________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમેશ બેટાઈ
સાહિત્યના જગતમાં પણ એવાં અનેક વિધાને ભૂતકાળમાં થયાં હોય તેને પરમ પ્રમાણરૂપ માની, અધિકત વિધાન તરીકે સ્વીકારીને તે રીતે કૃતિઓનું મૂલ્યાંકન કરવું તે પણ આત્મવંચના જ છે અને તેમાં– અગ્નિપુરાણોક્ત વિધાન,
अपारे काव्यसंसारे
कविरेव प्रजापतिः । यथाऽस्मै रोचते विश्व
तथैव परिवर्तते ॥ આની અને એમાં રહેલા સત્યની અવગણના કરવા જેવું છે. ભાસનાં નાટકોની બાબતમાં થયેલા આવા એક વિધાનને ઘણા વિદ્વાને જેમનું તેમ સ્વીકારી લેવાનું વલણ ધરાવે છે તેના પુનમૂલ્યાંકનને અમે અહીં પ્રયત્ન કર્યો છે. વિધાન આ પ્રમાણે છે.
भासनाटकचक्रेऽपि
છે. સિત્તે પરોકતુમ્ स्वप्नवासवदत्तस्य
दाहकोऽभून पावकः ॥ અર્થાત “વિદ્વાનોએ (સાહિત્યક ગુણવત્તાની) પરીક્ષા કરવા માટે (સમગ્ર) ભાસનાટકચકને અગ્નિમાં નાખ્યું ત્યારે (આ તેર નાટકો પૈકી) અગ્નિએ “સ્વાનવાસવદત ' બાળી નાખ્યું નહીં !'
અહીં દેખીતે ભાવ એ છે કે સહૃદય રસિકજને અને વિદ્વાનોની કડક અગ્નિપરીક્ષામાંથી સ્વનવાસવદત્ત' પાર ઉતર્યું, અન્ય નાટકો નહીં. બીજી રીતે કહીએ તે આ તેર નાટકો પૈકી શ્રેષ્ઠ અને અવિસ્મરણીય નાટક માત્ર તેનું સ્વપ્નવાસવદત” છે, અન્ય કોઈ નહીં.
સહદય રસિકજનના રસાસ્વાદ અને વિદ્વાનોની સૂકમ અને કડક ટીકામાંથી પાર ઉતરવાની આ નાટકની ક્ષમતા કેટલી અને અન્ય કોઈ નાટકની ગુણવત્તા આ નાટકના જેટલી કે તેનાથી ઉચ્ચતર છે કે કેમ, એ વિચાર્યા પછી જ પરંપરાગત આ વિધાન સ્વીકારને પાત્ર છે કે નહીં, કેટલા પ્રમાણમાં સ્વીકારવા જેવું છે તેને નિર્ણય થઈ શકે.
આ દૃષ્ટિએ ભાસને નામે જાણીતાં આ તેર નાટકોને અભ્યાસ કરીએ અને તેનું રસાસ્વાદન કરીએ ત્યારે સમગ્ર દષ્ટિએ વિચારણા કરતાં આ તેર પૈકી ચાર નાટક અગ્રગામી છે તે મોટાભાગના વિદ્વાને આપણી સાથે માન્ય કરશે. આ નાટકો છે–પંચરાત્ર ', “ઊરભંગ', સ્વપ્નવાસવદત’ અને ‘ પ્રતિમાનાટક” અમારે પિતાને મત એવો થાય છે કે
. (અ) આ ચાર, ભાસની નાટ્યકાર તરીકેની સિદ્ધિ માં ચાર ઉચ્ચતમ શિખર છે. (આ) આ ચાર પૈકી પણ ‘સ્વનવાસવદત' અને ' પ્રતિમાનાટક' અનુગામી છે અને તે ભાસને નાટકકાર તરીકે સંસ્કૃતના અગ્રગામી નાટકકારોની હરોળમાં બેસાડવા સમર્થ છે, પૂરતાં છે. (ઈ) આ બે નાટકો પૈકી પણ રસિકજનોની ઊંડી સહૃદયતા અને આસ્વાદનક્ષમતાને
For Private and Personal Use Only