SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધમેન્દ્ર મ. માસ્તર (મધુરમ ) panic, enthusiasm run high affecting all and each within their sweep. Avoid associates . ...keen policition'. આ સાથે તેઓ દેહત્રને જંચ, જર્મન અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવા ભલામણ કરતાં કહે છે-' વર્તમાન સમયમાં એનું જ્ઞાન અનિવાર્ય છે. અહીં તેઓ આપણુ બુદ્ધિશાળી અને અનુભવી ભારતીયો ઘણી અનિવાર્ય હકીકતથી અજાણ હોવાથી તેમને ચામાચીડિયા જેવા અંધ કહે છે.૩૭ એક બીજ પત્રમાં એ દેહત્રને લખે છે- તું ફ્રેન્ચ જર્મન શીખે અને સંસ્કૃત ભૂલી જાય એ તે કઈ ચોકખી પ્રગતિ ન કહેવાય. બે પગથિયાં ચઢવામાં દોઢ પાછું નીચે ધસી પડાય એવી એ પ્રગત થઈ. સંસ્કૃત તે આપણી સંસ્કૃતિની ચાવી છે માટે બીજી ભાષાઓને એક પગથિયાનું તે એને દઢ પગથિયાનું માપ ઘટે. મને આપણી સંસ્કૃતિનો મોહ છે, એમ ન ભમાતે. એ મધ્યકાલીન આચાર-વિચાર જૂથ હુને તે બેડીઓની જેમ અકળાવે છે. પણ એ બેડીઓમાંથી છૂટવાને રસ્તો પણ એક જઃ એ બેડીએની કરામત, તેમના આશય અને ઉદ્દેશ, તેમની ભાવનાઓ અને મૂળિયાં, આટલાં સંકાં એમણે આપણી જનતાને ટકાવી રાખી અને આટલી નિકૃષ્ટ દશામાં જ રાખી તે બંનેનાં કારણ અને એ કારણેનાં શક્તિઅશક્તિ બંને સમઝાય તેટલે દરજજે જ આપણે એ બેડીઓમાંથી છૂટી શકીએ; ન અન્યથા.' આવી સ્પષ્ટતા બાદ એ જ પત્રમાં સંસ્કૃતજ્ઞાન સતેજ કરવાને ઉપાય તેઓ સૂચવે છે-“સંસ્કૃતજ્ઞાન સતેજ રાખવાને અને વધારવાને એક ઉત્તમ ઉપાય કરાંચીમાં એક વિદ્વાન કરે છે. “સિદ્ધાંતકૌમુદી' ગોખે છે. તું “ભગવદ્ગીતા થી જ શરૂ કર. માત્ર ૭૦૦ શ્લોક. રોજ દશ લેક નિત્યનિયમે ગોખવા. ૧૨૨ દિવસએક વર્ષના તૃતીય ભાગમાં આખી ચોપડી મેએ થઈ જવી જોઈએ. તથા પછી એ મેએ સદાને માટે રહે તે સારું જ્યારે જ્યારે જરા એકલા પડાય અને બીજું કર્તવ્ય ના હોય ત્યારે એને મુખપાઠ કરી જ. મુણિલાલ નભુભાઈ તે રોજ આખી ગીતાને એક પાઠ કરતા, મણિલાલરાજ એક અધ્યાયને પાઠ કરતા. પણ એ બુદ્ધિશાળી પુરુષ ગીતા સમઝતા તે નહોતા તે હું જાણું છું. હેય.૩૮ વળી એક પત્રમાં એ દેહિત્રને અભ્યાસમાં નિયમિત રહેવાની ટકોર કરી ઇતર વાંચનમાં અંગ્રેજી સાહિત્યના ભાગરૂપ અંગ્રેજી નાટકો ને તેમાં ય બર્નાર્ડ શૈ તથા ગાસવર્ધીનાં નાટકો પદ્ધતિસર વાંચવાની ભલામણું એટલા માટે કરે છે કે અંગ્રેજી સાહિત્યની બીજી શાખા કરતાં આ નાટકો તેમના મતે તત્કાલીન અર્વાચીન યુરોપીય વિશ્વનું દર્શન સુપેરે કરાવતા હોય છે. આની સાથે સાથે તેઓ શરીર કસવા માટે ટેનીસ, ક્રિકેટ, પીંગોપાંગ આદિ રમવા તથા મગદળ, સિગલ બાર" આાંદની કસરત કરવાનું સૂચન પશે ભારપૂર્વક કરે છે અને છાપાં ય વાંચવા જણાવે છે. શુટીંગ શીખવા ય જણાવે છે. વળી તેઓ માને છે-ગણિત, અંગ્રેજી ને સંસ્કૃતનું અધ્યયન જરૂરી છે. પરીક્ષામાં ઉચ્ચ વર્ગ મેળવવા માટે જ નહિ પણ એ વિષયેની સાચી પ્રીતિ માટે ને એમાં નિપુણતા મેળવવા માટે અધ્યયન કરવું જોઈએ. ઉચ્ચ કુળમાં જન્મની ઉગ્રતા કરતાં ય બુદ્ધિની ઉદ્દાત્તતાની ઉગ્રતા વધુ રહેલી છે. કવળ પરીક્ષા માટે કેવળ જીવનમાં ઠરીઠામ થવા માટે ૩૬ તા. ૧૬-૮-૧૯૭૧ને પત્ર. ૩૭ તા. ૧૪-૧૦-૧૯૩૨ નો પત્ર. ૩૮ તા. ૧૧-૯-૧૯૩૧ને પત્ર. ૩૯ તા. ૨૭-૮-૧૯૨૮ને પત્ર, તથા તા. ૮-૭-૧૯૩૨ને પત્ર For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy