SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃષ્ણકાન્ત કડકિયા આંતરસંબધની અભિવ્યક્તિના રૂપમાં તેની રજૂઆત કરી હતી. ૨૯ એ દષ્ટિએ તે મૌલિક ગણાય. બારાડીનું નાટક તે નાટ્ય -લેખની દૃષ્ટિએ પણ મૌલિક છે. વળી મુળ નાટકમાં તે ઈશ્વરની સર્વોપરી સત્તા કેન્દ્રસ્થાને છે અને ધર્મ તથા સમાજ એવી બે જીવનભાવનાઓ નિયોજવા લેખક પાસે નાયક પણ એક જ છે તેથી નાયકનું અતિચિત્રણ થઈ જાય તે સ્વાભાવિક છે જ્યારે બારાડીની દષ્ટિ એ સ્થાન પર કેન્દ્રિત થઈ છે કે સંઘર્ષની પગદંડી પર રાઈ ખરા સ્વરૂપે પ્રગટ થવાની મથામણ કર્યા કરે, એના અતિચિત્રણમાંથી બચવા રાઈ–બેની યોજના પણ એમણે કરી. અતિચિત્રણ તે એટલી હદે ઓગળી ગયું કે લોક–આંદોલનના પ્રતિનિધિરૂપ દર્પણપથાઓના જૂથ તથા પ્રેક્ષના પ્રતિનિધિઓથી પણ તેનું ઉદ્દઘાટન થયા કરે, તે એટલી હદ સુધી કે, તે મહારા વગરને ને લોકપ્રતિનિધિ તરીકે પ્રગટી આવે. નેધીએ કે આ પ્રાકટ્ય માટે, પૂર્વે મેં બારાડીના વિધાનને ટાંકીને બતાવ્યું છે તેમ, નિર્દોષતાની સામે ભષ્ટાચાર એવી ધરીની આજુબાજુ આખું નાટ્યચક્ર ચાલે છે અને નિર્મમ દષ્ટિ પામવાને માટે દર્પણ સતત માધ્યમ “રાઈને પર્વત માં દર્પણધારીઓ ભટકતા રાહદારીઓ કરતાં વિશેષ મહત્ત્વ ધરાવતા નથી જ્યારે “રાઈને દર્પણરાય ’માં તે એ જાત ભૂલેલાને બદલવા માટેનું અગત્યનું અને સતત માધ્યમ રહ્યું છે. એમને જાલકાના પ્રપંચની બધી ખબર પણ છે અને તેથી જ તે રાઈને પણ દર્પણરાય બની અગ્રેસર, થવાને તેમ એના પ્રાકટયનું પરાક્રમ બનવાન, નિમંત્રે છે. નાટકને અંતે એ જ દર્પણધારીઓ દ્વારા, એટલે કે લોક દ્વારા, તે પ્રાકટયના પરાક્રમથી લીલાવતીને આંગણે પ્રગટે છે. જો કે આંદોલનની વિભાવના લેખકને જડી છે તે “રાઈને પર્વત’માંથી જ : અંક બેના પ્રવેશ ત્રણમાં દર્પણ-સંપ્રદાયને એક સભ્ય રાઈને કહે છે કે “અમે માણસોને દર્પણ દેખાડી તેમને ઉદ્ધાર કરીએ છીએ.”૭૦ શ્રી રમણભાઈએ રોપેલા એ બીજમાંથી હસમુખ બારાડીનું નાટક સમય-સ્થળનાં બંધન ભેદનું અને રાઈ, જાલકા, લીલાવતી જેવાં પાત્રો નવલાં રૂપ લઈને પ્રગટતાં હોય એવું વૃક્ષરૂપે પ્રગટયું છે. એટલે કે રમતાં રમતાં નગરજનોમાં રસ્તે ચીંધી, પરાક્રમે કંઈ પ્રગટ થયા આ દર્પણપંથી ૭૧ પાદટીપ ૧ રાઈનો પર્વત, ૨મણભાઈ નીલકંઠ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરેઠ, અમદાવાદ, આવૃત્તિ ૧૨ (પુનર્મુદ્રણ), ૧૯૬૬. - ૨ ( અ) એજન, અંક-૭, પ્રવેશ ૨. (બ) “ ગણપતિ કે માતાજીની પરંપરાગત સ્તુતિને બદલે ભવાઈવેશના આદ્યપ્રણેતા અસાઈતને પ્રણામ પાઠવવામાં આવે છે તથા 'ભારતમાતાને સ્તવન ગવાય છે. એ રીતે પ્રારંભથી જ દેશપ્રેમની અને અત્યાચાર સામેના લોક આંદોલનની ભૂમિકા રચી દેવામાં આવી છે. ”—લવકુમાર દેસાઈ (સં. સોની રમણ, પ્રત્યક્ષ ઇ/૨ તારાબાગ, પોલીટેકનિક, કૌની, વડોદરા-૨, જાન્યુ.-માર્ચ, ૧૯૯૧.) (ક) “ દર્પણ૫થી એટલે લેક આંદોલનની મશાલ લઈને ફરનાર મરજીવાઓ, સરમુખત્યાર રાજાને કે ભ્રષ્ટ રાજસત્તાને પણ દર્પણ'માં તેમની અસલિયત ખાડનારા' નિભીંક સ્પષ્ટ વક્તાએ. આ બધાને નાટયરૂપ આપવા લેખકે કેટલીક પ્રયુક્તિઓનો For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy