SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતનાં દફતરેની સાધન તરીકે સમીક્ષા શ્રી. વી. કે. રાજવાડે કહે છે કે ઇતિહાસ એ તે રાષ્ટ્રીય જાગૃતિની ચાવી છે.૧૦ ઉપરાંત રાષ્ટ્રવાદના વિકાસની સાથે જે તે દેશને સંશાધક પણ રાષ્ટ્રભકિતના રંગે રંગાય છે. તેરી પ્રોટસ્કની જેમ તે પણ કહી શકે કે “હું ઇતિહાસકાર કરતાં એક હજાર ગણું વધારે રાષ્ટ્રભક્ત છું” આવા વિચાર સાથે તે ઇતિહાસનું આલેખન શરૂ કરે તો આઝાદીની લડતમાં તેને સ્વાતંત્રસૌનિકની દરેક બાબત ઊજળી લાગે અને શાસકની બધી બાબતે કાળી-અન્યાયી-જુલમી લાગે.૧૧ તેથી આઝાદીની લડતના ઇતિહાસ આલેખનમાં રાષ્ટ્રપ્રેમના પૂર્વગ્રહથી દૂર રહેવું જરૂરી છે. ઇતિહાસકારે તે મનની કરી પાટી ઉપર આ પ્રસંગોને પ્રમાણોના આધારે મૂલવવાના હોય છે. જી. એસ. સરદેસાઈએ કહ્યું છે તેમ તે “દસ્તાવેજો કે દફતરોને જ પિતાની વાત કહેવા દેવી જોઈએ.'' પોલીબીયસે કહ્યા પ્રમાણે “સત્ય એ ઈતિહાસની આંખ છે.” અને જેમ આંખ વિના પ્રાણી પિતાનું કાર્ય બરાબર કરી શકતું નથી તેમ જ ઇતિહાસમાંથી સત્ય લઈ લઈએ તે તેમાં અર્થહીન કથા સિવાય કાંઈ રહે નહિ.૨ પીટરગે કહે છે તે પ્રમાણે સાચે સંશોધક કોઈ બાબતે વિવાદ પ્રવર્તતે હોય તે તે કોઈને પક્ષ લે નહિ, કારણ કે તે પક્ષીય રાજકારણ કે રાજકીય પ્રચારક નથી. તેણે તે તો તેને જે રીતે મળે છે તે રીતે જ રજૂ કરવાનાં હોય છે કે તેનું અર્થધટન કરવાનું હોય છે.' ઇતિહાસકારનું મન વૈજ્ઞાનિક ફેરાડે જેવું હોવું જોઈએ જેનો પાસે “Expecting nothing and observing everything “ની અજબ કુનેહ હતી. સાહિત્યકાર અને ઇતિહાસકારમાં એ તફાવત છે કે સાહિત્યકાર બનાવ ન બને હોય તે પણ કલ્પનાથી ઉપજાવી કાઢે છે જ્યારે ઇતિહાસકાર તો ભૂતકાળના બનાવને માત્ર પુનઃનિર્મિત કરે છે. શેકસપિયરના નાટક “ઓથેલો”માં જેમ એ થેલો કહે છે કે “paint me as I am”, તેમ ઇતિહાસના સંશોધકે પણ દફતરોને જ પિતાની વાત કહેવા દેવી જોઈએ. ઇતિહાસકારે બો ધ્યાનમ, શ્વાન નિદ્રા અને કાકદષ્ટિ રાખવાની હોય છે. પરંતુ સ્વયંભૂ રીતે તે હકીકત મુક છે. તેને વાચા આપનાર તે ઇતિહાસકાર છે. ઇતિહાસકાર તેની હકીકત સાથે સંવાદ રચે છે. તેને અંગે નિર્ણય બાંધે છે અને અંતે તે ભૂતકાળને ફરીથી સજીવન કરે છે. તેથી જ કેટલાક ઈતિહાસકાર અને દાર્શનિકોએ ઈતિહાસને સત્યશોધનના એક મહત્ત્વના માર્ગ તરીકે ગણ્યો છે. ૧૪ દફતર ભંડારમાં રહેલા રેકર્ડ એ માત્ર ભૂતકાળને ઇતિહાસ નથી પરંતુ હવે પછીના જે ઈતિહાસ 10 Parchure, (DR) C. N.-The Writing of Indian History Problems and Performance, Babasaheb Amte Smarak Samiti, Pune, 1982, P. 4 11 Gustavson, C. G.- Op. Cit. P. 173. ૧૨ પરીખ, ૨. છે.-ઇતિહાસ-અપ અને પદ્ધતિ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૬૪-૬૫ 13 Dr. Ishwariprasad-History of Medieval India, Indian Pross Ltd., Allahabad, 1925, Preface P. iii ૧૪ મહેતા, (ડે.) મકરંદ જે.-ગુજરાતના ઇતિહાસલેખનમાં મતદાન મહાના, લેખ, ગુજરાત ઇતિહાસ પરિષદ (ભાણવડ, જ્ઞાનસત્ર), અમદાવાદ, ૧૯૮૨, ૫, ૨, For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy