________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યંગ્યની સેંદર્યપરક કસોટી
ભગવાનદાસ એન, કહાર*
સૌંદર્યપરક કસોટીનાં ધારો કે માનદંડ સદાકાળ એક ન હોય. એ બદલાતાં રહેતાં હોય છે. પ્રારંભમાં લક્ષ્મગ્રંથેના આધારે નવાં નવાં ધરણે સ્થાપિત થતાં હોય છે. ત્યાર પછી સૈદ્ધાંતિક રૂપે એમની પ્રતિષ્ઠા અને સ્થિરતાને પ્રયાસ થાય છે.
આધુનિક યુગ મોટેભાગે સાહિત્યદર્શોનાં નવાં નવાં ગૃહીતેને યુગ છે. સ્વાતંત્તરકાલીન દારુણ વિસંગતિઓએ વ્યંગ્ય માટે ખૂબ જ પ્રેરક અને ફળદ્રુપ ભૂમિકા તૌયાર કરી છે. આ જ કારણથી આજને વ્યંગ્ય કથા કે વાર્તા, નાટકનિબંધ અને કાવ્યાદિ જેવાં સાહિત્યનાં વિભિન્ન
સ્વરૂપમાં મહત્ત્વને બનતો જાય છે. આજે તે સાહિત્યના ઉપર્યુક્ત પ્રકારો પર એ એટલે બધા વર્ચસ્વ ધરાવતે થઈ શકે છે કે જેના પરિણામે વિદ્વાનેએ એને સાહિત્યના મુખ્ય પ્રકારના રૂપમાં માન્ય કરવા એક નવો અભિગમ અપનાવે છે. આજની અસંગતિઓના પરિવેશમાં ખૂબ ઝડપે બદલાતા રહેતા એના સ્વરૂપને અનુલક્ષીને હિંદી વ્યંગ્ય સાહિત્યના પ્રખર સમીક્ષક ડે. બાલેન્દુ શેખર તિવારીએ કહ્યું છે કે “ આજ કે વ્યંગ્યલેખન ને સંકલ્પના, અભિપ્રેત ઔર સોચ કે ધરાતલ પર સિમટી હુ વિધા-ચિન્તા સે અપને કો અસપૃત કર લિયા હૈ”
વસ્તુતઃ સ્વાતંત્તરકાળ વ્યંગ્યના નવા સ્વરૂપની સ્થાપનાનો કાળ છે. તથાકથિત વ્યંગ્યવિમર્શને નવા નવા દષ્ટિકોણોના પરિપ્રેક્ષ્યમાં આજના ભારતીય વ્યંગ્યચિંતકોએ પણ એના સ્વરૂપને હાસ્યથી જુદુ ગણું એનું આગવું સ્વતંત્ર સ્વીકાર્યું છે. .. આજનું વ્યંગ્યસાહિત્ય સ્વાતંત્ર્યપૂર્વના સ્થળ હાસ્યપ્રધાન સાહિત્યથી ભિન્ન સ્વરૂપનું છે. આજ સુધી એને હાસ્યનું જ એક અંગ ગણવામાં આવતું હતું. પરંતુ આજના વ્યંગ્યને હાસ્યના ટેકે ચાલવાની જરૂર રહી નથી. આજે એને ધારવા કરતાં એટલે બધે વિકાસ સધાઈ ચૂક્યા છે કે હવે એ વિદૂષકીય કોટિના “રંગ-વ્યંગ', હાસ્ય-વિનોદ' અને “જોક કે ટિખળ” ને પર્યાય રહ્યો નથી. અસ્તુ. હવે તે શિષ્ટમાન્ય પત્રિકાઓના સમ્પાદકોએ એને “તાલ-બેતાલ” કે “રંગ-બંગ” જેવી કટારોથી દૂર જ રાખવો જોઈએ. કારણ સ્પષ્ટ છે કે, સમકાલીન લેંગ્ય કે કટાક્ષ પિતાનાં સ્વરૂપ, પ્રભાવ, ઉદ્દેશ, માધ્યમ, ભાષા અને શૈલી વગેરે દ્વારા એનાં વાસ્તવિક, ગંભીર અને સૂક્ષ્મ રૂપને પરિચય આપી રહ્યો છે.
“ સવાધ્યાય', પુ. ૨૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨, પૃ. ૯૧-૯૬.
* એમ. કે. અમીન આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ઍન્ડ કૉલેજ ઑફ કૉમર્સ, પાદરા. (જિ. વડોદરા )
૧ તિવારી (ડો.) બાલેન્દુશેખર ‘હિન્દી વ્યંગ્ય કે પ્રતિમાન', ગિરનાર પ્રકાશન, પિલાજીગંજ, મહેસાણા ૧૯૮૮આ. ૧, પૃ. ૪
For Private and Personal Use Only