________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०२
રસેશ જમીનદાર,
અર્થ એ થયો કે દરેક સમાજે પિતાના સમયના ખૂબ જ અનુભવી મહાનુભાવ પાસેથી નૈતિક માર્ગદર્શન મેળવવું જોઈએ. આથી એમ સૂચવી શકાય કે સહજાનંદની નૈતિક વ્યવસ્થામાં એક તરફ પરંપરત નીતિનિયમોને સમાવેશ છે તે બીજી તરફ સ્થળ અને કાળ અનુરૂપ નવાં નતિકમૂના સ્વીકાર માટેની શક્યતા પણ સ્વીકૃત હોય. , આ નવાં ધારાધારશે એવા મહાનુભાવે પ્રબોધેલાં હોય જેની ધર્મ અને નીતિના ક્ષેત્રમાં વિચાર અને પ્રચારની અનુભૂતિ શંકાથી પરે હેય. સહજાનંદ આવી વ્યકિત હતા જેમનું જીવન અનુકરણીય હતું. ધર્મોપદેશક તરીકે અને સમાજસુધારક તરીક સહજાનંદને અભિગમ વ્યવહાર અને સમય સાથે તાલ મિલાવ હતે. એમની દષ્ટિ વિશાળ હતી. એમ કહી શકાય કે ધાર્મિક પોઠિકા ઉપર બેઠેલા સહજાનંદ વ્યવહારુ લોકોઠારક હતા. આથી એમણે અસ્ત ધાર્મિક સમાજને સ્થાને પરિવર્તિત સમાજધર્મની હિમાયત કરી. વ્યવહારુ અમલીકરણને એમને અભિગમ અને સ્થળ-કાળની પારદર્શક સમજની દાં રુએ વિચારતાં એમ કહી શકાય કે એતિહ્ય અને આપ્તવાયને એટલે કે તિહાસિક દષ્ટિનું મહત્ત્વ એમણે દૃષ્ટિગોચર કર્યું હતું.૮ ભેદભાવરહિત ધર્મોપદેશ:
ગૃહસ્થી અને ત્યાગી સત્સંગીઓ માટે શિક્ષાપત્રો”માં નિર્દિષ્ટ શિખામણનું પૃથક્કરણ સૂચવે છે કે સહદે બાહ્યોપયોરને સ્થાને ધર્મ અને નીતિ સંદર્ભે અંતર. બાબતના ખેડાણું ઉપર વિશેષ ભાર મૂક્યો છે. સાધુ કે ગૃહસ્થી માટે ફરજો અને કાર્યોને ઉલેખ કરતી વખતે એમણે જ્ઞાતિ, રંગ, સંપ્રદાયને કઈ ભેદભાવે કયારેય વિચાર્યો ન હતો. આથી તે આ સંપ્રદાયના અનુંથાયીઓ કેવળ બ્રાહ્મણે જ ન હતા પણ તેમના અંગ ગુમાં કડિયા, સુથાર, સેની, મેચી, હરિજન વગેરે કામોને પણ સમાવેશ થયેલ હતા. આજે પણ આ બધી કામ આ સંપ્રદાયમાં મોટી સંખ્યામાં જોડાયેલી રહી જ છે. પારસીઓ અને મુસ્લિમ પડ્યું ત્યારે એમના સત્સંગી હતા. આજે છે કે આવી સ્થિત નથી, ખોજા સમાજે પણ આ સંપ્રદાય સ્વીકાર્યો હતે. વડોદરા પાસેના છાણ ગામના સ્વામીનારાયણ મંદિરને વહીવટ એક તબકકે હરિજને કરતા હેવાની જાણું છે. કાઠી, ઠાકરડા, બારૈયા જેવી છે ગુનાહિત કોમોને પણ એમણે સત્સંગી બનાવી. હરિજને અને અહિંદુઓ માટે આ સંપ્રદાયનાં દ્વાર ખોલવા જેટલી ઉદારતા સહજાન દે બતાવી હોવા છતાં હું એમણે જ્ઞાતિપ્રથાવિરોધી કોઈ સક્રિય પ્રયાસો કર્યા હોવાનું જાણુમાં નથી. જો કે એમણે જ્ઞાતિપ્રથાના વિચારને કયારે ય અનુમોદન પણ આપ્યું ન હતું. બલંક સહજાનંદ વિભિન્ન સામાજિક અને આર્થિક જૂથના-ચાહ્મણે, પાટીદાર, દરબારે, ખેડૂતે, વેપારીઓ, કારીગરે, મુસ્લિમો- લોકોને પોતાના સંપ્રદાયમાં સમાવીને એમણે એક પ્રકારની સામાજિક એકતા માણ. જ્ઞાતિપ્રથાઉમૂલન પ્રત્યેની એમની નિષ્ક્રિયતા સંભવ છે કે તેઓ પરંપરિત પદ્ધતિના ક્રાન્તિકારક ઉદ્ધારક ન હતા. પણુ આધ્યામિક ઉદ્ધારક હતા, તેને કારણે હેય. ૧૯ સ્ત્રી-પુરુષ સમાનતા :
આ સંપ્રદાયમાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ મંદિરની વ્યવસ્થા અમલી બનાવી અને સ્ત્રીઓ માટે અલગ સ્ત્રી–ધર્મોપદેશકેની પ્રથા શરૂ કરી તેમાં તે સમયની સામાજિક
૧૮ “શિક્ષાપત્રી ” બ્લેક ૨૦૫; ચાજ્ઞિક, ઉપર્યુકત, પૃ. ૧૬. ૧૯ પારેખ મણિલાલ, ઉપયુંકત, પૃ. ૧૨૫ અને ૨૮૨.
For Private and Personal Use Only