SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - : રસેશ જમીનદાર , કબૂલાત કરી દીધી અને અંતે નંદિવર્ધનને પકડવામાં આવ્યું અને મારી નાખવામાં આવ્યું.'. સારને શાર એ કે ગ્રંથકર્તાના સમય દરમ્યાન રાજગાદી માટે હત્યાના પ્રયાસ થતો અને નિષ્ફળ જનારને મારી નાખવામાં આવશે. કેટલાક ઉલેખેથી સ્પષ્ટ થાય છે કે રાજાઓ અને તેમના પ્રધાને વેશ્યાગમન કરતા હતા.૧૧ બહુપત્નીત્વની પ્રથા પ્રચલિત હોવાની બાબત સુખવિપાકના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. રાજકુમાર સેંકડો રાજ કુમારી પરણતે હતે. પછીથી શ્રાવકધર્મ અંગિકાર પણ કરતો. વિપાકસુત્રના બીજા, ત્રીજા, ચોથા અને નવમા અધ્યાયમાં પ્રતિબિંબિત થયું છે કે રાજા પ્રસંગોપાત્ત અત્યાચાર આચરતો હતો. આ માટે રાજા સામ, ભેદ, ઉપપ્રદાન જેવી પદ્ધતિ અખત્યાર કરતો. ઉપરાંત મહાકાય કુટાકાર શાલા બંધાવતા, જેને ઉપયોગ સ્વયમ સ્પષ્ટ જણાય છે. સિંહસેન રાજાએ કુટાકાર શાલામાં પિતાની ૪૯૯ રાણુઓને એમની ૪૯૯ માતાઓ સહિત જીવતી સળગાવી મૂકી હતી.૧૭ રાજાઓ અશ્વક્રીડાના પણ શોખીન હતા. દા. ત. વૈશ્રમણદત્ત. તેઓ કામક્રીડા પણ આચરતા હતા. દા.ત, વિજ્યમત્ર અને બલમિત્ર.૧૮ રાજવહીવટઃ આ ગ્રંથના અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંડળની સહાયથી રાજા વહીવટનું સંચાલન કરતો હતો. સુષેણુ અને સુબંધુ જાણીતાં નામ છે. આ બંને પ્રધાને સામ, ભેદ, દંડ અને ઉપપ્રદાનના આચરણમાં પાવરધા હતા, ન્યાયિક બાબતોમાં પણ નિપુણ હતા અને નૈતિક સાધનોને પણ વિનિગ કરતા. ૧૯ પ્રધાન પણ રાજાઓની જેમ કામક્રીડાના શોખીન હતા. સુષેણે સુદર્શના નામની ગણિકાને પોતાની પત્નીની જેમ પિતાના ઘરમાં રાખી હતી. આથી સ્પષ્ટ થાય છે કે પ્રધાને પણ પરિસ્થિતિનું શોષણ કરતા હતા.૦ રાજવહીવટના સંચાલનમાં જાસૂસ, જેલર, રાઈ, સેનાપતિ, લશ્કર અને મહેકમને ઉપયોગ થતો હોવાની હકીકત ગ્રંથના વિવિધ અધ્યાયના અવલોકનથી જાણવા મળે છે. પણ એમની ફરજો. વેતન અને બીજી બાબતની વિગતે હાથવગી થતી નથી. તે રાજાઓના સામંત પણ હતા. તેઓ તેમના વિસ્તારમાં સ્વતંત્ર રીતે પિતાની પ્રવૃત્તિઓ ચલાવતા હતા. આ ગ્રંથના પ્રથમ વિભાગના પ્રથમ અધ્યાયમાંના વર્ણન મુજબ સામંતે ભ્રષ્ટાચારી અને દગાખેરીની પ્રવૃત્તિ આચરતા હતા. આ બાબતની નોંધ, સામંતને સુધારવાના આશયથી થઈ છે, નહીં કે તેમનાં વખાણ કરવા માટે. . ૧૫ વિશેષ ચર્ચા માટે જુઓ અધ્યચન ૬, પ્રથમ શ્રુતસ્કંધ. ૧૬ વિજયમિત્ર (૨. ૨૦), બલમિત્ર (૨, ૨૨) અને સુષેણુ (૪. ૧૦) વગેરે. ૧૭ જુઓ અધ્યયન ૩. ૯ અને હ; ફકર ૨૬, ૧૨ અને ૨૫-૨૬ અનુક્રમે. ૧૮ જુઓ ૨. ૨૦, ૯, ૧૮, ૧૦- ૭ વગેરે. ૧૯ જુઓ ૪. ૨, ૪. ૧૦, ૪. ૧૨ વગેરે. ૨૦ એજન, For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy