________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ મહિમભટ્ટનુ‘ અનુમિતાનુઐય અનુમાન અને ત્ર્યંજના ”
પ
अत्र हि वक्ष्यमाणप्रकारेण वृद्धव्याधेन वाणिजकं प्रति हस्तिदन्ताद्यभावप्रतिपादनाय व्यापकfroactivefor: प्रयुक्ता । यथा नात्र तुषारस्पर्शो धूमादिति । हस्तिदन्तव्याघ्राजिनादिसद्भावो ह्यस्मद्गृहे समर्थस्य सतः सुतस्य तद्वयापादनव्यापारपरतमा व्याप्तः । तद्विरुद्धं च स्नुषासौभाग्यातिरेकप्रयुक्तमविरत सम्भोगसुखासङ्गाजनितस्य निस्सहत्वम् । तत्कार्यं च स्नुषाया विलुलितालकमुखीમિતિ । ’૩૧૭
અર્થાત.; “ એ વસ્તુમાત્રથી અંતરાય પામેલે—જેમ કે, હું વ્યાપારી ! અમારા ઘરમાં હાથીદાંત અને વ્યાઘ્રચર્મ કયાંથી હોય ? કારણ કે ધરમાં વિખરાયેલી અલકલટાવાળું મુખ શાભાવતી પુત્રવધૂ વિલાસથી ઘૂમી રહી છે. ' અહીં બાગળ ઉપર વર્ણવવામાં આવનાર પ્રકારથી વૃદ્ધ વ્યાધની વ્યાપારી પ્રત્યેની ઉક્તિ છે, અને તે હાથીદાંત આદિના અભાવની વાતનું પ્રતિપાદન કરવા માટે વ્યાપક વિરુદ્ધ કાર્યંની ઉપલબ્ધના પ્રયોગ કર્યા છે. જેમ કે, ‘ અહીં ઠંડક નથી, ધૂમાડા હોવાથી ' હાથીદાંત અને વ્યાઘ્રયમ' આદિને સદ્ભાવ (ઉપલબ્ધિ ) અમારે ત્યાં સમર્થ પુત્રની તેને હણી નાંખવાના વ્યાપારથી વ્યાપ્ત છે. ન્યાસિંયુક્ત છે, નિયત સાહચથી યુક્ત છે. અને તેની વિરુદ્ધ, પુત્રવધુના સૌભાગ્યાતિરેકની વાત કરવામાં આવી છે અને તે (પુત્રની )અવિરત સભાગના સુખાસંગને કારણે પેદા થયેલ અસામર્થ્યને નિર્દેશ કરે છે અને તેનું કારણ્ પુત્રવધૂના અલકલટાથી સંવૃત્ત ચહેરા છે. '
( મથકારનું કહેવું એવું છે કે, વૃદ્ધ વ્યધિના ધરમાં વ્યાઘ્રચર્મ, હાથીદાંત આદિ ઉપલબ્ધ નથી. કારણુ કે ધરમાં ‘લુલિતાલકમુખી ” પુત્રવધૂ ગથી ઘૂમી રહી છે. અહીં વ્યાધને ઘેર હાથીદાંત આદિની ઉપલબ્ધ સાધ્ય છે અને સુલિતાલકમુખી પુત્રવધુનું હોવું, તે હેતુ છે. અહીં અનુમાનત્રક્રિયા આ પ્રમાણે થશેઃ વૃદ્ધ વ્યાધને ઘેર હાથીદાંત, વ્યાઘ્રયમ આદિની પ્રાપ્તિ તે વ્યાપક કે સાધ્ય થરો અને યુવાન વ્યાધપુત્રની વ્યાઘ્રાદિના વધની રુચિ, તે વ્યાપ્ય કે હેતુ બનશે. ) કારણ કે શ્રૃદ્ધ વ્યાધતે ઘેર હાથીદાંત આદિની ઉપલબ્ધિ ત્યારે જ શકય બને છે, કે જ્યારે તેને યુવાન પુત્ર વ્યાઘ્રાદિના વર્ષમાં રુચિ ધરાવતા હાય. પરંતુ અહીં પરિસ્થિતિ જુદી જ છે. પદ્યમાં વ્યાધપુત્રનું વ્યાઘ્રાદિના વધનું વૈમુખ્ય વર્ણવવામાં આવ્યું છે અને તે હાથીદાંત, વ્યાધ્રયમ આદિની પ્રાપ્તિરૂપ વ્યાપક વિરુદ્ધનું કાર્યાં છે. તેથી અહીં વ્યાપક વિરુદ્ધની ઉપલબ્ધિ છે, તેમ કહૈવામાં આવ્યું છે. વ્યાપકવિરુદ્ધની ઉપલબ્ધિને આ પ્રકારે સમજાવી શકાય ઃ—જેમકે, ધૂમાડા પરથી અગ્નિનું અનુમાન થાય, તે સ્વાભાવિક છે, પરંતુ “ અહીં અગ્નિ છે કારણ કે ધૂમાડા છે” તેમ કહેવાને બદલે, કેવળ ધૂમાડા જોઈને જે એમ કહેવામાં આવે કે, “ અહીં શીતળતા નથી, કારણુ કે ધૂમાડા છે. ’’ તા અહીં વ્યાપક વિરુદ્ધની ઉપલબ્ધિ થઈ. અગ્નિને ગુણધ ઉષ્ણુતા છે. તેની વિરુદ્ધની બાબત એટલે કે વ્યાપક એવા અગ્નિની વિરુદ્ધની ખાખત–જળને ગુણુધર્મ–શીતળતાના વ્યાપકના સ્થાને નિર્દેશ કરવામાં આવ્યો છે અને પછી, તેને નિષેધ કરવામાં આવ્યો છે. આવું કથન કરવામાં આવ્યું હોવા છતાંયે વ્યાપ્ય એવા ધૂમના નિર્દેશને કારણે અનુમાન તે વ્યાપક અગ્નિનું જ થાય છે. બરાબર આવું જ આ પદ્યમાં છે. પદ્યમાં હાથીદાંત, વ્યાશ્રયમ આદિની ઉપલબ્ધિ તે વ્યાપક છે. વ્યાધ પુત્રની વ્યાઘ્રાદિના વધમાં રુચિ તે
૧૬ ભટ્ટ મહિમ, વ્યક્તિવિવેક, પૂ. ૯૦.
For Private and Personal Use Only