SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મેન્દ્ર મ. માસ્તર હમણામ) આ શું ભૂમિ ભારતે કારી ક્રાંતિ પર્વ અનેક આહુતિ માગતું ભીષણ ક્રાંતિ પર્વ. અને કંઈ કોલેજના જવાનિયા બન્યા સિંહણબાળ કંઈ કૅલેજ જવતી શું સિંહણ બની વિકરાળ. આના પરિણામે– ગળી ગોળી ગોળી ગોળીને વરસાદ ગળીના વરસાદે શું મુક્તિને પ્રસાદ . પરંતુ– ગાળીને વરસાદ આ બ્રિટન રહે આબાદ ગોળીને વરસાદ આ હિંદ બને આઝાદ, અને પરિણામ સ્વરૂપ દેશમાં ઠેરઠેર– આજ શહીદ શેણિતે કુમકુમ થાપા થાળ, આજ શહીદના રક્તના તિલકચંદ્રક ભાળ. આજ શહીદ ચિતા બને, ભારત પુણ્યલ તીર્થ, આજ હિંદની ભસ્મ તીર્થોનું તેજલ તીર્થ. આજ શહીદની ખાંભીએ લોક ચડાવે કુલ માતા, પુત્રો, બંધુ. બહેન આજે પુણ્ય-પ્રફુલ ધન્ય ધન્ય શહીદને, ધન્ય શહાદતતીર્થ. અને હિંદ-લકોને થયું– - બ્રિટનને પડ્યો આ તુમાખ શું ? નહીં કદી કદી ગર્વ સાંખીએ. અને તેથી જાલિમના કૅ જુમથી ગાંડોતૂર દેશ. જેલમાં કસ્તુરબા ને મહાદેવ દેસાઈના શહાદતટાણે કવિ ઉદ્દગાર કાઢે છે ને એને વીજપ્રપાત’ કહે છે વિષકટારીની ગાંધીયાચના પ્રભુ કસોટીની ધન્ય યાતના, ધડકે કુંળું વજકાળજુ ફડકે ને કુંળી ગાંધીનાડી શું ! નયને ભરી વેદના કંઈ ભર જવાળામુખી શાંત ત્યાં ધીકે ટપકે મૃદુ આંસુ પોપચાં રડતી જેલ દીવાલ શું શકે ! કવિ કહદયની ભાવના ઉચ્ચારતાં કહે છે – ગૌરી કૂલ ફટકિયા, યુવક કંઈક કુમાર, ઝઝણી ઊડ્યા હદયની તંત્રી તારે તાર. For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy