SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુણા કે. પરે બાપ્ય છે. પદ્યમાં વાધપુત્રની વ્યાધ્રાદિના વધુ પ્રત્યેની રૂચિનું મુખ્ય વર્ણવવામાં અાવ્યું છે. આ બાબત, વ્યાપકવિરુદ્ધની ઉપલબ્ધિ થઈ. અહીં અનુમેય અર્થ બે વસ્તુના વ્યવધાનથી સંતરાય પામે છે, તેવું ગ્રંથકારનું કહેવું છે. આ અંતરાથી યુક્ત અનુમાન પ્રક્રિયાને આ પ્રમાણે સમજાવી શકાયઅહીં વ્યાધની પુત્રવધૂને અલકલટોથી છવાયેલે સુંદર ચહેરે, તે હેતુ છે. ૨ હેતુ પરથી વ્યાધપુત્રની તેના પરની આસકિત અને પુત્રવધૂની સૌભાગ્યાતિશયનું અનુમાન થાય છે. આ સૌભાગ્યાતિશયરૂપી અનુમેય અર્થ અન્ય વસ્તુના અનુમાનમાં હેતુરૂપ બની જાય છે. પરિણામે, બાધપુત્રના સંગસુખાસંગપરત્વનું અનુમાન થાય છે. વ્યાધપુત્રના સંગસુખાસંગપરત્વરૂપ ચાનુમેય અર્થ પુનઃ હેતુ બની જાય છે. તેના પરથી ક્ષણશક્તિ એવા વ્યાધપુત્રના વ્યાધ્રાદિ-વધના વૈકુખ્યનું અનુમાન થાય છે. આમ, હાથીદાંત, વ્યાઘચર્મ આદિની અનુપલબ્ધિમાં વ્યાધપુત્રનું બાઘાદિવધનું મુખ્ય કારણરૂપ બન્યું છે. મંથકારના મતે અહીં એક હતુ પરથી જે અનુમેય અર્થે પ્રાપ્ત થયું છે તે હેતુરૂપ બની જઈ અન્ય અનુમેય અર્થની સિદ્ધિ કરે છે. આ અનુમેય અર્થ ફરીથી હેતુરૂપ બનીને ત્રીજી જ વસ્તુનું અનુમાન કરવા પ્રેરે છે. આ રીતે, ત્રીજીવાર પ્રાપ્ત થયેલ. ૨ થે જ વાસ્તવમાં સાધ્ય છે અને તે જ કવિ-ઈષ્ટ છે. આમ, કવિને વિવક્ષિત અર્થને સમજવા માટે ત્રણ ત્રણ વખત અનુમાનને આશ્રય લેવો પડ. કારણ કે તે અર્થ બે વસ્તુઓના 'તરાયથી યુક્ત હતા. આ પ્રકારનું અનુમિતાનુમેય અનુમાન કષ્ટસાધ્ય હેઈને ચમકારક નીવડતું નથી. આનંદવર્ધને આ પદ્યને અર્થશકિતમૂલકના વતઃસંભવી નામના પ્રભેદના દષ્ટાંતરૂપે રજૂ કર્યું છે અને તેમના મતે અહીં વ્યાધપુત્રની નિરંતર સંગજન્ય દુર્બળતારૂપ વ્યંગ્યાર્થ પ્રગટ થાય છે. ૧૮ ત્રણ અંતરાયોથી યુકત અનુમિતાનુમય : મહિને ત્રણ વસ્તુઓના અંતરાયોથી યુક્ત અનુમાનને આ પ્રમાણે નિયું છે. त्रिभिरन्तरिता यथा-- विपरितसुरतसमये ब्रह्माणं दृष्ट्वा नाभिकमले । हरेर्दक्षिणनयनं चुम्बति हौयाकुला लक्ष्मीः ।। अत्र हि लक्ष्मीलज्जानिवृत्तिस्साध्या। तत्र च भगवतो हरेर्दक्षिणस्याक्षण: सूर्यास्मनी लक्ष्मीपरिचुम्बन हेतुः । तद्धि तस्य तिरोधानलक्षणमस्तमनुमापयति । सोऽपि च साहचर्यान्नाभिनलिनस्य सोचम् । सोऽपि ब्रह्मणो दर्शनव्यवधानमिति प्रयाऽन्तरितानुमेयार्थप्रतिपत्तिः । तदियमुपायपरम्परोपारोहनिस्सह । न रसास्वादान्तिकमुपगन्तुमलमिति प्रहेलिकाप्रायमेतत काव्यमित्यतिव्याप्तिः । १५ ' અર્થાત, “ત્રણ વસ્તુઓથી અંતરાય પામેલ (અનુમિતાનુમેય) જેમ કે, “વિપરીત રતિક્રીડા સમયે (વિષણુના) નાભિકમળ પર બેઠેલા બ્રહ્માને જોઈને શરમની મારી લક્ષ્મી વિલના જમણા નેડાને ચૂમવા લાગી.' અહીં લક્ષ્મીની લજજાનિવૃત્તિ તે સાધ્ય છે અને ભગવાન વિષ્ણુના સુર્યરૂપ જમણુ નેત્રને લક્ષ્મીનું ચુંબન તે હેતુ છે અને તે તેના તિરોધાનને કારણે સૂર્યાસ્તનું અનુમાન થાય ૧૮ આનંદવર્ધન, વન્યાલક, ઉત્તરાર્ધ, પૃ. ૧૮૭. ૧૯ ભટ્ટ મહિમ, વ્યક્તિવિક, પૃ. ૯૧, ૯૨. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy