SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ વસતકુમાર મ ભટ્ટ ત્યર્થઃ ૧૩ અર્થાત કોઈ શબ્દ પ્રકાશિત થયે, એટલે કે અમુક શબ્દને ફેલા-પ્રચાર થયોએને ' શબ્દપ્રાદુર્ભાવ” કહેવાય છે. દા. ત. પાણિનિ ' એવો શબ્દ પ્રકાશમાં આવ્ય-એ અર્થમાં તિજાનિ 1 એવો અવ્યવીભાવ સમાસ થાય છે, જેને વિગ્રહ-વાયાર્થે આવે થશે – પાણિનિ' એવો શબ્દ લેકમાં પ્રકાશે છે. અહીં કાશિકાકારે “શબ્દપ્રાદુર્ભાવ'નું જે ઉદાહરણ આપ્યું છે તે થથાર્થ હોવા છતાંય પાણિન પ્રત્યેના અહોભાવથી પ્રેરાયેલું છે, અને પરિણામે વૈયાકરણ-ગોષ્ઠિ પૂરતું સીમિત છે. આ સ્થળે તેમણે લેકમાંથી કે સાહિત્યમાંથી બીજુ કોઈ ઉદાહરણ આપ્યું નથી. ૩, 1 હવે બાણભટ્ટ જ્યારે હર્ષવર્ધનના જન્મથી માંડીને, એનું “દિતીય મહાભારત', જેવું ચરિત કહેવાનું શરૂ કરે છે ત્યારે ચતુર્થ ઉચ્છવાસમાં એક તબકકે કહે છે કે..........વાત્રીના હાથની આંગળીએ વળગેલો હર્ષ પાંચ-છ ડગલાં ભરતે થશે ત્યારે, તથા રાજ્યવર્ધન છઠ્ઠા વર્ષમાં પહોંચે ત્યારે દેવી યશોમતીએ પુત્રી રાજશ્રીને જન્મ આપ્યો. ત્યાર પછી કવિ બાણભટ્ટ એવું કહેતા નથી ક.૧ રાજ્યવર્ધન અને હર્ષ એ બે રાજકુમારોની કીર્તિ સમસ્ત ભૂમડલમાં વ્યાપી વળી,” પણ એવું કહે છે કે –“ચમકતી ચાંદની અને યશઃરૂપી પ્રતાપથી સમગ્ર ભુવન પર આક્રમણ કરનાર અભિરામ ચન્દ્ર અને દર્તિરીય સુય જેવા ; જેમણે તેજ અને બળને અભિવ્યક્ત કર્યું છે એવા અગ્નિ અને મારુત જેવા એક બનીને ઊભા રહેલા શિલાઓથી રચાયેલી કઠિન કાયાવાળા હિમાલય અને વિધ્યાચળ જેવા અચલ..........“ રાજ્યવર્ધન અને હર્ષ' એવા આવિર્ભત થયેલા બે શબ્દપ્રાદુર્ભાવ અત્યંત ટૂંક સમયમાં જ દ્વાપાન્તરમાં પણ પ્રકાશને પામ્યા.૧૪ અહીં કવિએ “રાજ્યવર્ધન” અને “હર્ષ” એવા બે શબ્દપ્રાદુર્ભા, અર્થાત એવાં બે નામએવી બે વનિકોણીઓ–પ્રકાશમાં આવ્યાં. એમ જે કહ્યું છે તેમાં સ્પષ્ટપણે પાણિનિના ઢબૂથ વિમવિતરની સમૃદ્ધિ..ન્દ્રકુમાર... Frdવાનેy ૨––૬ સૂત્રમાંના જ “શબ્દપ્રાદુર્ભાવ” શબ્દને ગૂંથી લેવાનો ઉપક્રમ છે. વળી, કાશિકાકારે તિવાન ! એવા સમાસના વિગ્રહવાક્ય તરીકે પૂજનિ રવો નો પ્રકાશને એવું જે કહ્યું છે તેમાંથી પ્રકાશ” શબ્દને સ્વીકારીને, બાણભટ્ટે પણું બારાતાં નાના: એમ ઉમેર્યું છે. આમ પાણિનિપ્રોક્ત આ “શબ્દપ્રાદુર્ભાવ ' શબ્દને સાહિત્યમાં એક ઉદાહરણ તરીકે ચરિતાર્થ કરી બતાવવાનો તેમને સભાન પ્રયત્ન છે એ નિર્વિવાદ છે. १३ काशिकावृत्तिः (द्वितीयो भागः), सं. शास्त्री शुक्लश्च, तारा पन्लीकेशन, वाराणसी, ૨૧ ૬, પૃ. ૨૨. १४ अथ चन्द्रसूर्याविव स्फुरज्ज्योत्स्नायशः प्रतापाकान्तभुवनावभिरामदुनिरीक्ष्यौ, अग्निमारूताविव समभिव्यक्ततेजोबलावेकीभूतो, शिलाकठिनकायबान्धौ हिमवद्विन्ध्याविवाचलो...राज्यवर्धन इति हर्ष इति सर्वस्यामेव पृथिव्याम् आविर्भूतशब्दप्रादुर्भावी, स्वल्पीयसैव कालेन द्वीपान्तरेष्वपि प्रकाशता जग्मतुः ॥-हर्षचरितम् , चतुर्थोच्छ्वासः, सं. पी. वी. काणे, मोतीलाल बनारसीदास રિજી, ૧૮૬, . ૬૫-૬૬. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy