SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતનાં જતના સાધન તરીકે સમીક્ષા કે ડોકટરને આપેલા પેન્શન કે વળતરની રકમના ઉલ્લેખ પરથી આરઝી હકુમતના નાણાકીય તંત્રની કેટલીક ખૂબ જ મહત્ત્વની માહિતી તેમાંથી મળી રહે છે. નવી દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાંની ફાઇલમાંથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થયેલી પ્રજાકીય ચળવળ તથા તે અંગેના બ્રિટિશ સરકારના પ્રતિભાવ જાણી શકાય છે. તે અંગે મુંબઈ રાજ્યના વહીવટીતંત્રનાં વલણોની માહિતી મુંબઈના મહારાષ્ટ્ર રાજ્યના દફતર ભંડારમાંથી મળી રહે છે. જેલના રેકર્ડમાંથી પણ સ્વાતંત્રયસૈનિકોને થયેલી સજાઓની માહિતી મળે છે. પરંતુ ભારત આઝાદ થયા પછી સ્વતંત્ર્યસંગ્રામના સૈનિકોને પેશન આપવાની યોજના અમલમાં આવતાં તે માટે જરૂરી જેલવાસનાં સટિફીટ મેળવવા અમુક લોકોએ પ્રયત્ન કર્યા હતા. તેથી તે અંગે સાવધાની રાખવાની જરૂર છે. બાકીય લડતની ગતિવિધિ તપાસતી વખતે ચળવળને નેતાઓની કામગીરી તથા પ્રજાસમૂહની ચંચળતાને પણ પ્રતિબિંબિત કરવી જરૂરી છે. પ્રજાકીય લડતની ગતિવિધિ, કાંગ્રેસને તે અંગે અભિગમ, વ્યક્તિગત તથા સંસ્થાકીય માર્ગદર્શન વગેરે બાબતોની વિગતે પણ તપાસવી જરૂરી છે. પ્રજામાં વ્યાપક જાગૃતિ લાવવામાં પત્રિકા-છાપાંઓને ફાળે તથા રચનાત્મક કાર્યો તથા નકારાત્મક કાર્યક્રમની વિગતે પણ તપાસવી જરૂરી છે. પ્રજામંડળ કે પ્રજા પરિષદના અહેવાલોમાંથી જે તે રાજ્યની પ્રજાકીય સંસ્થાઓની વિગતવાર માહિતી મળી રહે છે. કેટલાક સમકાલીન લેખકોએ જેમણે જે તે ચળવળમાં ભાગ લીધે હોય અને પુસ્તક-પુસ્તિકા લખ્યાં હોય તેમાં તેમને કોઈ પૂર્વગ્રહ તે કામ કરતા નથી ને? તે ચકાસવું જરૂરી છે. સંશોધકે નીર-ક્ષીર જુદાં પાડીને સાધનને ઉપગ કરવાનું રહે છે. સ્વાધીનતાસંગ્રામના સેનાની-સૈનિકોની રૂબરૂ મુલાકાત લઈ તેનું રેકોર્ડીંગ કરવાની જના નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરી, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતું, ગાંધીનગરે અમલમાં મૂકી છે. ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતા વતી આ લેખના લેખકે પણ કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓની મુલાકાત લીધી હતી. તેમાં સામાન્ય રીતે દરેક પ્રવૃતિમાં તેમનું “હું” અને “મેં ” અગ્રસ્થાને જોવા મળે. કેટલીકવાર અવસાન પામેલ વ્યક્તિ વિષે તેઓ ટીકાત્મક કહે છે તે વાતની ચકાસણી કરવાનું મુશ્કેલ બને છે. રૂબરૂમાં લીધેલી મુલાકાતમાંથી મૌખિક રીતે કે ઑડિયો કેસેટ દ્વારા મળેલી માહિતીને ઉપયોગ કરતાં પહેલાં તેની સચ્ચાઈચકાસણી કરી લેવી અત્યંત આવશ્યક છે. મારા સંશોધન અંગે મેં એક સ્વાતંત્ર્યસેનાનીની મુલાકાત લીધી ત્યારે તેમણે નવાગઢ કબજે કરનારી આરઝી હકુમતની ટુકડીમાં જોડાઈ રાઈફલને ઉપયોગ કર્યાનું જણાવેલું. પરંતુ રાઈફલ વાપરવાનું તેઓ ક્યારે શીખ્યા તેવા મારા અને પ્રતીતિજનક જવાબ તેમની પાસે ન હતો. તેથી આવાં ભયસ્થાનેથી ચેતીને સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ. અનેક પ્રકારની લિખિત માહિતી અંગે જીવિત સ્વાતંત્ર્યસૈનિકોના ઈન્ટરવ્યુ લેવાથી કેટલીક માહિતીને સમર્થન મળી રહે છે. તે રીતે પણ આ માહિતી સંશાધકને તટસ્થ મૂલ્યાંકન કરવામાં ઉપયોગી બને છે. આજકાલ ઈતિહાસના મૌખિક (oral) પ્રકારને વિકાસ થઈ રહ્યો છે, તેમાં આવા ઈંટરવ્યુ ઉપયોગી બની રહે છે. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy