SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાઈનો દ૫ણય આખા નાટકમાં વ્યક્તતાને પ્રશ્ન બારાડીની આકરી કસોટી કરી ગયા છે. તેઓ એમાંથી સફળતાથી બહાર નીકળ્યા પણ છે. દા.ત, રાજ રત્નદીપ અને સામંત પર્વતરાયની લડાઈના દશ્યની સજાવટ માટે ચિત્ર-ફ્રેમ સ્ટેજ પર દિગ્દર્શકે કેવું વલણ સેવ્યું હતું ? બેફામ ખર્ચ કરીને એણે દરેક પાસામાં સર્જનાત્મક વલણને પ્રવેશ કરાવવાનું મુનાસિબ માન્યું હેત. “રાઈને પર્વત’માં તે એમ કરવું જ પડે, પણ અહીં લેખકે લેક-નાટયમાંથી તત્ત્વ લીધું અને હિંદી થયેલા સત્યને ઉદ્દઘાટિત કરતા દર્પણપંથીઓ જ, તત્કાલીન નટમંડળી હોય એ રીતે, સમાંતર અભિનયથી, દૃશ્ય ભજવી ગયા. બીજાં દશે પણ એમણે આ રીતે ભજવ્યાં. આવા અંશેને ધ્યાનમાં રાખીને જ સમગ્ર નાટક વાંચી તથા ભજવી શકાય. - તેવી જ રીતે કોરસ. ગ્રીક કેસ કરતાં તે જુદું પડે છે. દા. ત., રંગભૂમિની નટ અને પ્રેક્ષકોની ભૂમિકાઓ જે છે તે અહીં બંસી નાખવાની વાત છે. અહીં જે બે કોરસે છે તે પાત્રોને લડે, વઢે, માર્ગ ચીંધે, પ્રેરણા આપે, તેની સાથે વાત કરે, ક્રિયા-પ્રતિક્રિયા આપે, એવું બને છે અને પાત્રોથી સવાયાં પાત્રો બની જાય છે જે ગ્રીક કોરસમાં થતું નથી. ૬૫ મૂળ નાટકમાં તે નટે, દર્પણપંથીઓ, પુરવાસીઓ સૌને સ્પષ્ટ રીતે અલગ પડી જતાં પ્રક્ષકો જુએ છે જયારે “રાને દર્પણરાય’માં દર્શ કવૃંદ પ્રેક્ષકછંદમાંથી જ આવ્યું છે અને નટનથી તેને વધાવે પણ છે. જે નવલો ખેલ કરવાની વાત છે તે કેવળ નટ–નટી કે દર્પણપંથીઓ જ કરતા નથી પણ આખો સમૂહ તે વાત કહે છે. આ સમૂહમાં દર્શકવૃંદ પણ છે જે કંઈ કંઈ વેશ પણ ધારણ કરે છે અને તે રીતે નાટક ભજવાય છે. એવી પદ્ધતિએ કે જે પદ્ધતિએ તેનું લખાણ થયું છે, એટલે કે પ્રયોગમાં લય-સંવાદ જે બળોથી નક્કી થશે તેમાં આ નાટ્યૂ-લેખ મહત્વનો ભાગ ભજવશે. કવિક્રિયાને છંદ-સંવાદ, લય-સંવાદ લખાણમાંથી દિગ્દર્શકને જે મળે છે તે પ્રયોગ માટે મૂળભૂત તત્ત્વ-પા–છે, તેને ગ્રહણ કરી નટો દ્વારા પ્રગટાવવા દિગ્દર્શકને ઘણું અનુકૂળ રહેવાનું. સૌ પેલા કેદી થયેલા સત્યને ઉદ્દઘાટિત કરવાની મથામણ કરે છે. જાણે-અજાણે રાણી લીલાવતી પણ દર્પણપંથીઓને કહે છે કે રાજા જવાન થઈને આવે ત્યારે આપને ખેલ બતાવવા જરૂર પધારજે. ૧૧ કેદી સત્યને ઉદ્દઘાટિત કરવા માટે એ ખેલ કે જે કહેવા માટે બારાડીએ આ નાટક લખ્યું છે. “રાઈને પર્વત’ તે એક બહાનું છે. એમને તો કરવું છે રાઈને દર્પણરાયપેલા સત્યને ઉદ્દઘાટિત કરતા લોકોને પ્રતિનિધિ એમને પ્રગટ કરવો છે, જે રમણભાઈ નીલકંઠના સમયમાં શકય નહોતું. લેખકના જ શબ્દોમાં કહીએ તે “રાઈ “દર્પણરાય”, એટલે કે લેકપ્રતિનિધિ, બની શકે એ તત્કાલીન સમાજમાં શક્ય નહોતું, પણ આજે એ કેટલું શકય છે. એ action ના વિવિધ તબક્કારૂપી ઉપાયોની અહીં વારેવારે તપાસ થાય છે.”૧૭ એ દષ્ટિએ પશુ આ નાટક મૌલિક છે. નાય-લેખ મૌલિક ન હોય અને દિગ્દર્શકે નવું અર્થઘટન આપવાને પ્રયાસ કર્યો હોય તોપણ તે મૌલિક ગણાય. અભિજ્ઞાન શાકુન્તલને કેવલમ નારાયણ પરણ્યકરે કરેલ ગોગ એ સંદર્ભે અહીં સૂચિત કરી શકાય. ૮ એમણે વ્યક્તિ અને સમૂહના સંઘર્ષ તેમ પરંપરામલા સ્વા ૨ For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy