________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ... બધી
લેખે છે. શૈતન્ય પરમશુદ્ધ, નિરપેક્ષ અને નિરાલંબી છે એમ એ સ્વીકારતા નથી. ભક્ત માને છે કે વ્યકિત અને પરમતત્વ વચ્ચે ભેદ હવે આવશ્યક છે, જે એ સંપૂર્ણ એકાકાર બની જાય તે શરણાગતિ, પ્રપત્તિ, પ્રેમ સંભવિત બનતાં નથી. નવધા ભક્તિનાં વિવિધ સાધનમાં સાધકનું અંતરમન અને સ્થાયીભાવ રહ્યાં છે. ભારતીય ભક્તિપરંપરામાં નારદનાં ભક્તિસૂત્રોથી શરૂ કરીને સમકાલીન વૈષ્ણવ અને શૈવ શાખાઓ સુધી વિવિધ ભકત, સંતે અને રહસ્યવાદીઓએ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ઉપયોગી પ્રદાન કર્યું છે. નિષ્કામ અને સકામ ભકિત એ બે તેનાં મૂળ રૂપે છે. પ્રેમલક્ષણા ભકિતએ ભારતનાં વિવિધ સાહિત્યનાં રૂપમાં ભક્ત અને પરમતત્ત્વ વચ્ચેની માનસિક અને સ્થિરભાવલક્ષી અભિવ્યકિત રજુ કરી છે. સંસ્કૃત અને ભારતીય ભાષાઓના સાહિત્યમાં રસમીમાંસામાં ભક્તિના “ રસ”ને પ્રગટ કર્યો છે અને લાગણી, ભાવ, ઊમિ, સંવેગ અને સ્થાયી ભાવેને સક્રિય બનાવીને વિવિધ રૂપમાં વ્યક્ત કર્યા છે.
જાગૃત, અર્ધજાગૃત, માનસિક, બૌદ્ધિક, સ્મૃતિલક્ષી અને આધ્યાત્મિક વ્યાપારને વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના અભ્યદય માટે ઉપયોગમાં લીધા છે. નસર્ગિક, શારીરિક અને સ્નાયુજન્ય વ્યાપાર એ જ મને વિજ્ઞાનના ઉચિત અભ્યાસ-વિષ છે એમ ન માનતાં તેના વ્યાપક સંદર્ભ અને ઉપયોગને લક્ષમાં લઈને ભારતીય અને વિજ્ઞાને વિશિષ્ટ સિદ્ધાંતે આલેખિત કર્યા છે. તેમાં રસસિદ્ધાંત, અભિવ્યકિત, ચૈતન્ય, અભિનય, પરામર્શ, સંપ્રત્યય અને યોગને મહત્ત્વના લેખવામાં આવ્યા છે. મને વ્યાપાર અંગેનો આ ખ્યાલ ભાષાના ઊગમ અને વિચારમાં પણ પ્રયોજિત કરવામાં આવે છે. ભર્તુહરિ જે ના ઊગમની દૃષ્ટિએ ચાર પ્રકારો દર્શાવે છે એ મને વૈજ્ઞાનિક દષ્ટિએ મન, વાણી અને અર્થના અનુબંધને સાંકળી લે છે. પરા, પશ્યન્તી, મધ્યમ અને વૈખરી એ વાણીના ચાર પ્રકારો વ્યક્તિત્વના પ્રકારો અને મનઃશકિતના ઊગમ દર્શાવે છે.
ભાષા, અથ અને મન : પ્રત્યાયન (Communication)એ ભાષાનું મુખ્ય ચેય છે. તેના વિકાસમાં વકતા અને વાચક અચેતન, ચીલાચાલુ, વ્યવહારુ અને આશયયુકત સ્તરથી આગળ વધીને પરસ્પર સમજૂતીપૂર્વકના સંવાદ, ભાવસૂચક આપલે અને આખરે આદર્શોના આલેખન, તેને ચરિતાર્થપણાને આવરી લેવામાં આવે છે. સૌંદર્યમીમાંસામાં રૌતન્યના આ પારગામી (Transcendent) પરિમાણને ભારતીય મીમાંસામાં રજુ કરવામાં આવ્યું છે. કર્તા, કારક અને આત્મતત્તવના સ્વ-રૌતન્ય, આત્મ-જ્ઞાન અને નિષ્કામ સંકલ્પને કલા તથા સૌંદર્યનાં પ્રેરક તરીકે કેળવવામાં આવ્યાં છે. આ સંદર્ભમાં “સફોટ” સિદ્ધાંત અત્યંત સૂચક અને માર્ગદર્શક છે. એ શબ્દ અને અર્થના તાદામ્ય પર આધારિત છે. તેમાં શબ્દ નાદ-બ્રહ્મ' તરીકે શાશ્વતરૂપ કેળવે છે અને વક્તા તથા શ્રોતાના ચિત્તને અનુરૂપ આ શબ્દ મહણશીલતા પ્રાપ્ત કરે છે. આ શબ્દ-વનિને સિદ્ધાંત પછીથી અભિનવગુપ્તના સૌંદર્યલક્ષી ખ્યાલમાં રસ અને કાવ્યલક્ષી આનંદમાં વિકિસત થાય છે. અર્થગંભીરતા એ શબ્દનું આંતરિક પરિમાણ છે. આ આંતરિક પાસું સમગ્રતાને પસંદ કરે છે. વાક્ય અને અભિવ્યક્તિ સમગ્ર દ્વારા સમજતી પામે છે. એ પૃથક પૃથક બોલવામાં આવતા નથી પરંતુ સમગ્ર રીતે બોલાય છે. જેમ જ સંસ્કારો માં આંતરિક “ શક્તિ” રહી છે તેમ શબ્દમાં પણ આંતરિક શક્તિ (4) રહી છે અને તે વિવિધતામાં વ્યક્ત થાય છે,
For Private and Personal Use Only