________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
• છે. રાવલ, મુનીન્દ્ર વી. જોશી,
નાગરાજે પિતાને પૂંછડીવાળા ભાગ સુંઢમાં ભેરવીને પકડ રાખેલે દર્શાવેલ છે. જમણી તરફ ગતિસૂચક ઉત્તરીય વસ્ત્રની વલીઓ લહેરાતી દર્શાવેલ છે. દેતીવસ્ત્ર ઉપરાંત લંબેદરદેવની જધા પરથી પસાર થતા ઉત્તરીય વસ્ત્રને મધ્યભાગે ગઠબંધન આપી તેના છેડાઓમાં પુષ્પભાત ધટનાં અંકન કરેલ છે. પ્રતિમાનું માપ: ૦.૭૦૪૦૩૦૪૦.૧૨ સે.મી. છે.
અન્ય વીરભદ્ર સિવાયની માતૃકા તથા ગણેશસહિતની પ્રતિમાઓ ગુજરાતની શિ૯૫સમૃદ્ધિમાં એક સર્વોત્તમ કલાઅંશ ધરાવતી પ્રાચીન પશ્ચિમ ભારતીય કલાપરિપાટી અને તેમાં પણ વિશિષ્ઠ અંશે ધરાવતી શામળાજીરલની દેન છે. હવે તેના સમયાંકન અંગે જેવા પ્રયત્ન કરીએ.
સમયાંકન – ટેટુના માતૃકાસમૂહરહિતનાં અન્ય પારેવા પથ્થરનાં શિ૯ના સમયાંકન અંગે તેની કલાર્શલીના આધારે વિચારીએ તે પહેલાં ટોટુણામ અંગે વિચારી તે ટાટું બાયડ તાલુકા મુખ્ય મથકથી આશરે દશ કિલોમીટર દૂર છે, જે શામળાજીથી આશરે ૧૨ માઈલ દૂર છે. વધુમાં જના ઈડ સ્ટેટમાં સમાવિષ્ટ હતું. બાયડ એતિહાસિક અને ધાર્મિક દૃષ્ટિએ મહત્વનું કેન્દ્ર પૈકીનું એક હોવાનું જાણવા મળે છે.
જ્યારે શિ૯૫ની કંડારકામૌલી, વસ્ત્રાલંકરણ વગેરેની દષ્ટિએ જોતાં કેશરચના, મસ્તિષ્કાભરણની શૈલી કંઈક અંશે તથા બાજુબંધ, કટિમેખલા, અસ્થિકુંડળ વગેરે કોટ્યર્કમહુડીથી પ્રાપ્ત સકંદમાતા કે પાર્વતીના શિ૯૫ સાથે મળે છે. પેપ્રદેશ, મુખાકૃતિ, અસ્થિકુંડળ, પ્રભામંડળ, બાળક, વગેરે ઉદેપુર મ્યુઝિયમમાં સંગ્રહિત જગતથી પ્રાપ્ત માતૃકા એક્ની સાથે મળે છે. ટેટુને આ માતૃકાસમૂહ તેના દેહસૌષ્ઠવ, વસ્ત્રાલંકરણ, ખાસ કરીને કેશરચના તેના છેડે અંબેડાઘાટ ઉપરાંત અથિકુંડળપ્રભાવલીની રચનામાં માતરિયાથી પ્રાપ્ત માતૃકાશિલ્પ સાથે ખૂબ જ નિકટનું સામ્ય ધરાવે છે. માતરિયાથી નોંધાયેલ માતૃકાઓ પૈકી વારાહી, વાયવી ને અસ્થિકુંડળ ધાણું કરાવેલ છે. પાતળી કટિ, ભરાવદાર પેઠુંપ્રદેશ વગેરે પણ નિકટનું સામ્ય ધરાવે છે એકાવલિ બાજુબંધ, મસ્તિષ્કાભરણ, કાનની રચના ઘણા અંશે ગઢાથી નેધાયેલ કૌમારી માતૃકા સાથે મળે છે. ડો. યુ. પી. શાહ નોંધે છે તેમ પ્રાચીન કાલથી માંડીને સેલંકી કાલના અંત સુધી ગુજરાત પ્રદેશ અને મરુ ભૂમિની સાંસ્કૃતિક એકતા ઘડાઈ ગઈ હતી. આ
1 “Shah (Dr.) U. P. Sculptures from shamalati and Roda' museum and Picture Gallery, Baroda, Bulletin Volume X111, Edited and Published by. V. L. Devkar for the Museum and Picture Gallory, Baroda, 1960, P. 2
૨ એજન, આ. ૩૧, પૃ. ૫૨ - ૩ એજન. આ. ૧૯, પૃ. ૫૭
૪ વધુ માટે જુઓ “ માતરિયાનાં ગુપ્તકાલીન માતૃકા-શિલ્પ “વિશ્વાસ સોનાવણે, સ્થાક્યાય ” યુ, ૧૮, અંક ૨ પૃઃ ૧૯૨ થી ૧૯૭,
૫ વધુ માટે જુઓ “ ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ-કેટલીક નવીન ઉપલબ્ધિ અને વિચારણા, ડો. શાહ યું. પી. ‘સ્વાધ્યાય’ પુ, ૧૧૪, પૃ. ૧૫૩, ૫, ૯૪ થી ૧૦૬ ચિત્ર-૧૩,
૬ શાસ્ત્રી ડો. હગ. પરીખ ઠે. ૨. છે, સંપાદક ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, બંધ-૨, મ. હરિપ્રસાદ સં. શાસ્ત્રી અવક્ષ, ભા. જે. અકયયન-સંશોધન વિતા ભવન, ૨. છે. માર્ગ, અમદાવાદ-૯ ૧૯૭૮, આ, ૧. પૃ. ૩૭૬;
For Private and Personal Use Only