SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતાનું સાહિત્યિક મૂલ્ય હરિપ્રસાદ જોષી* वसुदेवसुतं देवं कंसचाणरमर्दनम् । देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॥ શ્રીમદ્ ભગવદ્ગીતા મૂળ મહાભારતમાં ભીષ્મપર્વના ૧૨ ૫ થી ૧૪ર અધ્યાયમાં કહેવાયેલી છે. સંસ્કૃત સાહિત્યમાં રામાયણ, મહાભારત, પુરાણ વગેરેમાં કાવ્યાત્મક ભાવ કે વર્ણનાત્મક કથા વગેરેના માધ્યમ તરીકે બહુધા અનુષ્ય, ઇદ જ ખેડાયેલ છે. ગીતામાં પણ બહુધા અનુટુપ છંદ જ અર્થના વાહક તરીકે આવ્યો છે. વળી કોઈ ઉદાત્ત ભાવ કે એજયુક્ત વર્ણન કરવું હોય તે બધે જેમ ઉપજાતિ ઇદ વપરાય છે તેમ ગીતાકાર પણ એ છંદને સમુચિત ઉપયોગ કરે છે. વિશ્વરૂપદર્શનને મોટાભાગને સમગ્ર અધ્યાય એના વિષયને અનુરૂપ ઉપજાતિમાં જ છે જે આ આધ્યાત્મિક કાવ્યને સાહિત્યક સ્વરૂપરૂપે પ્રતિષ્ઠા અર્પે છે. અલબત્ત સંસ્કૃત સાહિત્ય તે ગદ્યને પણ, રામ વાવાં-ને કાવ્યની સંજ્ઞા આપે છે. જાણીતા કાવ્યશાસ્ત્રજ્ઞ શ્રીમમ્મટાચાર્યે કાવ્યની વ્યાખ્યા આપતાં કહ્યું છે :– ત૬ શક્વાથ સાળો અનનંતી : *ar –કાવ્યદોષ વિનાનું, શબ્દ અને અર્થ યુક્ત, ગુણવાળું, અને કવચિત્ અલંકારરહિત પણ હોય તેવું હોય છે. | ગીતાને આ પરિપ્રેક્ષ્યમાં જોતાં ગીતામાં એક પણ આચાર્ય, ભાષ્યકારે કે સાહિત્યકાર કોઈ દોષ બતાવ્યો નથી. ગીતામાં વપરાયા છે તેવા અર્થવાહક શબ્દો બહુ ઓછા મળે છે. એ અનેક ભાષ્યકારોને આકર્ષે છે અને વિકાને અવનવા અર્થે ખજાને એ મહામૂલા મંથિમાંથી કાઢી આપે છે. ભાષાની સરળતા એને અને માધુર્ય ગુણ અપે છે તે એની ભાષાની પ્રવાહિતા એને પ્રાસાદિક બનાવે છે. नायं हन्ति न हन्यते । अशान्तस्य कुतः सुखम् । न हन्यते हन्यमाने शरीरे । कूटस्थोऽक्षर उच्यते । न मे भक्तः पणश्यति । समत्वं योग उच्यते । एक सांख्यं च योगं च यः पश्यति स पश्यति । तस्माद् योगी भवार्जुन । यो मद् भक्तः स मे प्रियः। स्वभावस्तु प्रवर्तते । यथेच्छसि तथा कुरु । જેવાં શસંપુટયુક્ત વિચારમૌક્તિકો ઠેર ઠેર વિખરાયેલાં પડ્યાં છે. ગીતાને પ્રખ્યાત લેક લઈએ : पत्र पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । તથા મયુહૂતમામ પ્રયતામતા : (ગીતા ૯-૨૬ ) અહીં ક્રિયાપદ અશ્વ મૂક્યું છે. શબ્દાર્થ લઈએ તે “ ખાઉં છું' એ અર્થ થાય, ફલ ખવાય, પત્ર (જે તુલસીનું પાન કે એવું હોય તે) ખવાય પણ પુષ્પ અને તેય-પાણી જવી રીતે સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઑકટોબર ૧૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૫-૮, + આકાશવાણીના સૌજન્યથી. • ૩૦, સોનાલી સોસાયટી, પાણીની ટાંકીવાળા રસ્તે, કારેલીબાગ, વડેદરા૩૯૦૦૧૮. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy