SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “પ્રતિમાનાઢકસ્યાસ્ય............'' ૨૭ * સ્વપ્નનાટક 'ની તુલનાએ ‘પ્રતિમાનાટક ’ વિશેષ હદયસ્પર્શી, આસ્વાદભયું, એકાગ્ર અને મુગ્ધ કરનારુ, રસાસ્વાદસભર જણાય છે. આ બે નાટકોની નાટટ્યાત્મક અને કાવ્યાત્મક સિદ્ધિની તુલના કરીએ તે પૂર્વે` ભાસની એક વધુ વિલક્ષણુતાની પ્રતીતિ મેળવી લઈ એ એ જરૂરી છે. કવિ કાલિદાસના અભિપ્રાય અનુસાર પ્રથિતયશ : ' ભાસ જેમ ૧૩ નાટકોના રચયિતા તરીકે વિખ્યાત છે, તે જ રીતે તે એક મૌલિક કલાકાર, દીદા નાટ્યકાર અને મહાસમર્થ કવિ તરીકે પણ વિખ્યાત છે. તેની મૌલિકતા વધુમાં વધુ ઇતિહાસપ્રસિદ્ધ વસ્તુએની કાળજીભરી પસંદગી, તેમાં નાટ્ય અને કાવ્યદા સમુચિત પરિવા અને નવા પ્રસગાં કલ્પીને તેને સર્વથા સ્વાભાવિક રીતે જ મૂળ કથાપ્રવાહમાં ગૂંથીને એકરૂપ કરી દેવામાં અનેરી સિદ્ધિ દાખવે છે. ખાસ કરીને ‘ પ્રતિમાનાટક” ‘ સ્વપ્નવાસવદત્ત ' ' ઊરુભંગ ' અને પચરાત્ર' એ નાટકોમાં કાઈ પણ મહાસમ કલાકારને ગૌરવ અપાવે એવી સિદ્ધિ દાખવી છે. સંદČમાં મૂલવવાની છે કે તેનાં નાટકોના મૂળ પ્રેરણાસ્રોત ‘ રામાયણ ' અને પોતે જ એટલાં સમથ કાવ્યે છે કે તેમાંથી પસ ́દગી કરીને પેાતાની મૌલિકતાની છાપ તેના પર પાડવી એ એક મોટું સાહસ છે અને આ સાહસ તેણે નિર્ભય રીતે, હિંમતપૂર્વક કર્યું છે. આવું સાહસ આપણને ભાસનાં મહાભારતમૂલક નાટકોમાં અને રામાયણુમૂલક નાટકોમાં ખાસ જોવા મળતુ હોય તા · પ્રતિમાનાટક' અને ‘પંચરાત્ર ’માં. આ સિદ્ધિને એ . મહાભારત આના પરથી એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ભાસનુ કર્યું, રાજશેખર કહે છે તેમ ‘ સ્વપ્નવાસવદત્ત ' કે પ્રતિમાનાટક '? માણતાં અમે એવા અભિપ્રાય અત્રે રજૂ કરવા માગીએ છોએ કે ખરેખર ભાસનું શ્રેષ્ઠ નાટક - પ્રતિમાનાટક ' છે; ‘ સ્વપ્નવાસવદત્ત ' નહી'. અહીં' અમે આ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ બંને નાટકોનાં રસાસ્વાદ કરાવીને તેને આધારે અમે બંને નાટકોની સિદ્ધિની તુલના કરી છે. ખરેખર શ્રેષ્ઠ નાટક બંનેને રસાસ્વાદ સ્વપ્નવાસવદત્ત આ નાટકનું વસ્તુ ‘બૃહત્કથા ’ના સમયથી ખ્યાત રાજા ઉદ્દયન અને તેની પ્રિયતમા વાસવદત્તા સાથે સંકળાયેલું છે. નાટકનું શીર્ષીક ‘ સ્વપ્ન અધિકૃત્ય કૃતં નાટક સ્વપ્નનાટક’ અને ‘સ્વપ્ને દષ્ટા વાસવદત્તા સ્વપ્નવાસવદત્તા, તાં અધિકૃત્ય કૃત' નાટક' સ્વપ્નવાસવદત્ત` ' એમ બે રીતે જાણીતું . દેખીતી રીતે જ ઉયન રાજા સતત વાસવદત્તાને જ યાદ કરતા હોવાથી સ્વપ્નમાં વાસવદત્તાને જુએ છે એ પ્રસંગ આ નાટકમાં કેન્દ્રગત, સૌથી વધારે મહત્ત્વપૂર્ણુ પ્રસંગ છે; તે કવિની કલ્પનાનું પ્રસૂન છે. For Private and Personal Use Only કથાવસ્તુ - અંકના આ નાટકમાં કથાનાયક ઉદયનને પહેલી વખત આપણે ચોથા અકમાં જોઈએ છીએ. ‘બૃહત્કથા 'ના સમયથી જાણીતી ઉદયન–વાસવદત્તાના પ્રેમની કથા અહીં ગૂ થાય છે. ઉદયન તેની પ્રિયતમા વાસવદત્તાને પ્રદ્યોત મહાસેનની કેદમાં વીણાવાદન શીખવતા હતા. પ્રેમમાં પડ્યો, નસાડી લાવ્યો. તે તેના અતિપ્રેમને લીધે રાજ્યકારભાર તરફ બેદરકાર થયા અને આરુણ નામના એક યુવાને તેનું રાજ્ય અર્ધું” પચાવી પાડયું. આ પછીની કથા અહીં ગૂ થાય છે. યૌગન્ધ્રરાયણ એક રાજકીય યેાજના કરે છે. નજીકના રાજાની બેન પદ્માવતી સાથે ઉદયનનાં લગ્ન કરવાં અને તેની મદદ મેળવવી.
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy