________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણા કે. પ કારણે સૌ પ્રથમ યુવાન વ્યાધિની મયૂરમામારક્ષમતાનું અનુમાન થાય છે. આ પ્રકારના દોબય માટે તેની અવિરત સંગપરાયણુતા જવાબદાર છે અને તે વ્યાધવધૂના સૌભાગ્યાતિશયનું અનુમાન કરાવે છે. પરંતુ આ પ્રકારના અનુમાનમાં યુવાન વાધની મયૂમરણમાત્ર ક્ષમતાનું અનુમાન વ્યવધાનરૂપે રહેલું છે. તે હેતુરૂપ બની જઈ અન્ય અર્થ–સૌભાગ્યાતિશયતાનું અનુમાન કરાવે છે. તેથી આ અનુમિતાનુમેય નામને અનુમાનપ્રકાર છે. તૃતીય વિમર્શમાં પણ ગ્રંથકારે આ ચર્ચા છેડી છે. ત્યાં તેમણે જણાવ્યું છે કે, “સામાન્યજનોને દુર્લભ એવાં આભૂષણે ધારણ કરતી પત્નીઓ વચ્ચે કેવળ મોરપીંછનું કર્ણાભરણ પહેરતી વ્યાધવધૂ ગર્વથી કુલી સમાતી નથી, તેવું જે કથન થયું છે, તેને તાત્પર્યાર્થ શો છે? અહીં વ્યાધવના ગર્વનું કારણ એ છે કે, સપત્નીઓને સંગ હતા, ત્યારે વ્યાધયુવક દૂર-સુદૂર વનમાં જઈને મદોન્મત્ત માતંગને હણીને તેમના માટે મુક્તાફળ લઈ આવતો હતો. આમ વ્યાધયુવક સપત્નીઓમાં નહિ, બલક માતંગ-મારણ આદિ વ્યાપારોમાં વધારે રપ રહેતો હતે. નવોઢા આવ્યા પછી સ્થિતિ બદલાઈ. તે પિતાના અન્ય કાર્યકલાપ સંકેલી લઈ, તેની સાથે અવિરત સંભોગસુખ માણે છે અને તેના મને રંજને માટે નજીકમાં આવી પડેલા મયૂર આદિને મારીને મોરપીંછ લાવી આપે છે. તેની આ પ્રકારની પ્રવૃત્તિમાં નવોઢા પ્રત્યેની તેની ગાઢ આસક્તિનું અનુમાન થાય છે. આથી કહી શકાય કે, મુક્તાફળાનાં આભૂષણે સપત્નીઓનું દૌભંગ્યાતિશય અને મારપીંછનું આભૂષણ વાધવધૂને સૌભાગ્યાતિશયનું અનુમાન કરાવે છે. આમ, પદ્યની રચનાપ્રણાલી એવી છે કે, સાધ્યભૂત અનુમય અર્થની સીધેસીધે પ્રતીતિ થતી નથી. અહીં સૌ પ્રથમ, વ્યાધુનિક મયૂરમારણમાત્રશક્તિનું અનુમાન થાય છે. પછી તે અનુમેય અર્થ હેતુરૂપ બની જઈને વ્યાધવધૂના સૌભાગ્યાતિશયનું અનુમાન કરાવે છે. આમ, અંતિમ અનુમેય અર્થ, તેની પૂર્વે પ્રાપ્ત થતા અન્ય અનુમિત અર્થને કારણે અંતરાય પામે છે. તેથી તેને એક વસ્તુના અંતરાયથી યુક્ત અનુમિતાનુમેય કહ્યો છે. આનંદવર્ધને આ પદ્યને સ્વતઃ સંભવી વસ્તુધ્વનિને રજૂ કરતું અર્થ શક્તિમૂલક વનિનું ઉદાહરણ ગયું છે. પંરતુ મહિમ જેવી છષ્ણાવટ કરીને વ્યંજનાનું કિાંક્યાત્વ દર્શાવ્યું નથી.
(ક) બે કે ત્રણ વ્યવધાનેથી મુક્ત અનુમિતાનુમય:
દેટલાંક પદ્યો એવા હોય છે કે, તેમાં અર્થપ્રાપ્તિ વચ્ચે અંતરાય વિદનરૂપ બનતાં હોય છે અને તેથી વાચ્યાર્થ પછી તરત જ અનુયાર્થની પ્રાપ્તિ થવાને બદલે બે વાર કે ત્રણ વાર અનુમાનવ્યાપારને પ્રવૃત્ત કરવો પડે છે. જ્યાં કવિવિવક્ષિત અર્થ વચ્ચે બે વ્યવધાને હોય, ત્યાં અનુમાનવ્યાપાર ત્રણવાર પ્રવૃત્ત થતા જોવા મળે છે. જેમ કે, નીચેનું પદ્યarળામતરિત ચણા--
वाणिजक ! हस्तिदन्ता कृतोऽस्माकं व्याघ्रकृत्तिश्च । यावल्लुलितालकमुखी गृहे परिष्वक्क्ते स्नुषा ।
૧૫ એજન, પૂ. ૫૦૭. ૧૬ આનંદવર્ધન, ધ્વન્યાલેક, પૂર્વાધ, પૃ. ૫૮૨,
For Private and Personal Use Only