SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમેશ બેટાઈ પૂર્ણપણે વફાદાર એવા મંત્રીની યોજનામાં વાસવદત્તા જોડાય છે. પૂરી યોજનાની તેને ખબર નથી, પરંતુ તે વિશ્વાસથી જોડાય છે. તે બળી ગઈ છે તેવી જાહેરાત કરી તેને અદશ્ય કરી દેવામાં આવે છે અને આવંતિકા તરીકે યૌગશ્વરાયણ તેને પદ્માવતીના રક્ષણ માં મૂકે છે. તે પછીની ઘટનાઓ અહીં ગૂંથાય છે. પદ્માવતીની ઉદયન ભાબતની ઝંખના, તેની સાથેના તેના વિવાહની જાહેરાત, વિવાહ, વિદૂષકની પાસે રાજાની કબૂલાત, પદ્માવતીનાં રૂપ, શીલ તથા માધુર્યને કારણે તેના પ્રત્યે ભારે બહુમાનને ભાવ છે છતાં તેનું હૃદય તો મૃત વાસવદત્તામાં જ બંધાયેલું છે, ગૂંથાયેલું છે. આમ, રાજાને પ્રેમ ગ, મૃત્યુંજય બને છે. આ પછી સમુદ્રગૃહકમાં અંધારામાં સ્વપ્નમાં ચડેલા રાજા અને વાસવદત્તાનું મિલન થાય છે. શસ્યામાંથી લટકતો તેને હાથ બિછાનામાં ગોઠવી તે ત્યાંથી નીકળી જાય છે. ત્યાં જ રાજા જાગી જાય છે, પાછળ દોડે છે. તેને વાસદવત્તાને બદલે વિદૂષક મળે છે. તેને તે કહે છે “ધરને ખલુ વાસવદત્તા ”! જવાબમાં વિદૂષક રાજાની વાતને બ્રાન્તિ માની કહે છે “કુતઃ વાસવદત્તા ? ચિત ખલુ ઉપરતા વાસવદત્તા !” પરંતુ રાજાના મનમાં વાસવદત્તા જીવિત હોવાની શંકા ઘર કરી ગઈ છે. આ પછી રાજકીય ભૂમિકા છતી થાય છે અને પદ્માવતીના સંતોષ વચ્ચે ઉદયન વાસવદત્તાનું પુનમિલન યોજાય છે. નાટકના કુલ છ અંકે છે. રસદર્શન : વિજજગતની ચિતન પરંપરાએ આ નાટકને ભાસનું કોષ્ઠ નાટક ગમ્યું છે. “કાવ્યમીમાંસા'માં રાજશેખર કહે છે : "भासनाटकचक्रे पि छेकैः क्षिप्ते परीक्षितुम् । स्वप्नवासवदत्तस्य दाहकोऽभून्न पावकः ॥" નાટક અને કાવ્યનિષ્ણાત વિદ્વાનની કડક પરીક્ષારૂપી અગ્નિમાંથી ભાસનું આ નાટક પાર ઊતર્યું છે અને એટલો જ અર્થ આ કવિધાનને લઈએ અને એતિહાસિક દષ્ટિએ તેને ઉપયોગ ન કરીએ તે તેમાં કાંઈ ખોટું નથી. આ કૃતિની ગુણવત્તા ધણી ઊંચી છે, કાવ્ય તથા નાટય બન્ને રીતે આ નાટકની કક્ષા ઊંચી છે એટલું રાજ શેખર કહેવા માગતા જણાય છે, અને તે ગ્ય પણ છે. નાટકનું કથાવસ્તુ રાજકીય ભૂમિકા ઉપર ગૂંથાયેલી પ્રણયકલાનું છે, ઉદયને ઉજ્જયિનીથી વાસવદત્તાને નસાડી લાવ્યું એ કથા અત્યંત રોમાંચક અને મનભર હતી. આ પછી પરસ્પર પ્રેમનાં ઊંડાણ વધ્યાં છે અને રાજ્યના હિત તથા પ્રિયતમ પતિના ગૌરવને ખાતર વાસવદત્તા અત્યંત વફાદાર અને વિશ્વાસુ મંત્રી ગધેરાયણની યોજનામાં જોડાય છે. સમય વીતે છે; રાજા અને વાસવદત્તાને પરસ્પર પ્રેમ મૃત્યુ પર પણ વિજયી બને છે. રાજકીય જરૂરિયાતને લીધે ઉદયન પદ્માવતી સાથે લગ્ન કરે છે. પરંતુ તેનું હૈયું તો મૃત વાસવદત્તામાં જ છે. નાટકના અને રાજકીય ભૂમિકા તેમ જ પ્રણયજગત બંનેમાં ઉદયનને વિજય થાય છે. કથા રોમાંચક તે છે જ, સાથે ધીરગંભીર અને ગરવી છે; દામ્પત્ય પ્રેમનું એક અતિ તેજસ્વી, વિરલ ચિત્ર આ કથા આપણને આપે છે. ચરિત્રચિત્રણની દૃષ્ટિએ પણ આ નાટકની સિદ્ધિ નાનીસૂની નથી. એક અતિ સંસ્કારી, શિષ્ટ જગતનાં અત્યંત ગુણવાન અને ગરવાં પાત્રો-ઉદયન, વાસવદત્તા, પદ્માવતી, વિદુષક, ધાત્રી For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy