________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠાકોરના અમર પત્રોમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ
કે કેવળ વિષયના પ્રેમ -શેખ માટે જ નહિ, પણ વ્યક્તિગત શક્તિઓ ખિલવવા ને તેમાં નિપુણતા મેળવવા, શૈલી, પ્રવીણતા ને ચીવટ-એકસાઈની શક્તિ વિકસાવવા ને સર્જન શક્તિ,
વ્યક્તિત્વ ને નિજી શૈલી કેળવવા માટે નિયમિત ને સતત સખ્ત અધ્યયન કરવું આવશ્યક છે.” રામ, Learning for the sake of learningમાં એમની શ્રદ્ધા છે.૪૦
I, C. s. પરીક્ષા વિશે : એમના નાના હિત્રને લખેલા પત્રોમાં એમણે તત્કાલીન I, C, S. પરીક્ષા અને તેના અભ્યાસક્રમ વિશે વ્યાપક વિચાર કર્યો છે ને ઉગારે પિતાના અભિપ્રાયરૂપે કાઢયા છે. એક પત્રમાં તેઓ લખે છે-“ સિવિલ સર્વિસ માટે મોહ શાને વારુ ? ૧૯૧૦ લગી સિવિલ સર્વિસ હતી તે આજ નથી. આજ છે તે પણ બીજા દશ જ વર્ષમાં એક ફરી જશે, પગાર ઘટી જવાના–Power નામે ઊડી જવાની. સિવિલ સર્વિસ માટે મોહ તે નથી સમજાતે, એ મેહવાળા uptodate નથી-ભૂતકાળના ચશ્મામાંથી જ હાલની દુનિયાને જોઈ રહ્યા છે. વકીલાતમાં, હવે વળી સિવિલ સર્વિસ માટેના hot house crammingથી સાચું normal natural mental, development બિલકુલ થાય નહીં. ઊલટું અટકી પડે-મગજ થાકી જાય તે પાછું કયારે active થાય, કોણ જાણે ફરી active ન થાય એવા દાખલા પણ બને છે. I, C, S.ના કષ્ટ અને પ્રતિષ્ઠા છેક ઊઠી જવામાં છે. What is the use of entering a cadre where the status, pay and power are certain to fall rapidly.૪૧ વળી બીજા પત્રમાં લખે છે- અંગ્રેજ પ્રેમી અને અંગ્રેજ ઉપર વિશ્વાસ વાળા અને અંગ્રેજ તથા ઈંગ્લાંડ માટે માનવૃત્તિવાળે જવાન ના હોય તેણે ICSને વિચાર કરવો એ hypocrisy છે...એ પરીક્ષા પરીક્ષા નથી, શસ્ત છે. થોડા મહિના ખૂબ ગેખી નાંખવું. પાંચ સાત વિષયેના સવાલપત્રકોમાં ખૂબ માર્ક મળી જાય એમ પોપટીયા તૈયારી ટયૂટ દ્વારા કરી લેવી અને પરીક્ષામાં ખૂબ ઉપર નંબર આણવો એવું Crammingનું મગજ હોય તેવા હેકરાઓને આ પરીક્ષા સૌથી વધુ ફાવે છે. ICSમાં કે કોઈ પણ પરીક્ષામાં બહુ જ ઉપર આવે તે બધા સૌ ઉમેદવારોમાં સૌથી વધારે સંગીન જ્ઞાનવાળા કે સૌથી વધારે બુદ્ધિશાળી નથી હોતા. ICS માટે મહિનાઓ લગી hot house Crammingના રૂપને અભ્યાસ એ મગજના કુદરતી વિકાસને પોષે એવો ઉદ્યોગ નથી. એટલું જ નહીં પણ તેને ઘણે વિરુદ્ધ પડી જાય એ ઉદ્યોગ છે.........ICSવાળા આજ લગી દેશના રાજકર્તા જેવા હતા. તેમાંથી આપણે ઝડપથી એમને માત્ર નેકરી અને કારકુનની હલકી-ઘણી હલકી–પદવી એ ઢળી પાડવા માંગીએ છીએ. ચાલીસ-પાંત્રીત્ર ટકા આપણે આ ફેરફાર છેલ્લાં દશ વર્ષમાં કરી પણ નાંખ્યો છે અને પૂરેપૂરો સિદ્ધ કરીશુ. હવેના ત્રીશ વર્ષોમાં...Financeની પરીક્ષા પણ શરત જેવી છે.* ૨ વળી સ્પષ્ટ લખે છે— ગ્રેસ પક્ષને સરકાર વિરોધી ન ગણે તે સિવિલ સર્વિસ માટે લાયક જ નથી. તેણે સિવિલ સર્વિસમાં પેસવા મથવું એ અનીતિ છે.'૪૩
૪૦ તા. ૧૧-૧૧-૧૯૨૯ ને પત્ર. તથા તા. ૧૨ એ ક. ૧૯૩ કને પત્ર ૪૧ તા. ૨૯-૫-૧૯૧૧ ને પત્ર. ૪૨ તા. ૧૩-૫-૧૯૭૨ ને પત્ર ૪૬ તા. ૮-૧-૧૯૯૨ ને પત્ર
For Private and Personal Use Only