SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રસે જમીન અને લય ધ્યાનમાં રાખીને બે જ આઅમોને-ગૃહસ્થાશ્રમ ( સત્સંગીઓ માટે) અને ત્યાગામ (સાધુઓ માટે)ને વિચાર આચારમાં મૂક્યો. પ્રવૃત્તિ અને નિવૃત્તિ તરીકે એમણે આ બે આશ્રમ ધ્યાનમાં લીધા. એમને સપષ્ટ પ્રતીતિ થઈ હતી કે બદલાયેલી પરિસ્થિતિ અનુસાર ચાર આશ્રમની પ્રથાને અમલ તાકક અને વ્યવહારુ તે ન હતો જ પણ પરિસ્થિતિ પ્રમાણે શક્ય પણ ન હતો. આ પ્રથામાં ચારેય તબક્કાઓ એક પછી એક પ્રાપ્ત થઈ શકતા હતા. આ માટે કોઈ કો માર્ગ ને હેતેતેમ જ દરેક પિતાની ઈછા કે અનુકૂળતા મુજબ એને અનુસરી શકે તેમ ન હતું. બ્રહ્મચર્યાશ્રમથી પ્રારંભ કરીને ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમના અમે કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકતી. જ્યારે સહજાનંદે પ્રબોધેલા બે આશ્રમની વ્યવસ્થામાં આવી કોઈ કમબદ્ધ ચુસ્તતા ન હતી પણ દરેક વ્યક્તિ બંનેમાંથી કોઈ પણ આશ્રમને સ્વીકાર કરી શકતી. આ વ્યવસ્થામાં એક આશ્રમમાંથી બીજામાં કે બીજે આશ્રમ પ્રથમ સ્વીકારી પહેલામાં જવાની સગવડ હતી-અવતંત્રતા હતી. અર્થાત દરેક માણસ પિતાની ઈચ્છા અને સ્વાભાવિક લાગણીથી પ્રેરાઈને કોઈ પણ અમને સ્વીકાર કરી શકતા અને મનફાવે ત્યારે બીજ આશ્રમમાં પણ જઈ શકતે. અલબત્ત, આ બંને આશ્રમે સારુ એમણે અલગ અલગ ધારો અને ફરજો નિર્ણિત કર્યા. દા. ત. ત્યાગીઓ માટે ઈશ્વરભક્તિ, જ્ઞાનપ્રાપ્તિ, નિસ્પૃહીપણું, આત્મનિગ્રહ, સેવા અને સતત બ્રહ્મચર્યને અમલ; તે ગૃહસ્થી (સત્સંગી) માટે આતિશ્ય, દાન, ગરીબ પ્રત્યે પ્રેમ અને અનુકંપા, સતત ઉઘમ અને દુનિયાદારીપણું. ૨૨ વર્ણપ્રથા વિશે –સહજાનંદના આશ્રમ-વ્યવસ્થા અંગેના વિચારોથી તદ્દન ભિન વિચારે વર્ણવ્યવસ્થા વિશેના હતા. તેઓ વણઝમાને અનુમોદન આપતા હતા. તેમની દષ્ટિએ સામાજિક સ્થિરતા માટે આ પ્રથા જારી હતી. એમનું માનવું હતું કે વર્ગહીન સમાજને ખ્યાલ શેખચકલીને હતા. વર્ણપ્રથાની છે કે એમણે હિમાયત કરી હોવા છતાંય વર્તમાનમાં પ્રચલિત ચુસ્ત અને ભેદભાવયુક્ત વર્ણપ્રથાના તેઓ સખત વિરોધી હતા અને તેથી જ સાધુ-ગૃહસ્થી માટે છે અને નીતિમત્તાને નિર્દેશ કરતી વખતે શિક્ષાપત્રી'માં એમણે વર્ણપ્રથા સંબંધી કા ઉલ્લેખ કર્યો નથી. એટલું જ નહીં એમણે બધી કોમોને ધર્મધ્યાન માટે સમાન જ ગણી. સહજાનંદની સ્પષ્ટ સમજ હતી કે જન્મથી કોઈ પણ સંજોગોમાં વર્ણવર્ગને નિર્ણય થઈ શકે નહીં. સમાજમાં જે ન્યાયી વાતાવરણ સ્થાપવું હોય તે સમાજની રચના એવી રીતે થવી જોઈએ જેમાં દરેકને પોતાના ભણતર કમાણે કે પિતાની સ્વેચ્છાથી યંગ્ય અને શક્તિ મુજબનું કામ મળવું જોઈએ. અર્થાત્ કોઈ પણ વ્યક્તિ પોતાના ભણતર, ગણુતર અને શક્તિ અનુસાર કામ મેળવવાને અધિકારી હતી અને તે કામ અનુસાર તેને વર્ણ નક્કી થતા. આમ, ચાર વર્ણો અંગેની ભારતીય પ્રથા લેકો વચ્ચે સ્વાભાવિક સમાનતા અને કામ કરવાની શક્તિ ઉપર આધારિત હતી. અને તે કારણે જ સહજાનંદે પિતાના સંપ્રદાયમાં જોડાવા સારુનાં દ્વાર બધા જ માનવીઓ માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ખુલ્લાં રાખ્યાં હતાં. ખાસ કરીને ગુજરાતમાં સામાજિક એકતા અને દઢતાના ક્ષેત્રે સહજાનંદનું આ અનેખું ગદાન હતું. ૨૨ વચનામત, ગઢડા, પ્રથમ કોણી ૨૯ અને ગમ, ત્રિી શ્રીણી ૨૮. ૨૩ યાજ્ઞિક, પર્વત, પ્રકરણ ૧૮, For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy