________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસ. વી. જાન
ઢગલો ઉભું કરવાનું નથી, પરંતુ તે એક વૈજ્ઞાનિક ઢબની ક્રિયા, પ્રક્રિયા અને આંતરક્રિયામાંથી પસાર થાય છે. આધારસામગ્રીને ઉપયોગમાં લેતા પહેલાં તેનું આંતરિક અને બાહ્ય વિવેચન કરવું જોઈએ. ઇતિહાસ આલેખનમાં તે કેન્દ્રીય ભાગ ભજવે છે. વિવેચન એટલે સાધનની પ્રમાણભૂતતા અને વિશ્વસનીયતાની ચકાસણું. સાધનેની વિશ્વસનીયતા સાધનના કર્તાની સત્ય કહેવાની ખુશી અને સત્ય કહેવાની શક્તિ ઉપર આધાર રાખે છે. ઇતિહાસનાં સાધને કે પુરાવાનું શુદ્ધિકરણ કરવા માટે તેની ચાળણી કરીને સત્ય શોધી કાઢવાનું રહે છે. કારણ કે ટ્રેવેલ્યાને કહે છે તે પ્રમાણે ઇતિહાસ એ તે “સત્ય કહેતું શાસ્ત્ર” છે, ડે. રમેશચંદ્ર મજુમદાર પણ તેમાં સૂર પૂરાવતાં કહે છે કે “ ઇતિહાસકારે સત્ય, સંપૂર્ણ સત્ય અને સત્ય સિવાય બીજું કાંઈ લખવાનું
આગળ દર્શાવ્યા પ્રમાણેનાં દફતરોનો ઉપયોગ સંશોધકે ખૂબ જ સાવચેતીથી કરવાને રહે છે. દેશી રાજ્યનાં જે દફતરે પ્રાપ્ય છે તેમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરનારાઓને “ચળવળિયા” કે “તેફાનીઓ ” કથા છે, ઉપરાંત તેમૂના પોલીસ દફતરમાં સ્વાતંત્ર્યસૈનિકો અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ અંગે જે વિગતે આપી છે તે તટસ્થપણે તપાસવી જરૂરી બને છે. પિલિસ અહેવાલો જે તે રાજ્યની તરફેણ કરવાના હેતુ સાથે લખાયેલા છે, જ્યારે તેને અભ્યાસ કરનારા સંશોધકો રાષ્ટ્રવાદી ભાવનાના ઉત્કટ વહેણમાં દેશી રાજ્યની પ્રજાકીય લડતમાં તેમના રાજાઓએ જે અત્યાચાર કર્યા હતા તેનાથી વિચલિત બની જઈને રાજકોટના ઠા. સા. સર લાખાજીરાજ કે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડની ઉદારવાદી રાજકીય નીતિને અન્યાય ન કરી બેસે તેની તકેદારી રાખવી પડશે. ૧૯૩૦ના મીઠાના સત્યમ વખતે બહાર પડેલી ગુપ્ત પત્રિકાઓના લખાણમાં તથ્ય ઘણું છે. પરંતુ તેના કેટલાક સમાચારે સ્વાતંત્ર્ય સૈનિકોમાં જસે અને ઉત્સાહ પ્રેરવા માટે પણ લખાયેલા હતા, તેથી તેવી માહિતીનું ટસ્થભાવે મૂલ્યાંકન કરવું જરૂરી છે. રાષ્ટ્રપુરથી પ્રગટ થતા “ સૌરાષ્ટ્ર” સમાચારપત્ર સોરાષ્ટ્રનાં તથા ભારતના દેશી રાજ્યની અંધેરશાહી તથા. જલામશાહીને નિભીક રીતે પ્રગટ કરી હતી. તેમાં જામનગર રાજ્યના જામ રણજિતસિંહના વ્યકિતગત ધૂમ ખર્ચા તથા પ્રજાકલ્યાણની તેમની ઉપેક્ષા અંગે આકરાં લખાણે તેના તંત્રો “સૌરાષ્ટ્રના સિંહ ” ગણાતા શ્રી. અમૃતલાલ શેઠે પ્રગટ કર્યા હતાં. તેની સામે તે રાજવીએ મુંબઈના “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'માં આક્ષેપાત્મક ખુલાસે બહાર પાડ્યા હતા. તેના જવાબમાં શ્રી. શેઠે “ટાઈસ એક ઇડિયા” સામે બદનક્ષીને કેસ કરી, તે છતી વિજય મેળવ્યા હતા. આવા પ્રસંગો આવાં સામયિની માહિતીની વિશ્વસનીયતામાં નહિ કરનારા બન્યા હતા. “બોમ્બે ક્રોનિકલ’માં આઝાદીની લડત અંગે પ્રજા તરફી ઉમ લખાણે જોવા મળે છે, જ્યારે “ટાઈસ ઓફ ઇંડિયા” શાસકને વફાદાર રહેવા પ્રયત્નશીલ રહેતું. તેથી આ બન્નેની માહિતી કઈકવાર વિરોધાભાસી બને ત્યારે સંશાધકની ત્યાં ખરી કસોટી થાય છે. અન્ય સાધનમાંથી મૂકત માહિતી અંગે સંમતિ કે વિરોધ મળે તે રીતે તેની ચકાસણી કર્યા પછી જ તે માહિતીને ઉપયોગ કરવો જોઈએ.
રાજકોટના સ્વ. જેઠાલાલ જોશી પાસે આરઝી હકુમતના હિસાબી એ પડાએ સચવાયેલા હતા. તેમાં મોટે ભાગે આરઝી હકુમતના જબરોજના ખર્ચની વિગતે છે. છતાં સૈનિકોશો-સાધને મેળવવામાં થયેલાં ખર્ચદાન, કાળા કે ભેટની રકમની વિગતે. ઘવાયેલા સૈનિક
For Private and Personal Use Only