SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમેશ બેટાઈ સામાન્ય રીતે આપણે કોઈ પણ નાટ્યકૃતિનું મૂલ્યાંકન કે સમીક્ષા કરીએ ત્યારે એ કૃતિનું કથાવસ્તુ, તેને મૂળ પ્રેરણાસ્ત્રોત અને તેમાં કવિએ કરેલાં પરિવર્તને તથા તેનું ઔચિત્ય, પાત્રનિરૂ પણ, નાટયાત્મકતા, રસાસ્વાદન, સંવાદકલા, અલંકાનરૂપણુ વગેરેની મીમાંસા કરીએ છીએ અને મૂલ્યાંકન પૂરું થયાને સંતોષ માનીએ છીએ. સામાન્ય રીતે સહદય સામાજિક કે સહૃદય વાચક એ કૃતિમાંથી શું અનુભવે છે, તેના હદયના તાર કેટલા પ્રમાણમાં ઝણઝણી ઊઠે છે. અને તેના હૃદયગત ભાવોની એકરૂપતાને અનુભવ કેટલા પ્રમાણમાં જામે છે, તેને વિશેષ વિચાર કરતા નથી. સામાજિક કૃતિમાં તન્મય બન્યો, કે કેમ, કેટલા પ્રમાણમાં બન્ય, ન બને તે શા માટે–આ અને આવા પ્રશ્ન પણ વિચારણા માગી લે છે. મુખ્ય વસ્તુ છે પોતાની સમર્થ નાટ્યકલા અને કાવ્યકલાથી કવિ સહદય વાચકને ભાવવિભોર બનાવી શકે છે કે કેમ એની વિચારણાની. મહત્ત્વ છેકાવ્યના કે નાટકના વાચકની ચેતના પર, ચિતંત્ર પર પડતા સમગ્ર અનુભવનું. રસો હૈ સઃ ર ોવા ના માનન્દી મવતિ એ અનુભવ અપેક્ષિત છે. સહદય વાચકની ચેતના નાથ્યને રસાસ્વાદ કરતાં આ અનુભૂતિની એકરૂપતાની જેટલે નજીક જાય અને નાયાસ્વાદન દરમ્યાન જાણે સ્વનું વિસ્મરણ અનુભવે “વિગતવેદ્યાન' બને, તેટલા પ્રમાણમાં નાટ્યકૃતિની ગુણવત્તા ઉંચી ગણાય. ધણુ જુના સમયથી એક માન્યતા ચાલી આવે છે, દરેક યુગના વિદ્વાને તેને ટકે છે; કેટલાક તેને પરમ અધિકૃત માનીને ચાલે છે. આપણે પણ સહૃદય રસિકજને છીએ, આપણું સ્વપ્નનાટક વાંચતાં ખરેખર એમ થાય છે ખરું કે- સ્વપ્નવાસવદંતી વાડમૂત્ર વાવ ? એવી પ્રતીતિ નાટકના આસ્વાદનમાં ખરેખર આપણને થાય છે ખરી? નાટકનું વસ્તુ ખૂબ રસ પડે તેવું બનાવવાને અવકાશ છે, બની શકયું નથી. વાસવદત્તાને ઉદયન પ્રત્યે અને ઉદયનને વાસવદત્તા પ્રત્યે પ્રેમ મૃત્યુંજય અને તેથી મર્મસ્પર્શ છે. છતાં સતત એમ લાગે છે કે તેને વિશેષ મૃદ, ભાવાત્મક સંધર્ષમય બનાવી શકાત, જે દુર્ભાગ્યે થયું નથી. ભાવની અભિવ્યક્તિ અત્યન્ત મૃદુ ધટનાઓ સર્જી શકન, જે શકયતા દુર્ભાગ્યે એક સમુદ્રગ્રહકના સુંદર છતાં ટૂંકા પ્રસંગના અપવાદ સિવાય પૂરી ખીલી ઉઠી નથી. ઉદયનને વાસવદત્તા પ્રત્યે વિશેષ પ્રેમ છે તે જાણ્યા પછી પદ્માવતીની સ્ત્રીસહજ ઈર્ષ્યા, વેદના, વ્યથા, નારાજગી કશું જ વર્ણવવામાં આવ્યું નથી. રાજાના મનની વાત જાણીને પદ્માવતીને માથું દુઃખી આવ્યું એવો બચાવ કરવામાં આવે છે. પરંતુ સ્વભાવગત ગરવી, સંસકારસંપન્ન, યુવાન, સુકુમાર ભાવાળી અને ઉમળકાભરી પદમાવતીના પાત્રને લેખક પૂરે ન્યાય આપી શકયા નથી. કથા પર, રસ ૫૨, નાટકગત સંધર્ષ પર કોઈ ઊંડા પ્રભાવ નથી પડતે ઉદયનને કે નથી પડતે પદમાવતી અથવા વાસવદતાને. ત્રણેય જાણે વિધિના હાથનાં રમકડાંમાત્ર છે. સતત એમ લાગ્યા કરે છે કે અતિઉદાત્ત, હૃદયસ્પર્શી, સંધર્ષમય રસ અને તે જમાવનાર પ્રસંગે નિરૂપવાની અનેક તકો નાટકકારને સાંપડી છે અને તેણે તેને લાભ લીધે નથી. ઉચ્ચકોટિનું, અનુપમ રસાસ્વાદ અને આનંદ જન્માવે એવું યુદતાભર્યું ભાવનિરૂપણ કરવાની તકો મેળવીને લેખકે જાણે જતી કરી છે. આ જ રીતે એકપણ પાત્ર એવું જામતું નથી કે જેમાં સામાજિક કે સહૃદય વાચક પિતાની ભાવાત્મક છબી નિહાળી શકે. ઉદાત્ત કલ્પનાસમૃદ્ધિ અને સિદ્ધિ, કલાત્મકતાથી આ ગુમાવેલું બધું મેળવી લેવાન લેખકને અવકાશ હતે. મને વૈજ્ઞાનિક ચરત્રચત્રણની, પ્રસંગનિરૂપણની પિતાની સિદ્ધ કલા For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy