________________
Shri Mahavir Jain Aradhana Kendra
ܪ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર્ષસદ્ધ મ. શી
યાચિતનને એક જ દ ન લેખવામાં આવે છે. અલબત્ત બન્ને વચ્ચે અમુક ગૌણ મતભેદ છે પરંતુ એકંદરે બન્નેનું ધ્યેય સમાન છે. મારસીઝ એલીએડ કહે છે કે “ સાંખ્ય યોગ દર્શીનનુ ધ્યેય રાજખરાજની ચેતનાને દૂર કરીને તદ્દન નવી ગુણાત્મક ભિન્ન ચેતનાને સ્થાપિત કરવાનું છે. આ નવી ગુણાત્મક ચેતના તાત્ત્વિક સત્યને પૂર્ણ રીતે સ’કલિત કરી શકે છે ”.૫
સાંખ્યયોગ અને મનેાવિજ્ઞાન : સાંખ્ય યાગ દશ ન એ સિદ્ધાંતાને સ્વીકારે છે, પુરુષ અને પ્રકૃતિ, પુરુષ એ શુદ્ધ ચૈતન્ય છે અને તેમાં પ્રતિનિધિત્વ જેવું કશું નથી. આપણી જ્ઞાન-પ્રક્રિયામાં જે ઘટકા પ્રગટ થાય છૅ એ પ્રકૃતિનાં પરિણામે છે. જ્યારે પ્રકૃતિ પુરૂષના સપર્કમાં આવે છે ત્યારે આ સભાનતા ઉત્પન્ન થાય છે. આ સભાનતા એ ચિત્તત્ત્વ છે અને જ્ઞાન—પ્રક્રિયાનાં પ્રદત્તો એ બ્રુદ્ધિતત્ત્વ છે. વ્યકિતમાં જ્ઞાન ઉત્પન્ન થાય એ માટે પુરુષ સાથેના સબધ થવા આવશ્યક છે. આ સંબંધને લીધે ‘વ્રુદ્ધિ ' તત્ત્વ ઉત્પન્ન થાય છે. આ સબંધ દ્વારા પ્રકૃતિના ‘ સૂક્ષ્મ ' પરિણામરૂપે બુદ્ધિતત્ત્વનું સર્જન થાય છે. આ ઉત્પત્તિ આપણા જ્ઞાનના આયેાજન માટે જરૂરી છે. પ્રકૃત્તિના ત્રણ ગુણ કે તેનાં પાસાં છે, સત્ત્વ, રજસ અને તમસ. આ ત્રણુમાંથી અત્યંત સૂક્ષ્મ એ સત્ત્વગુણ છે. એ વિચાર કે વ્રુદ્ધિસ્વરૂપ છે, રજસ એ શક્તિતત્ત્વ છે. તમસ એ નિષ્ક્રિયતા છે. સ્થૂળ ભૌતિક તત્ત્વમાં રજસ અને તમસ અગ્રગણ્ય રહે છે ત્યારે માનસિક અને ચૈતસિક તત્ત્વમાં સત્ત્વગુણુ મેાખરે રહે છે. વિશ્વમાં વિષયાનું વૈવિધ્ય અને પ્રવૃત્તિની વિપુલતા માટે આ ગુણ્ણા જુદા જુદા પ્રમાણમાં એકઠા મળે છે. વ્રુદ્ધિને પ્રકાશિત કરવામાં સત્ત્વગુણુ કારણભૂત છે. પુરુષ અને પ્રકૃતિ વચ્ચે અંતર્ગત સબંધ યેાજવામાં પણ સત્ત્વગુણુ ભાગ ભજવે છે. આ સંબંધ દ્વારા અહમ્ અને આત્મચેતનાના પ્રાદુર્ભાવ થાય છે. પુરુષને એમ જણુાય છે કે આ સંબધ પાતાના છે અને બુદ્ધિના ફેરફારો એ પોતાના ફેરફારા છે. આ શુદ્ધિ સ્વય બાહ્ય જગતના સમાગમમાં આવે છે. ઇન્દ્રિય દ્વારા તેને સપર્ક સધાય છે અને પ્રત્યક્ષના વ્યાપારમાં એ વિષયનું સ્વરૂપ ધારણ કરે છે.
મન કે ચિત્તવૃત્તિમાં વ્રુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિયોના સમાવેશ થાય છે. દીવાની જ્યાતની માકચિત્તમાં અવિરત પરિવર્તન થતું હોય છે. વ્યક્તિના અનુભવમાં આ પરિવર્તનાને ચિત્તવૃત્તિઓ કહેવાય છે. વત માન જીવનના કે ભૂતપૂર્વ જીવનના સ`સ્કારી અને વાસના જેવાં આંતરિક પરિબળા અને ખાદ્ય ઉદ્દીપના દ્વારા આ પરિવતના સર્જાય છે. ચિત્ત કે અંતઃ કરણમાં આંતરિક શક્તિ રહી છે જે સ્વયં ક્રિયાશીલ રહે છે. પતજલિના યે।ગદર્શનમાં આને લીધે * ચિત્ત 'મૈં ‘ વૃત્તિ ’કહેવામાં આવી છે. અદ્વૈત વેદાંત મનતત્ત્વના સયમ અને તેને ઊર્વાભિમુખ કરવા આ ચેણમા તે આવકારે છે. જો કે મન એ ‘ અવિદ્યા ’ને ભાગ છે છતાં તે ઊર્ધ્વગામી બની શકે તેમ છે અને આત્મતત્ત્વને તે પર્યાપ્ત જ્ઞાન અને બાહ્ય ઉપાદાન સ’ક્રમિત કરી શકે છે, સાંખ્યદર્શનમાં મનતત્ત્વને સમાહર્તા સાથે સરખાવવામાં આવ્યુ છે. જેમ સમાહર્તા ખેડૂતો પાસેથી વિધેાટી સ્વીકારીને રાજ્યની તિજોરીમાં દીવાનને તે આપી દે છે, તેમ મનતત્ત્વ વિવિધ ઇન્દ્રિયો પાસેથી જ્ઞાન-ઉપાદાન ગ્રહણ કરીને આત્મતત્ત્વને વિદિત કરે છે. આમ મન સયિતત્ત્વ છે
5 Dasgupta S. : History of Indian Philosophy; Vol. I; George Allen & Unwin : London; 1922 ; Indian Edition, 1975 ; p. 243–245.
For Private and Personal Use Only