SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસુચમાં નિરૂપત વેદનું નિત્ય અમૃતમાં પણ કહ્યું છે ક–એવી નામાનિ થાય વા વા ઘંન પ્રસૂતાના તાવ્યો વાયગઃ || ” પરમેશ્વર પ્રલયના અંતમાં ઉત્પન્ન થયેલા ઋષિઓનાં નામ અને વેદમાંનું જ્ઞાન જેવાં પૂર્વકપમાં હતાં, તેવાં જ નામ અને જ્ઞાન તેમને આપે છે. આમ આવૃત્તિમાં (વારંવારના મહાપ્રલય અને મહાસષ્ટિમાં) પણ જગત સમાન નામરૂપવાળું હોવાથી શબ્દપ્રામાણ્ય નિત્ય છે. વલ્લભાચાર્ય પણ શબ્દબલના વિચારથી વેદનું નિત્યત્વ અને સ્વતઃ પ્રામા સ્વીકારે છે, અને કહે છે કે દેવને કર્મ કરવામાં અધિકાર છે, એમ સ્વીકારવાથી વૈદિક શબ્દમાં વિરોધ આવતા નથી. કેમ કે વેદમાં જણાવેલ પદાર્થ વેદિક શબ્દમાંથી જ ઉત્પન્ન થાય છે અને વૈદિક શબ્દની જેમ વૈદિક પદાર્થો પણ નિત્ય જ છે. વૈદિક પદાર્થોને તેઓ ભગવદ્દ રૂપ જ માને છે. વેદમાં જણાવેલ પદાર્થો પરમાત્માના અવયવરૂપ હોવાથી આધિદૈવિક અને નિત્ય છે. વૈદિક સૃષ્ટિ સર્વથા વિલક્ષણ છે, તે હેતુથી જ વેદનું નિત્યત્વ સિદ્ધ થાય છે. વેદ બ્રહ્મની તુલ્ય છે, કેમ કે “શબ્દબ્રહ્મ', વેદપુરુ' ઇત્યાદિ પદે વડે વેદને જ બંધ થાય છે. પ્રત્યક્ષ અને અનુમાનથી પણ સમજાય છે કે વૈદિક પદાર્થો નિત્ય છે. અર્થબલને વિચાર કરતાં પણ વૈદિક પદાર્થો નિત્ય હોવાથી વેદને અનત્ય પદાર્થોના સંબંધ થતું નથી. જગતના પદાર્થોની અષ્ટપ્રલયરૂપ (પ્રવાહરૂ૫) આવૃત્તિમાં પણ એ પદાર્થોના નામ અને ૨૫ સરખાં હોવાથી નિત્ય વૈદિક પદાર્થને અનિત્ય પદાર્થની સાથેના સંબંધથી ઉત્પન્ન થતા વિરોધ રહેશે નહિ, કેમ કે મુતિ અને સ્મૃતિમાં પણ એમ જ કહ્યું છે. આમ સૂત્રકાર અને ભાષ્યકારોના મંતવ્ય પ્રમાણે આવૃત્તિમાં દેવતાઓને સમાન નામરૂપાદિ હાવાથી કોઈ વિરોધ આવતું નથી, કેમ કે અતિ તથા સ્મૃતિનું પણ એવું જ મંતવ્ય છે. પૂર્વપૂર્વના ઉચ્ચારણકમવિશેષનું સ્મરણ કરીને તે જ કમથી ઉરચાર કરવો તેને જ વેદનું નિત્યત્વ કહેલું છે, પરમાતા પિતાના સ્વરૂપના આરાધન તથા તેના ફળના યથાર્થ જ્ઞાનને જણાવનારા એવા વેદને પોતાના સ્વરૂપની જેમ નિત્ય ગણું, પૂર્વે અનુકૃતિવાળી વિશિષ્ટતા સ્મરીને પ્રકટ કરે છે. આથી દેવોને પણ બ્રહ્મવિદ્યાના અધિકારમાં કશે બાધ આવતું નથી અને નિત્ય શબ્દથી દેવાદિ વ્યક્તિઓની ઉત્પત્તિ પણ અવિરુદ્ધ છે. ટૂંકમાં, ભારતવર્ષના સાંખ્યાદિ વિવિધ દર્શનેના આચાર્યોના તત્વજ્ઞાનને અને ભકારને મંતબેને અભ્યાસ કરતાં જણાય છે કે બ્રહ્મ, જીવ, જગત, મેક્ષવિષયક વિચારોમાં એમની વચ્ચે પર્યાપ્ત મતભેદો રહેલા છે. સાંખ્ય ગમત દૈતવાદને સ્વીકાર કરીને જડ પ્રકૃતિને જગતનું કારણ માને છે. વ્યાયવૈશેષિક દર્શનમાં પરમાણને અને પર્વ-ઉત્તર મીમાંસામાં બ્રહ્મને જગતનું કારણ માન્યું છે. વળી આધ્યાત્મિક વિષયના તત્વજ્ઞાનમાં પણ અનેક મતમતાંતરે રહેલાં છે. તે જ પ્રમાણે અદ્વૈત તત્વને સ્વીકારવા છતાં ભાગ્યકારોમાં શંકરાચાર્ય કેવલાતને, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતને અને વલ્લભાચાર્ય શુદ્ધાત મતને સ્વીકારે છે. આમ તાવિક વિચારસરણી ભિન્ન ભિન્ન હોવા છતાં વેદમાં કંઈક એવું રહસ્ય છે કે સર્વે એકમતથા વેદનું નિત્યત્વ, સ્વતઃ પ્રામાણ્ય અને અપૌત્વ સ્વીકારે છે. એમાં કોઈ જ વિરોધ જણાતો નથી. એટલું જ નહિ તકકુશળ તત્ત્વવેત્તાઓ પણ વેદવિરોધની સામે નતમસ્તક થઈ જાય છે For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy