SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વમાં વર્ણિત રાજકીય પરિસ્થિતિ ૧૫૯ પ્રથમ કૃતસકંદના ત્રીજા અધ્યાયમાં આંતર-રાજ્યસંધર્ષની હકીકત નોંધાઈ છે, અભયસેને રાજ્યનું કરેલું સંરક્ષણ અને મહાબલે પ્રયોજેલી વ્યુહરચનાથી સૂચિત થાય છે કે વિજય માટે વપરાતાં સાધને છળકપટથી ભરપૂર હતાં. આ યુદ્ધમાં હાથી અને અશ્વને ઉપયોગ થતો અને તેમને આભૂષણોથી શણગારવામાં આવતા. બખ્તર પણ પહેરાવવામાં આવતું. એમની પીઠ ઉપર હથિયાર લાદવામાં આવતાં. પાયદળ પણ હતું અને તેના સૈનિકોને તાવીજ રક્ષણ માટે પહેરાવતા. પાયદળ ધનુષ-બાણ, હથિયાર અને યુદ્ધસરંજામથી સજ્જ રહેતું ૧ શાહી પ્રવૃત્તિઓમાં રાજાને રાજપુરોહિત મદદ કરતો. સોમદત્ત, મહેશ્વરદત્ત અને બૃહસ્પતિદત્ત રાજપુરોહિતનાં જાણીતાં નામ છે. રાજપુરોહિત વેદજ્ઞ હતા. અર્થાત રાજપુરોહિત ચાર વેદના નિષ્ણાત હતા. ખાસ કરીને યુદ્ધસમયે શાહી રસમની ધાર્મિક વિધિઓ પણ પુરોહિતે કરતા. એ પુરોહિતે રાજાઓના એટલા બધા વિશ્વાસુ હતા કે કોઈ પણ પ્રકારની રોકટોક વિના તેઓ ઇચ્છે ત્યાં રાજ્યમાં કે રાજગૃહમાં ફરી શકતા એટલું જ નહીં અંતઃ પુરમાં પણ સરળતાથી જઈ શકતા. આને લીધે બૃહસ્પતિદત્ત નામના પુરોહિતને રાણી સાથે અનૈતિક સંબંધ હતા. જે કે એને આ કત્યને કારણે એને સજા પણ થઈ હતી. રાજાના વિજ્ય માટે મહેશ્વરદત્ત દરેક જ્ઞાતિના એક બાળકનું બલિદાન આપવાનું કાર્ય કરતા હતા. ૨૨ મહાબલે તેના અધિકારીઓને નગરના દરવાજા બંધ કરવા કરેલા હુકમથી જાણી શકાય છે કે રાજધાની કિલ્લેબંધ રાખવામાં આવતી હતી. ગૌતમ સ્વામી દરેક વખતે પાટલીખંડ નજારમાં જુદા જુદા દરવાજેથી દાખલ થતા હતા તે કીકત પણ કિલ્લેબંધ રાજધાનીની ગવાહી પૂરે છે. ૨૩ ઉપસંહાર કોષ્ટકમાં દર્શાવેલાં રાજાઓનાં નામ જ્યારે જ્ઞાન ઇતિહાસ સાથે સરખાવવામાં આવે છે ત્યારે આમાંના મોટાભાગના રાજાઓનાં, ઉપલબ્ધ તામ્રપત્રો, શિલાલેખ મુદ્રાંકો વગેરેમાં, નામ નોંધાયેલાં પ્રાપ્ત થતાં નથી. તે સાથે રાજધાનીનાં નામ કપોલકલ્પિત જણાય છે. જોકે આ રાજાઓ, એમની રાજધાની અને એમના સમયને નિર્ણય કરવા વિશેષ અનવેષણ અપેક્ષિત જjય છે. રથફૂડ નામના એક જ રાજવંશની નેધ પ્રથમ અધ્યાયમાં જોવા મળે છે. આ રાજવંશ તે ઈતિહાસ પ્રસિદ્ધ રાષ્ટકટ વંશ હોવા વિશે કોઈ શંકા નથી. બીજાં બધાં નામ માત્ર છે જેથી આ ગ્રંથનું અધ્યયન મુશકેલીઓમાં પૂર્તિ કરે છે. દુઃખવિપાક સકંધમાં નોંધાયેલી હકીકતોથી સ્પષ્ટ થાય છે કે આ સમય દરમ્યાન વંશપરંપરાગત રાજાશાહી સ્વરૂપનાં નાનાં રાજ્ય અસ્તિત્વમાં હતાં તેમ જ તેઓ પરસ્પર ઝઘડતાં ૨૧ જુએ ૨. ૬, ૨. ૨૮-૨૯ વગેરે. ૨૨ જુએ ૫, ૩, ૫, ૫, ૫, ૬, ૫. ૧૦-૧૧ વગેરે. ૨૩ જુએ ૩. ૩૧ અને ૭, ૪-૫, For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy