વિવિધ સ્વરૂપે વર્ણવવામાં આવે છે. વેદાંતના વિવિધ વ્યવસ્થિત ચિતમાં તેની અનુમતિઓ પર ભાર મુકવામાં આવ્યો છે. સાંખ્યદર્શન પુરુષતત્ત્વને આત્મતત્વના સ્વરૂપ તરીકે લેખે છે. અદ્વૈત વેદાંત તેને નિર્ગુણ, નિરવયવ, અમૂર્ત, કુટસ્થ નિત્ય તરીકે લેખે છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત
6 Sri Aurobindo : On Yoga ; Book Two ; To me one ; International Centre of Education ; Asharm, Pondichery; 1958; pp. 345–346.
7 Sri Aurobindo : Life Divine; Sri Aurobindo International Centre of Education; Ashram, Pondichery ; 1955; p. 613-614.
For Private and Personal Use Only