________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૈતિક મૂહયે અને સમાજ-ન્યુધારણા અંગે વામી સહજાનના પ્રયાસે
૧૫
- અહિંસાને પ્રચાર :સમાજ અને ધર્મના ક્ષેત્રે એમનું બીજ લાક્ષણિક પ્રદાન હતું. અહિંસાના પ્રચારનું. સહજાનંદને અભિપ્રેત અહિસા પ્રાણહિંસા પૂરતી મર્યાદિત ન હતી પણ વાણી, વર્તન, વિચાર અને કાર્યમાં અહિસા સુધી વિસ્તરતી હતી. સહજાનંદના મતે અહિંસા એટલે બુદ્ધની મૈત્રી અને કરુણુ, ઈશુની તમારા દુશ્મનને પ્રેમ કરો, તેને આશીર્વાદ આપે અને તમને ધિક્કારે તેનું ભલું ઈરછો' જેવી હતી. સહજાનંદ પછી ગાંધીજીએ પણ અહિંસા અને સત્યાગ્રહમાં તે સિદ્ધાન્તને અમલ કર્યો અને બોધ આપ્યો. આથી, સહજાનંદ અનુસાર અહિંસા એક એ વય સદગુણ છે જેનું વ્યવહારમાં ખેડાણ સહુએ કરવું જોઈએ પછી તે સાધુ છે સત્સંગી હોય કે શાસક હય, ધામિક સામાજિક રાજકીય કે દુન્યવી એવા કઈ પણ પ્રકારના માનવીના જીવનમાં અહિંસાનું આચરણુ બુનિયાદી અભિગમ બની રહે એવું સહજાનંદનું સ્પષ્ટ માનવું હતું અને તેથી સ્તો એમણે ધર્મથી પીઠિકા ઉપર આધારિત કોઈ પણ પ્રકારના આત્મઘાતને સાચી અને ચુસ્ત રીતે પ્રતિબંધિત ગણાવ્યું. જે કોઈ વ્યક્તિ જીવતી હશે તે જ થઈ વ્યક્તિ પોતાનું કે બીજાનું ભલું કરી શકશે એવી દઢ પ્રતીતિ પ્રકારને પ્રચાર સહજાનંદને હતા, એટલે તો બધા સમય માટે અને બધા હેતુ માટે માનવીમાત્રની અહિંસાને વશવત કાર્ય કરવાની પ્રાથમિક ફરજ છે એમ સહજાનંદને પારદર્શક માનવું હતું. અહિંસા એ સનાતન ધર્મ છે એવી અંત:પ્રેરણાથી સહજાનંદે અહિંસક યજ્ઞને પ્રચાર કર્યો. ૨૪
સહજાનનાં અન્ય કાર્યો–ભજન વિના ભજન મુશ્કિલ' એ ન્યાયે સહજાનંદ ભોજનશાળાઓ ખોલાવી અને સંપ્રદાયના સાધુઓને તે માટે પ્રવૃત્ત કર્યા. આની પાછળ સહજાનંદને આશય લેકની સામાજિક સ્થિતિ સુધારવાનું હતું, અને તાત્કાલીન પરિસ્થિતિમાં લકોને ધમી બનાવવાનું હતું. ગરીબ અને જરૂરિયાતમંદની સેવા એ એમના ઉપદેશનો પાયાને સિદ્ધાંત હતે. માનવતાની સેવાના આ કાર્યમાં સહજાનંદે એમના સાધુસંતને તર્યા. આ સાધુઓ ભિક્ષા માગી લાવે, રસોઈ બનાવે, જરૂરિયાતમંદેને વહેચે. જ્યાં પાણીની તંગી હોય ત્યાં આ સાધુસમાજે કુવા, તળાવ વગેરે ખોદાવ્યાં. સહજાનંદની એવી માન્યતા હતી કે માનવતાને માનવીય રીતે સમજવી જોઈએ અને એમના પ્રશ્નોને સર્વગ્રાહી રીતે ઉકેલવા જોઈએ. આ કારણે જ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સમાજના સર્વ વર્ગના લેકે આત્મીયતાથી ડાતા હતા.
- તત્કાલીન ધાર્મિક પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને એમણે એકેશ્વરવાદની હિમાયત કરી. તેમણે રચાયું કે ઈશ્વર તો એક જ છે અને તે સારું તથા નરસું કરે છે. આથી ક્ષલક ભગવાનેથી ડરવાની જરૂર નથી. સારાં કામ કરીને ભગવાનને ભજવો જોઈએ; કારણ તે સત્ય, પ્રેમ અને સહાનુભૂતિનું પ્રતીક છે અને તેથી જ તેની ઉપાસના પણ ડરથી નહીં, પ્રેમથી કરવી જોઈએ.
સહજાનંદને સમજાયું હતું કે જે સમાજ નિરક્ષર હોય, ભૂખથી પીડાતા હોય અને ભતતવહેમમાં માનતા હોય તેવા સમાજને ઉંચે લાવવા સારુ તે તત્સમ-તેમનામય થવું જોઈએ,
૨૪ વચનામૃત, ગઢડા, પ્રથમ કોણ ૬૯ અને વડતાલ-સારંગપુર, ૨ તથા સેન્ટ મેણુ, ૫,૪૪. વા૧૪
For Private and Personal Use Only