________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય મનોવિજ્ઞાન: મયાંકન
તેને બ્રહ્મતત્વના અંશ તરીકે લેખે છે. ચૈતન્ય તત્વ તાદાસ્યરૂપ નથી પરંતુ તે જગત “વિશે' છે. સ્વતત્વ અને વિષયતત્ત્વ વચ્ચે દૈત રહ્યું છે એમ તે લેખે છે. ભક્ત એ પરમતત્વને સંપૂર્ણ શરણે જાય છે અને તેની સાથે તાદામ્યભાવ બાંધે તેમ છતાં તેની વ્યક્તિમત્તા વિશિષ્ટ રીતે જળવાઈ રહે એવો આગ્ર સેવે છે.
આત્મતત્ત્વ અને મન: આત્મતત્વ શી રીતે બુદ્ધિ અને મનમાં પ્રવેશે છે ? એ પ્રશ્ન ભારતીય અને વિજ્ઞાનમાં વેદ અને ઉપનિષદોના સમયથી ચિતકો ઉપસ્થિત કરે છે. આત્મતત્ત્વ નિષ્ક્રિય અને સક્રિય એમ બંને પ્રકારે રહ્યો છે. મુંડક ઉપનિષદમાં ડાળ પરનાં બે પક્ષીની માફક આત્મતત્ત્વ નિષ્ક્રિય સાક્ષી છે તેમ એ સક્રિયપણે કાર્યમાં પ્રવૃત્ત પણ રહ્યું છે. ન્યાયદર્શનમાં આત્મતત્ત્વના એ ગુણ તરીકે સભાનતા રહી છે. એ પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટપણે રહ્યું છે. આત્મતત્વ મન અને બુદ્ધિના ગુણોને એકમમાં જાળવે છે. મનનું સ્વરૂપ ધ્યાન છે. એ અત્યંત સામ પળ ( Moment) સુધી જ ધ્યાન સેવી શકે છે. પરંતુ જેમ મોતીમાં સોય પરોવવાની હોય અને તેમાં ધ્યાન કરવું પડે છે તેમ મન પણ પરમાણુ (Atom) હોવા છતાં તે ટેવ અને અભ્યાસ દ્વારા એકતા પ્રાપ્ત કરે છે. જેમ કાગળોને સાંધવામાં સોયા દ્વારા સાંધવામાં આવે છે તેમ માનસિક વ્યાપારે જેવા કે લાગણી, ક્રિયા, ઈરા, નિર્ણય અને અન્ય શરીર, પ્રાણુજન્ય વ્યાપારમાં ધ્યાનના કાર્ય દ્વારા જીવને જ્ઞાતા કે કારક તરીકે જોડાય છે. આમ છતાં તાત્ત્વિક પ્રશ્ન એ ઉદ્દભવે છે કે “હું' તત્ત્વ સ્મૃતિ, સંકલ્પ, જ્ઞાન અને ભાવ સાથે શી રીતે તાદાસ્યભાવ કેળવે છે? આ ઉપરાંત તરણ, પુખ્ત, વૃદ્ધ એવી વ્યક્તિ આ એક જ છે” એ ઓળખાણ કોણ આપે છે ? બૌદ્ધદર્શનમાં આ પ્રશ્ન હેજે ઉદ્દભવે છે. જે સર્વ શારીરિક અને માનસિક વ્યાપાર ક્ષણિક હોય તે વ્યક્તિ પણ ક્ષણિક છે અને ક્ષણિક અવસ્થાઓ વચ્ચે કોણ “નિર્દેશિત ' વ્યક્તિ છે? આ સંદર્ભમાં બૌદ્ધ દર્શન “ સ્વરૂપ તાદામ્ય ’ને સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. જેમ પાશ્ચાત્ય જર્મન ચિંતક છ. ડબલ્યુ. એફ. ઈન્ડીઝ (૧૬૪૬-૧૭૧૬) વિષમતવમાં તાદામ્ય નો સિદ્ધાંત સુચવે છે તેમ બૌદ્ધ દર્શનમાં “સ્વ” સ્વરૂપને સિદ્ધાંત રજ થયેલ છે. જેનદર્શનમાં પણ આત્મતત્વની એકતા તથા એકરૂપતા અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય છે પરંતુ ચૈતન્ય પુદ્ગલતત્વ દ્વારા જડતત્વમાં વ્યાપ્ત છે એ સિદ્ધાંત દ્વારા એ એકતાના મુદ્દા તથા પ્રત્યયને ઉકેલ લાવે છે. શરીર અને આત્મતત્ત્વ વચ્ચે મૈતન્ય સેતુબંધ જાળવે છે. રૌતન્ય દીવા જેવું, પ્રકાશને આજુબાજુ ફેલાવવાનું કાર્ય કરે છે. અહંત અને તીર્થકરોની પરમચેતન અવસ્થા શુદ્ધ, અદ્વૈત અને તદન નિર્મળ સ્વરૂપની છે એ પ્રદત્તને જૈનદર્શનમાં સ્વીકારવામાં આવ્યું છે.
શૈતન્યના પ્રદત્તને શા માટે સ્વીકારવું એવો પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય. તે પ્રશ્નનો ઉત્તર ભારતીય ચિંતન અને દર્શન અનુસાર એમ આપવામાં આવે છે કે જે સ્વપ્ન અને નિંદ્રા એ જ શરીર અને મનની અવસ્થામાં હોય તે તેનું સત્યાસત્ય શોધવું મુશ્કેલ બને છે. સ્વપ્નવિહોણી નિદ્રા પણ સંભવી શકે છે. તેને આંતરિક સાક્ષી એ ચેતનસ્વરૂપ આત્મતત્ત્વ છે. જાગૃત અવસ્થા દરમ્યાન જો કે મનત ક્ષણિકતા અને પરિવર્તનશીલતા અનુભવે છે તેમ છતાં અધિષ્ઠાન તરીકે શુદ્ધ જાગૃત અવસ્થા કે ચૈતન્યને સ્વીકારવું જરૂરી થઈ પડે છે. અલબત્ત ભારતીય પરંપરામાં જે ચિંતકે ભક્તિના સાધનને સાક્ષાત્કાર તથા મુક્તિ માટે ઉત્તમ લેખે છે એ ચૈતન્યને વિષય-સાપેક્ષ
For Private and Personal Use Only