________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઇનાં દર્પણરાય
૧૭૨
ઉપયોગ કર્યો અને તેમાંથી સર્જાયું સાં મત સમસ્યાઓને સ્પર્શતું આધુનિક નાટક “રાઈને દર્પણરાય.’
–લવકુમાર દેસાઈ (પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૧૯૯૧) (ડ) “રાજા ભોંયરામાં ગયા એ વિશે “લોકે કંઈ હાથ જોડીને બેસી નથી રહ્યાં ”ની જે વિગત આવે છે તે આ કૃતિનું એક Mejor Deviation છે કેમ કે વ્યક્તિ સાં મત ઘટનાને સામાજિકતા સાથે સાંકળવાનું તેનાથી શરૂ થાય છે. આમ, નાટથાવશ્યક Confrontation રાજા પ્રજાનું ઉપસે છે. પછી નૈરેશન દ્વારા પર્વતરાયને વધ, જાલકાની રાઈને રાજા બનાવવાની કપટ થાજના વગેરે આલેખાય છે પણ એ નૈરેશન માત્ર હેવાલ નથી, News નથી પણું દર્પણપંથીઓ દ્વારા થતા Reviews છે. આમ દર્પણ૫થીઓ ધટનાઓના મોલતોલ કરતા રહે છે. પ્રજાને રાઈને પ્રેરતા રહે છે.” - શાસ્ત્રી વિજય, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, '૯૦ (ઈ) “કેઈન હક્ક કપટથી ડુબાડીને ખુરશીઓ પર ચડી બેસનારા જ્યાં ત્યાં જોવા મળે છે. હક્કો ડુબાડી આપનારા ચૅરમેક ને કિંગમેકરની પણ બેટ નથી. ન્યાય નામની વસ્તુ ભેંસાવા માંડી છે. આ ભ્રષ્ટતાઓ સામે લોકો શું કરે છે કે લગભગ કશું નહીં. લોકશાહીમાં લોક-આંદોલન મોટી પવિત્ર ચીજ છે, ”—સં. શાહ સુમન, ખેવના, પાર્શ્વ પ્રકાશન રિલીફ રોડ, અમદાવાદ-૧. જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, પૃ. ૪૦).
? (અ) “વસ્તુના હાર્દમાં પડેલા લેક-આંદોલન તત્વને સવિશેષ ઉપસાવ્યું છે, મૂળના મર્મને હેજ મરડીને તીવ્ર બનાવ્યા છે”-–શાહ સુમન (સં. શાહ સુમન, સન્તાન, પાર્શ્વ પ્રકાશન, રિલીફ રોડ, અમદાવાદ–૧. ૮૭-૮૮.) (બ) “રાઈનો દર્પણરાય’ નાટક સંદર્ભે મુકાયેલા પ્રશ્નો કતિગત ન રહેતાં સાંપ્રત સંદર્ભે વાચાળ બની ઘુમરાતા જોવા મળે છે. હસમુખ બારાડીએ મૂળ નાટકના “દક્ષિણ ઝાપ', “ગુપ્તબારી', “કામઠું', ‘દર્પણ” વગેરે શબ્દોને નવા નાટકમાં નાટથસંદર્ભે એવી રીતે પ્રજ્યા છે કે તે પ્રતીકાત્મક બની અર્થ ક્ષિતિજો વિસ્તારે છે.”-–દેસાઈ લવકુમાર (પ્રત્યક્ષ : જાન્યુ. માર્ચ–૧૯૯૧.) (ક) “ મૂળ નાટકના રજવાડી કથાવસ્તુમાં વ્યકિતઓ ઈશ્વરના નીતિવિધાનની કઠપૂતળીઓ સમી હતી, અહીં વ્યક્તિઓ સ્વકર્મો માટે પૂરી જવાબદારીવાળી છે. આમ, વ્યક્તિરૂપનું નવું પરિમાણ જોવા મળે છે. મૂળ નાટકની સંચાલક એવી પેલી પરાશક્તિને સ્થાને અસ્તિત્વવાદી ધરાનાની વ્યક્તિને પોતાને પોતાની નિયતિ માટે જવાબદાર ઠરાવતી પાત્ર રચના અહીં મૂળ કરતાં જદી પડે છે. આ અર્થમાં તે આધુનિક્તા દાખવે છે."--શાસ્ત્રી વિજય (બુદ્ધિપ્રકાશ, આગસ્ટ, ૯૦) (ડ) શ્રી વી. જે. ત્રિવેદી આ નાટકને modern interpretation of a classic કહીને આવકારે છે. તેઓ કહે છે કે ગ્રીક કોરસ કરતાં તદ્દન જુદું અર્થપૂર્ણ કોરસ અહીં છે. વાસ્તવિકતાને ઉદ્ઘાટિત કરતાં બે ચતુર જુથ-દર્પણપંથીઓ તથા દર્શ કવૃંદ નાટકને એક નવું પરિમાણ બક્ષે છે, સત્તાધિશને રિલ કેવો હોય છે, તેઓ સમાજમાં કઈ રીતે દૂષણે દાખલ કરે છે, પાયાના મૂલ્ય સાચવતું લક–આંદોલન વગેરે અહીં કહેવાયું છે, એમ કહી તેઓ લેખકને માન આપે છે: “Here is Hasmukh Baradi transforming an older play into Something new with Vision and Understanding'' (Indian Express, ૧૩-૧૨-૮૬) (ઈ) લેખકે આ નાટક લખીને આધુનિક પ્રેક્ષકો માટે મૌલિક નાટકો જ નથી એવી કાગારોળને પણ પડકારી છે. તેઓએ રેડિયે, દૂરદર્શન વગેરેમાં પ્રસ્તુત એયેલ ૮ હજાર મૌલિક નાટકને આંકડો ગણી આપે છે કે “જુની” રંગભૂમિના નાટક તરફ પણ આંગળી ચીંધી કહ્યું છે કે “પેલી જૂની ” રંગભૂમિનાં કેટલાંયે નાટક પણ સામયિક સુસંગતતા સાથે નવસંસ્કરણ પામી "નવીને સોળે શણગાર સજી શકે.” (વિસ્તૃત ચર્ચા માટે, બારાડી હસમુખ, રાઈનો દર્પણરાય, પાર્શ્વ પ્રકાશન, રિલીફ રોડ, અમદાવાદ-૧. પ્ર. આ. ૧૯૮૯, ૫. ૮૨ અને પછી.).
૪ જાતની ઓળખના યાત્રા નાટકમાં સબ-ટાઈટલમાં જ સ્પષ્ટ થાય છે અને તે એ કે પ્રાકટથના પરાક્રમનું આ નાટક છે.
For Private and Personal Use Only