SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૈતિક મૂલ્ય અને સમાજ સુધારણા અને હવામી સહજાનંદના પ્રયાસે પરિસ્થિતિ જેમ જવાબદાર હતી તેમ સ્ત્રીઓને સમાજમાં પ્રતિષ્ઠાને મે અપાવવાને હેતુ પણ હતો. સ્ત્રીઓ ભાઈઓના મંદિરમાં છૂટથી જઈ શકતી પણ ભાઈઓ સ્ત્રીઓના મંદિરમાં જઈ શકતાં નહીં. આને અર્થ એ કે એકલા ભાઈઓ માટે અલગ મંદિરની વ્યવસ્થા ન હતી. આમ કરવા પાછળ સહજાનંદ આશય પરિસ્થિતિજન્ય તે હતે જ પણ બંને લિંગના ત્યાગીએ સહજતાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે તે હતા.૦ • • અલગ મંદિરની વ્યવસ્થા કરી હોવા છતાં ય સહજાનંદ સ્ત્રી અને પુરુષની સમાનતાના પ્રખર હિમાયતી હતા. સ્ત્રીઓની સતી થવાની પ્રથા, વિધવાવિવાહની અશકયતા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા સહજાનંદના સમયમાં જડાં મૂળ નાખી ગઈ હતી. ત્યાર સમાજ આ પ્રથામાં કશું ખોટું છે એવું માનતો ન હતે. સહજાનંદને સમજાયું હતું કે સામાજિક એકતાના મૂળમાં આ પ્રથા ઘા કરે છે અને તેથી આ દૂષણને નિર્મૂળ કરવા તેઓ ગુજરાતમાં તે સફળ થઈ શકયા. આ અક્કલહીન પ્રથાને વિરોધ કરતાં તેમણે ગુર્જર પ્રજાને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે આ પ્રથાથી આપણે ત્રિવિધ પાપ કરીએ છીએઃ (૧) પિતાના કુટુંબની વ્યક્તિનું ખૂન, (૨) એક નિર્દોષ બાળકીનું ખૂન અને (૩) એક અબળ નું ખૂન. સામાજિક ધારાધેર અનુસાર કે ધર્મને કારણે સતી પ્રથાને અમલી બનાવવા કરતાં, સહજાનંદ સ્પષ્ટ રીતે સૂચવ્યું કે, વિધવાએ કાં તે પુનર્લગ્ન કરવું જોઈએ કાં તે ઈશ્વર-સમપિત પવિત્ર જીવન જીવવું જોઈએ. આથી તેમણે ધમાં વિધવાઓ માનભેર જીવન જીવી શકે તે સારી ત્યાગી–સ્ત્રીઓની (મોટે ભાગે “ડોશીઓ' શબ્દ પ્રચલિત છે) પ્રથા શરૂ કરી; એટલું જ નહીં ઉપદેશક અને શિક્ષક તરીકે કામ કરવાની સુવિધા પણ એમણે પ્રસ્થાપી. આ ત્યાગી–સ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ વિધવાઓ અને સર્વેવાઓ ધાર્મિક ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકી અને આ માટે જ એમણે બહેને માટે અલગ મંદિરની યોજના અમલી બનાવી હતી. ૧ આશ્રમ-વ્યવસ્થામાં ફેરફાર : ભાગવતધર્મ આધારિત એમણે પિતાને સંપ્રદાયનું દર્શન ગોઠવ્યું તે પણ તેઓ અંધઅનુકરણ ન હતા. તેમણે ભાગવતધર્મ અનુસાર જે કોઈ ઉપદેશ આપે તે, તે સમયના લેકજીવન સાથે તાલ મિલાવતા હતા. તેઓ દીર્ધદષ્ટ, વિચક્ષણ અને દીર્ધવિચારક હોવા છતાંય એમના પગ તે ધરતી સાથે-વર્તમાન સાથે જોડાયેલા હતા. અર્થાત તેઓ કલ્પનાશીલ ન હતા પણ વ્યવહારુ હતા. ધરતીની સુગંધના ભેરુ હતા. ભૂતકાળમાંથી એમણે પ્રેરણા જરૂર મેળવી, પૂર્વકાલીન ધર્મગ્રંથને અભ્યાસ એમણે જરૂર કયે પણ ઉપદેશ તે એમણે સમય સ્થળ અને સમાજ ( સંજોગો)ને અનુકુળ જ આપ્યો; અને સામાન્ય જનેની જરૂરિયાતાને, અપેક્ષાઓને, આકાંક્ષાઓને પણ નજરઅંદાજ ન રાખી. “વચનામૃત ને અભ્યાસ આ બાબતને વધુ સ્પષ્ટ કરે છે, આથી પરંપરિત હિન્દુજીવનમાં ઓતપ્રોત થયેલી આઝામી પ્રથા (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, - વાનપ્રસ્થ અને સંન્યસ્ત)ને એમણે સ્વીકાર ના કર્યો. પણ તત્કાલીન સમાજના લોકોના તાલ ૨૦ શિક્ષાપત્રી, બ્લેક ૪૦. " કરી ૨૪ પારેખ, ઉપવું ત, ૫. ૧૧૬ અને ૧૭. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy