SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એસ વી નાની આઝાદીની લડત અંગેનાં અનેક લોકગીતો કે યુદ્ધગીતમાંથી જુદા જુદા પ્રસંગે પ્રજાકીય ચેતના અને સ્વાતંત્ર્યસૈનિકે તથા લોકોના જસ્સા અંગેની તથા શાસકવર્ગની રિાતા અંગેની માહિતી મળે છે. પ્રજા દ્વારા ચલાવાતી લડત અંગેની ઘણી વિગતે તેમાંથી મળી રહે છે. રાષ્ટ્રીય ચળવળનાં સામાજિક પરિબળાને તથા પૂર્વભૂમિકાને તે સપષ્ટ કરે છે, જેમ કે કલ્યાણજી મહેતાનું ગીત. કોની હાંકે મડદા ઉઠયાં ?, કાયર કેસરી થઈ તડૂક્યા કોની રાડે કપટી જા, જાલનાં ગાત્ર વછૂટયાં” ખેડૂતના તારણહાર, જય સરદાર–જય સરદાર. આ ગીત બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલે પ્રજામાં જન્માવેલી નીડરતા દર્શાવે છે. તે સાદુળ ભગતે લખ્યું હતું કે – સ્ટેશને જઈને સાદુળ દેખે હૈયે રહી નહિં હામ જ માનવીને મહામેળે મળિયે, હાલ્યાં ગામનાં ગામજી, બાળ બચ્ચાં નરનારી ઉભાં, વરસાદ ભીંજાતાં , ગઢ જુનાની હદ છોડી જ્યાં જાય ત્યાં જાતાં જ, તજતાં વહાલી ભોમકા ધરે ન હૈડું ધીર સાદુળાની આંખથી ઉનાં ટ૫કયાં નીર. જનાગઢ પાકિસ્તાનમાં જોડાતાં જુનાગઢના લકોએ હિજરત કરી તેનું વર્ણન આમાં ૨૦૬ કરાયું છે. ટૂંકમાં એમ કહી શકાય કે કોઈપણ સંશોધન માટે અનેક પ્રકારની સાધનસામગ્રી પ્રાપ્ય બી રહે છે ત્યારે તેના એક સાધનની માહિતી બીજા સાધન દ્વારા સમર્થન મેળવતી હોય તે તે વ વિશ્વાસપાત્ર બને છે. વળી તે સમકાલીન હોય તે અનુકાલીન કરતાં સામાન્ય રીતે વધુ પ્રમાણુભાર માની શકાય. બધા જ પ્રકારનાં સાધને દરેક પ્રસંગ અંગે પ્રાપ્ત ન પણ થાય છતાં શકય તેટલાં બધાં જ સાધને મેળવી તેનું વિવેચન કરી, તેનું સંકલન કરી પછી જ તેનું આલેખન કરવું જોઈએ. બ્રિતિહાસના સંશોધકનું કાર્ય એ ખૂબ કઠિન કાર્ય છે. ઇતિહાસનું આલેખન જે તે યુગનું પ્રતિબિબ રજૂ કરે છે. સંશોધકે પોતાના પૂર્વ પ્રહ એક બાજુએ મૂકીને પોતાનાં આધારસાધનનાં લખાશેની ચકાસણી અન્ય સાધને સાથે સરખાવીને કરવાની હોય છે. તેનું કાર્ય ન્યાયાધીશનું છે, વકીલનું નહિ. એ રીતે ઇતિહાસકાર એક વૈજ્ઞાનિક છે અથવા વધુ સારી રીતે કહીએ તે. તેનું કાર્ય એક ડીટેકટીવ જેવું છે જે સત્ય શોધવા મથે છે. ૮ કોઠારી, રતુભાઈ-જુનાગઢની આરઝી હકુમત, ગુજરાત રાજ્ય માહિતી ખાતું, ગાંધીનગર, ૧૯૦૪, પૃ. ૧૮-૧૯ 9 Gustavson, C. G.-A Preface to History, Macgraw Hill Book Co., New York, 1955, P. 171 For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy