SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir به ૫.૨ به , ૩૩ ૭.૨ વિપાકરમાં પતિ રાજકીય પરિસ્થિતિ ૩૧ મેહરહ (મેઘરથ) મજઝમિયા (માધ્યમિકા) પિયચંદ (પ્રિયચંદ્ર) કણકપુર (કનકપુર) બલ મહાપુર અન્જ (અર્જુન) સુસ (સુઘોષ) ૩૫ ચંપા ૩૬ જિયસ (જિનશત્રુ ) તિગિડ્યિા (ચિકિત્સક) ૩૭ મિત્તનંદી (મિત્રનંદી) સાયેયમ (સાકેત) વિમલવાહણ (વિમલવાહન) સમૃદુવાર (શતદાર) ૩૪. ૮.૨ दृत्त ૧૦.૨ ૧૦.૨ વારસાનું કેમિક રાજાશાહી–ઉપર્યુક્ત કોઠાથી સ્પષ્ટ થાય છે કે આ સમયે રાજાશાહી રાજકારણ સામાન્ય હતું. આ રાજાશાહી વંશાનુક્રમે હતી તેની પ્રતીતિ આ ગ્રંથમાં છૂટાછવાયા યુવરાજોની નિમણૂકથી થાય છે. દા. ત. ઉદયન (શતાનિકને પુત્ર), નંદિવર્ધન(શ્રીદામને પુત્ર), નંદિસેન (શ્રીદામને પુત્ર), સિંહસેન (મહાસેનને પુત્ર), પુણ્યનંદી (વૈશ્રમણને પુત્ર), સુજતકુમાર (વરકૃષ્ણ મિત્ર), સુવાસવ૧૦ (વાસવદત્તને પુત્ર), વૈશ્રમણું (પ્રિય ચંદ્રને પુત્ર), મહબલ (બલને પુત્ર), મહાચંદ્ર૧૩ (દત્તને પુત્ર), વરદત્ત ૪ (મિત્રનંદીને પુત્ર). આ બધા યુવરાજેને તે તે રાજાઓએ વારસદાર તરીકે અધિકૃત રીતે નીમ્યા હતા. જે કે આ બધા વારસ-યુવરાજે રાજા થયા ન હતા. ઘણું તે માત્ર યુવરાજ જ રહ્યા હતા અને યુવરાજપદ પામ્યા ન હતા. દા. ત. સુજતકુમાર. સુવાસવ કુમાર, મહાબલ, મહાચંદ્ર, વરદત્ત. જ્યારે કેટલાક રાજ્યાભિષેક કરીને રાજગાદીના અધિકારી બન્યા હતા એટલે કે રાજા બન્યા હતા. દા.ત. ઉદયન, નંદિવર્ધન, નંદિસેન, સિંહસેન, પુષ્યનંદી. રાજઘરાણાનું જીવન-પિતૃહત્યાના પ્રયાસો થતા હતા. એટલે કે રાજગાદી મેળવવા માટે કયારેક પુત્ર પિતાની હત્યા કરતે અને આ કાવતરામાં જો તે નિષ્ફળ જતા તે સજાને પાત્ર થત. દા. ત. શ્રીદામને પુત્ર નંદિવર્ધન. એણે પોતાના પિતાને મારી નાંખવાની યોજના વિશે વિચાર કર્યો અને સગ્ય સંજોગોની રાહ જોતો રહ્યો પણું એવી કોઈ તક એને પ્રાપ્ત થઈ નહીં. આથી એણે રાજ-વાળંદ (જેનું નામ ચિત્ર હતું)ની સહાય લીધી. અને જે પેજના સફળ થાય તે રાજ્યમાં ભાગ આપવાનું કબૂલ્યું. પણ આ યોજના કાર્યાન્વિત થઈ શકી નહીં, કારણ વાળંદને પ્રતીતિ થઈ કે જનાનું પરિણામ ભયજનક બનશે તેથી તેણે રાજાની સમક્ષ પોતાનાં અવિચારી પગલાની * અધ્યયન પ, ફકરો ૯. ૫ અધ્યયન ૬, ફકરો ૨. નંદિસેન અને નંદિવર્દન બંને એક જ વ્યક્તિ હોવાનું જણાય છે. ૬ પોતાના પિતાની હત્યા કરવાના કાવતરા સદભે તેને મારી નાખવામાં આવ્યો હતો અને તેથી તે રાજા થઈ શકયો ન હતો (અધ્યયન ૬, ફકર ૧૧). ૭ અધ્યયન ૯, ફરે ૮, ૮ અધ્યયન ૯, ફકર ૨૩. @ી ૧૪ આ બધા યુવરાજ રાજ થઈ શકયા ન હતા. એમના લેખ આપણને બીજા મૃતધમાં જોવા મળે છે. For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy