________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માધાપત કવિ "કુસુમાકર” કૃત અપ્રગટ માં મહાકાવ્ય “મહાત્માયન'
૧૫
એક ઘડી આ દેશ ના, રહી શકે પરતંત્ર, આજે ગાંધી-પ્રેરણા, દેશ બને છે સ્વતંત્રી આતો ક્રોમવેલના શું છે આયર્ન સાઈડ ! હજાર હાથવાળા ગેડ એમને ગાઈડ,
પ્રજાશકિતનાં ઊછળ્યાં આજે ઘોડાપૂર. યુવક યુવતી આજ તો દીસે ભૂલ્યાં ભાન, કૃતાંત કે શંખ ત્યાં કોને ભાન સાન ? '
કવિ હિંસા પ્રત્યે પોતાની નફરત વ્યક્ત કરતાં કહે છે–
હિંસા તે છે રાક્ષસી, હિંસા તે છે નષ્ટ
સત્ય, અહિંસા, પ્રેમને સદાય માર્ગ શ્રેષ્ઠ. એ જ રાહે વીર બાળસેના પળે છે–
ઝૂઝે વીર સ્વાતંત્ર્યની આજ સેના મૂકી માથું ઝૂઝે કૂજે બાળસેના, ખરે ખેલ ખાંડાતણે બાળસે,
રહ્યા જોઈ હોંશે નહીં સ્વર્ગ દે. અને જનરલ ડાયરની આવૃત્તિમાં તુમાખીવાળા અમલદાર જમ ઝીક છે–
ગાંડી બ્રિટન ગળીઓ, લોકો ગાંડાતૂર..
આવી તુમાખી વાણું ને આવા મદભર ગર્વ :
સામી છાતી ઘા ઝીલતી; પ્રજા મુક્તિને પર્વ. અને અડાસને હત્યાકાંડ સર્જાયે- -. .
ગુજરાતે અડાસમાં જલિયાંવાલા બાગ વિર કંઈક વિદ્યાર્થીઓ, આગે રમતા ફાગ.
લોકહદય કકડા થયા, પ્રાણુ શું કચ્ચરધાણ છે ઠેર ઠેર આવી લીલા, આવાં તાંડવ નૃત્ય, હત્યાકાંડના આ ચીલા, ભીષણ તાંડવ કૃત્ય. આવા કંઈક ત્રાસથી, લોક ભૂલે છે ભાન, કંઈક કારમાં જુલ્મથી, લેક ભૂલે છે સાન. ચીમુરને આઘાત કે હશે પ્રત્યાઘાત? પ્રભુજી જાણે એકલો ગાંધી ઉર મર્માઘાત.
For Private and Personal Use Only