SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિમાના કસ્યાસ્ય.... ૩૩ પણ અહીં લેખકે પર્યાપ્ત માત્રામાં ખીલવી નથી, સિવાય કે સમુદ્રગૃહકની ઘટનામાં અને એ રીતે નાટકને તે શિરમોર ચડાવી શક નથી. તે અવકાશ તેણે ઝડપી લીધે હેત તે જુદા જ અને અનુપમ રસાસ્વાદથી સભર નાટક સજાવું હેત; કદાચ પરંપરાગત અક્ષમ્ય અતિશયોક્તિભરી ઊંકતને સાર્થક કરત. બાકી પરંપરાગત ઉક્તિ છે માટે તેને માની લેવી, સ્વીકારી લેવી એ કોઈપણ રીતે ઉચિત નથી. આખી વાત પુનર્વિચારણું માગી લે છે. અહીં આપણી સમક્ષ આવે છે ભાસને જ નામે જાણીતું પ્રતિમાનાટક', તેમાં પ્રથમ ચાર અંકોમાં રામને રાજ્યાભિષેક અટકી ગયો અને રામ વનમાં ગયા ત્યાંથી શરૂ કરીને રામને વનમાં વીનવવા ભરત જાય છે અને બ્રામિલનની મંગલયમ, પવિત્ર જાહનવીમાં આપણે જાણે સ્નાન કરીએ છીએ ત્યાં સુધીના પ્રસંગે વણાયા છે. તે પછીના ત્રણ અંકોમાં માત્ર પસંદ કરેલા અને કાળજીપૂર્વક પસંદ કરેલા અસરકારક પ્રસંગે નિરૂપાય છે અને રામના પુનરાગમન અને રાજ્યાભિષેક સુધી આપણને લઈ જાય છે. “આ નાટક માત્ર રામાયણને સાર સમો છે” એ કીથ અને બીજાઓનાં વિધાન ઉતાવળાં અવિચારી અને બેહૂદાં છે. અહીં કવિએ વણુ હચિત્રો ઊભાં કર્યા છે; પ્રાયનિરૂપણ અને અથડામણ પણ નિરૂપ્યાં છે અને ત્રણેયમાં છેલે ધન આનંદાનુભૂતિ, સુખાનુભૂતિ અપ્રયત્ન સિદ્ધ કરી છે. (૧) સીતા અને રામને સ્વસ્થ, સ્થિર અને રસિક પ્રેમ જે શરૂઆતમાં હતો તે જ અન્ત પણ આત્મિક પ્રેમ બનીને ઉભરે છે, વિલસે છે. (૨) ભરત અને તેની માતા કૈકેયી વચ્ચે લગભગ ઉગ્ર કહી શકાય તેવા સંધર્ષ જાગે છે, અને તેની વચ્ચે કૈકયી આશ્ચર્યકારક સ્વસ્થતા જાળવે છે અને છેવટે પિતાના હદયની સાચી વાત, રામને વિધિના હાથમાંથી બચાવી લેવાની તત્પરતા, સાથે છેલ્લે સમાધાન સિદ્ધ થાય છે. (૩) અને બે ભાઈઓ–ભરત અને રામ–ને પરસ્પર નિર્વાજ, ઊંડા હૃદયનો આત્મીય પ્રેમ ચિત્રિત થાય છે. પ્રેમ રામની માફક જ ભરતને પણ તપ કરાવે છે અને છેવટે રામને તેમના સાચા અધિકારના સ્થાને સ્થાપીને જ અનુપમ સંતોષ, પરિષ્ટિ ભરત અનુભવે છે–આ બધું સમગ્ર વાતાવરણને ધન્ય ધન્ય બનાવી દે છે. ભાસની એક બીજી સિદ્ધિ પણ અહીં અનેરા સાફલ્ય સાથે વિકસે છે. મૂળ સ્વયંસુંદર, ઉદાત્ત કથામાં પણ દશરથના મરણની ઘટના અતિશય કરુણ, હૃદયસ્પર્શી, મર્મસ્પર્શી બની રહે છે; મૂળ ઘટના કરતાં અનેકગણી વિશેષ કલાત્મક અને સુંદર બની રહે છે. સમર્થ કલાકારોને પ્રિય મનોવૈજ્ઞાનિક ઘટનાનિરૂપણ અને ચરિત્રચિત્રણ અહીં ભરત, ઓછાબોલાં સીતા, સર્વથા સ્વસ્થ રામનાં થયાં છે અને આસનમરણ દશરથની મદશાના નિરૂપણમાં કવિ ખૂબ સરસ રીતે ખીલે છે. નાટકના નામનો મૂળ આધારરૂપ પ્રતિમાગૃહની ધટના એ તે ભાસની પિતાની જ કલ્પના અને કલાનું અનેરી રીતે રંગીન, કરુણામય અને હૃદયસ્પર્શી ચિત્રણ છે; સંસ્કૃતના શ્રેષ્ઠ ચિત્રણેમાનું એક છે. ભાસની કલા અને કલ્પનાનું સાચું સામગ્ધ, બળ અહીં પ્રગટ થાય છે. કેટલાક વધારે પડતા લોકો નિવારી શકાયા હતા તેમ લાગે; કેકેયી થકી ભારતના મનનું થયેલું સમાધાન થેડું ઉતાવળું લાગે છતાં વાચકને ચિત્તતંત્રને સતત એકાગ્ર કરી, પકડી સર્વ ૫ For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy