________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાનદાસ એન. કહાર
6
,
પાશ્ચાત્ય સાહિત્યમાં હાસ્ય કે પ્રહસનને જ વ્યંગ્યના જનક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ કારણે જ એને હાસ્યના એક અભેદ તરીકે ગણી લેવામાં આવ્યું હશે. પોતાના વિકાસના સ્તરે ઉત્તરોત્તર વિસંગતિઓના અતિરેકમાં હાસ્ય વ્યંગ્ય-વક્રતાની મુદ્રાઓને ધારણ કરી. ભારતીય સાહિત્યમાં વ્યંગ્યને પ્રયોગ પણે જ પ્રાચીન હોવા છતાં પણ દુઃખની વાત તો એ છે કે ભારતીય કાવ્યચાર્યો દ્વારા એની શાસ્ત્રીય વિભાવના અસ્પષ્ટ રહી. આજે પશ્ચિમના સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલેજી વગેરેના સંપર્કના કારણે એના વ્યાપક ચિતનની નવી નવી દિશાઓ ઉધડતી ગઈ છે. આ દૃષ્ટિથી જોતાં એમ કહેવું અસ્થાને નથી કે વ્યંગ્યનું તાત્વિક ચિંતન ભારતીય મનીષીઓ માટે પ્રાયઃ આધુનિક જ છે.
ઉપર કહ્યા પ્રમાણે એવું સ્પષ્ટ થાય છે કે સ્વાતંત્તરકાલીન વ્યંગ્ય હવે સમગ્રતયા હાસ્વાવલંબિત રહ્યો નથી. આજના વિદ્વાનોએ એટલા માટે જ એને હાસ્યથી પૃથક કરી જેવાને નવો અભિગમ અપનાવ્યું છે. વ્યંગ્યના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખી કેટલીક પરિભાષાઓ જોઈએ-પહેલાં એટલું સ્પષ્ટ કરી દેવું જોઈએ કે વ્યંગ્ય પોતાના પ્રારંભિક રૂપમાં અસભ્ય અને અલીલ તથા ગાલી-પ્રદાન રૂપે પ્રસ્તુત થતું હતું. એથી એ અત્યંત ધાતક અને અસામાજિક કોટિને ગણાતો. પશ્ચિમના કેટલાક ચિંતકોએ આવા કટાક્ષને “દંતશૂળ' તરીકે જોતાં કહ્યું છે કે એને તે ઉખાડીને ફેંકી દેવો જોઈએ. વ્યંગ્યકાર તે પાગલ કુતરાની જેમ વર્તે છે. તાત્પર્ય એ છે કે પ્રારંભિક વ્યંગ્યને નિષેધાત્મક, અનુત્પાદક અને અર્થહીન માનવામાં આવતા હતા. ઉત્તરોત્તર જેમ જેમ એને વિકાસ થતે ગમે તેમ તેમ એના સ્વરૂપમાં પણ પરિમાર્જન અને સંશોધન થતાં વધુને વધુ સાહિત્યિક થતે ગયે. એટલા માટે જ એલ જે. પિટ્સએ કહ્યું છે કે-“વ્યંગ્ય ગાલી-પ્રદાન અથવા વ્યક્તિગત આક્ષેપનું સાધનમાત્ર નથી. એમાં વિસંગતિને દધ્ય દ્વારા ઉપહાસ કરવામાં આવે છે.”૨
રિચાર્ડ ગાનેટ એમાં હાસ્યનું તત્ત્વ આવશ્યક માનતાં કહે છે કે- હાસ્યના અભાવમાં વ્યંગ્ય અશ્લીલ થઈ જશે અથવા ‘ભાંડ' બનીને રહી જશે.”
એ. નિકાલે એને “નિર્દયતાથી પ્રહાર કરનાર અનેતિક તથા હાસ્ય અને ઉદારતારહિત કહ્યો છે”. વ્યંગ્યના વ્યાપક સંદર્ભમાં આ પરિભાષા સંકુલિત નથી લાગતી.
મેરેડિથે પણ વ્યંગ્યને સહાનુભૂતિશૂન્ય દષ્ટિથી જોયો છે. છતાં પણ એ માને છે કે વ્યંગ્યકાર નૈતિકતાને પક્ષકાર છે. એનું કાર્ય સમાજમાં વ્યાપ્ત ગંદકીને દૂર કરવાનું છે.”
સદરલેન્ડે વ્યંગ્યને સમાજના સ્વાથ્ય માટે એક કલ્યાણકારી પવિત્ર અસ્ત્ર તરીકે સ્વીકાર્યો છે. એ કહે છે કે એનું કાર્ય સમાજને નૈતિક અને બૌદ્ધિક જેવી અન્ય કસોટીએ પાર ઉતારવા જાગૃત કરવાનું છે."
૨ પોટ્સ એલ. જે., “ કૉમેડી ” (લંડન), પૃ. ૧૫૩,
૩ રિચાર્ડ માનેટ- એનસાઈકલોપીડિઆ બ્રિટાનિકા ” ખંડ-૨૦, “વિલિયમ વેન્ટમ', લંડન, ૧૯૬૦, પૃ. ૫.
* મેરેડિથ “ આઇડિયા ઓફ કોમેડી” (લંડન), ૧૯૪૮, ૫ સદરલેંડ-“ ઇગ્લિશ ટાયર (લંડન) ૧૯૫૮, પૃ. ૧૯,
For Private and Personal Use Only